Book Title: Darjiling
Author(s): Vrajbhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/005444/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Thધાર્થી વાચ્ચનમાળા COTTTTT 1 શ્રેણીની. સંપાદક : જયભિપ-૫નું ૧૪-૧૫૪ હાર્જિલિંગ લેખકે : વ્રજભાઈ પટેલ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ વિ ઘા થી વા ચ ન મા ળા. છૂટક એક શ્રેણી ૩-૦-૦ પોસ્ટે જ પાંચ આના વધુ . દશ શ્રેણીના એક સાથે ૩૦-૦-૦ પહેલી મણી ૧ શ્રીરામ ૨ શ્રીકૃષ્ણ હું ભગવાન બુદ્ ૪ ભગવાન મહાવીર * પ વીર હનુમાન ૬. ભડવીર ભીષ્મ ૭ સતી દમયંતી ૮ કચ-દેવયાની ૯ સમ્રાટ અશોક ૧૦ ચક્રવર્તી ચંદ્રગુપ્ત ૧૧ રાજા ભતૃ હિર ૧૨ સંત તુકારામ ૧૩ ભક્ત સુરદાસ ૧૪ નરિસંહ મહેતા ૧૫ મીરાંબાઈ 5 ૧૬ સ્વામી સહજાનંદ ૧૭ શ્રીદયાનંદ સરસ્વતી ૧૮ લેાકમાન્ય ટિળક ૧૯ મહાત્મા ગાંધી ૨૦ રવીન્દ્રનાથ ટાગાર બીજી શ્રેણી 8-0-0 ૨૧ આદ્યકવિ વાલ્મીકિ ૨૨ મુનિરાજ અગસ્ત્ય, ૨૩ શકુન્તલા ૨૪ દાનેશ્વરી ક ૨૫ મહારથી અન ૨૬ વીર અભિમન્યુ ૨૭ સત્યવાદી હરિશ્ચંદ્ર ૨૮ ભક્ત પ્રહલાદ ૨૯ પિતૃભક્ત શ્રવણ ૩૦ ચેલૈયા ૩૧ મહાત્માતુલસીદાસજી ૩૨ ગેાપીદ ૩૩ સતી પદ્મિની ૩૪ સ્વામી રામકૃષ્ણ પરમહંસ ૩પ સ્વામી વિવેકાનંદ ૩૬ સ્વામી રામતી ૩૭ શ્રીમદ્ રાજચ'દ્ર ૩૮ પંડિત મદનમેાહન ત્રીજી શ્રેણી ૪૧ મહામુનિ સિદ્ધ ૪૨ મદાલસા ૪૩ રાજકુમાર ધ્રુવ ૪૪ સતી સાવિત્રી ૪૫ દ્રૌપદી | ૪૬ વીર વિક્રમ ૪૭ રાજા ભાજ ૪૮ કવિ કાલિદાસ ૪૯ વીર દુર્ગાદાસ પર દાનવીર જગડૂ ૫૩ સિદ્ધરાજ જયસિંહ ૫૪ જગત્શે ૫૫ પંડિત મેાતીલાલ ૫૬ સરજગદીશચંદ્રાઝ માલવીય ૫૭ શ્રી અરિવંદ દ્વેષ ૫૮ વીર વિઠ્ઠલભાઈ ૪૦ શ્રીમતી સાજિની | પ૯ પ્રા. ધાંડેા કેશવ કર્વે નાયડુ ૬૦ શ્રી એનીમેસન્ટ ૩૯ સરદાર વલ્લભભાઈ For Personal & Private Use Only ૫૦ મહારાણા પ્રતાપ ૫૧ સિકીમના સપૂત Page #3 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા: પ્રણ આઠમીઃ ૧૪-૧૫૮ ગિરિનગર દાર્જિલિંગ * # ૨ સિમલા, મસુરી, નૈનિતાલ અને દાર્જિલિગ હિમાલયના પ્રદેશમાં વસેલાં ઉત્તર હિન્દનાં મુખ્ય ગિરિનગર છે. એમાં કયું વધારે સુંદર એ કહેવું કઠિન છે, કારણ કે સહુમાં હિમાલયનું કુદરતી સૌંદર્ય છે, ઉચ્ચ પ્રદેશની શીતલતા છે, અને પહાડી ભૂમિની વિવિધતા-છે છતાં સિમલાના પ્રશંસકોએ ર્સિલોને અનાજલિંગના પ્રશંસકોએ દાર્જિલિંગને The Quહn) of the hill-stations એટલેકેarીકિનગરની રાણી.” એવા નામથી સંબોધ્યાં છે. હિન્દમાં પહેલાં ગિરિનગર હતાં. અંગ્રેજોના અમલ પછીથી એ અસ્તિત્વમાં આવ્યાં. કારણ કે અંગ્રેજો ઠંડા પ્રદેશના રહીશો રહ્યા. હિન્દનાં મેદાનની ઉનાળાની અસહ્ય ગરમીમાં તેઓ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા–૮ 1863 કે? એ ઉનાળાની શરૂઆતમાં અંગ્રેજ ir@kobatirth.org અમલદારોને પાસેના ડુંગરાઓની ઠંડી