________________ 19 700 મહાનીતિ' (વચન સપ્તશતી) સત્ય પણ કરુણામય બોલવું. નિર્દોષ સ્થિતિ રાખવી. વૈરાગી હૃદય રાખવું. દર્શન પણ વૈરાગી રાખવું. ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો. બાર દિવસ પત્નીસંગ ત્યાગવો. આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇ0ને વશ કરવાં. સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું. સર્વ-સંગ ઉપાધિ ત્યાગવી. ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. તત્વધર્મ સર્વજ્ઞતા વડે પ્રણીત કરવો. વૈરાગ્ય અને ગંભીરભાવથી બેસવું. સઘળી સ્થિતિ તેમજ. વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું. સાહસ કર્તવ્ય પહેલાં વિચાર રાખવો. 16 પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો. સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું. શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરવું. 19 શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી. મન, વચન અને કાયાના યોગ વડે પરપત્ની ત્યાગ. 21 વેશ્યા, કુમારી, વિધવાનો તેમજ ત્યાગ. 1 જુઓ આંક 27 તથા આંક ૨૧માં નં. 16