ટેકરીઓમાં જવું રહ્યુ. આમ ટેકરીઓ ઉપર ગિરિનગરાની આવશ્યકતા ઊભી થઇ, અને પ્રાન્ત પ્રાન્ત ગિરિનગરા થયાં. હિન્દમાં આજનાં ગિરિનગરા નહતાં, એટલે એમ ન સમજવુ` કે હિન્દીઓને એ પહાડી સોંદ - ના શેાખ ન હતા, એ માટેનું આકર્ષણું ન હતું. ગિરિનગરાને બદલે પહાડે પહાડે પવિત્ર સ્થળે પરાપૂર્વથી જોવામાં આવે છે. કાઠિયાવાડનાં ગિરનાર, પાલીતાણા; આખુ પરનાં જૈનમ દિા, લેારા અજન્ટાની પહાડીભૂમિમાં આવેલી ગુફાઓ, અને હિમાલય પરનાં હરદ્વાર, બદ્રિનાથ અને કેદારનાથ એ શેાખનાં સાક્ષીરૂપ છે. દાર્જિલિંગ ગાળાની ઉનાળાની રાજધાની છે, કલકત્તાથી એ ૭૮૬ માઈલ ઉત્તરે આવ્યુ છે. આપણા ગુજરાતમાંથી દાર્જિલિંગ જવુ હોય તા મુંબઈથી કલકત્તા થઈ ને જવું સુગમ પડે. કલકત્તા મુંબઈથી ૧૨૨૩ માઇલ દૂર છે, એટલે મુંબઈથી દાર્જિલિંગનુ અંતર ૧૬૦૯ માઇલનું થાય. લગભગ ૪૦ કલાકુમાં રેલ્વેરસ્તે આ મુસાફરી પૂરી થાય. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ગિરિનગર દાર્જિલિંગ દાર્જિલિંગના રસ્તામાં આપણું ગુજરાત હિન્દના પશ્ચિમ કિનારે રહ્યું, જ્યારે દાર્જિલિંગ ઈશાન ખૂણામાં આવ્યું. એટલે દાર્જિલિંગના મુસાફરને આખાયે હિન્દની મુસાફરી થાય. ગુજરાતની રસાળ ભૂમિ, મુંબઈના દરિયાકિનારાને પ્રદેશ, પશ્ચિમઘાટના રળિયામણું ડુંગરા, અને મધ્ય હિન્દની ખીણે તથા ઉચ્ચ ભૂમિ વટાવી, એ દૂર પૂર્વમાં કલકત્તા સુધી આવી પહોચે છે. કલકત્તા છોડી દાર્જિલિંગ જતાં પ્રથમ તો ગંગાનાં સપાટ ફળદ્રુપ મેદાને આવે. આગગાડીની બારીમાંથી ડેકિયું કરે તે દૂર નજર પહોંચે ત્યાં સુધી શણ કે ડાંગરનાં ખેતરે જ દષ્ટિએ પડે. ડુંગરા કે ટેકરીઓનું નામ ન મળે. ગંગાની ખીણુ વટાવી એટલે હિમાલયનાં ચઢાણ ચઢવાં શરૂ થાય. આમ ગુજરાતમાંથી દાર્જિલિંગ જનારની આંખ નીચે હિન્દના વિવિધ પ્રદેશે આવી જાય. પહેલાં ઠેઠ દાર્જિલિંગ સુધી આગગાડી ન હતી, એટલે મુસાફરોને ઘણી મુશીબત પડતી. સરસામાન સાથે માઈલો સુધી ગાડામાં ને હેડકામાં મુસાફરી કરવી પડતી. એની મુશ્કેલીને ખ્યાલ તો એવી સફર જેણે કરી હોય તેને જ આવે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪ વિદ્યાર્થી વાચનમાળા-૮ હિમાલયના ઢળાવ ચઢવા માટે આજે તો રેલ્વે છે. આ રેલ્વેને સાધારણ ખ્યાલ જેણે નરલથી માથેરાનની મુસાફરી કરી હશે તેને આવી શકશે. નાના પાટા-ફક્ત બે ફીટના અંતરે, પર્વતની ખીણો અને ટેકરીઓ વટાવતા ચાલ્યા જ જાય. પર્વતમાં બાંધેલી આવી રેલ્વેને Mountain Railway એટલે કે પર્વતની રેલ્વે કહેવામાં આવે છે. કલકત્તાથી જતાં આ રેલ્વેનું પહેલું સ્ટેશન સીલીગુરી છે, અને છેલ્લું દાર્જિલિંગ છે. બન્ને વચ્ચે ૫૧ માઈલને રસ્તો છે. આ ૫૧ માઈલને રસ્તો દુનિયાના રેલ્વેના રસ્તાઓમાં અજોડ છે. ભલભલા ઈજનેરને એ આશ્ચર્ય પમાડે છે. દુનિયાને ઊંચામાં ઊંચો પર્વત તે હિમાલય. એ હિમાલયના ડુંગરા, ખીણો અને વેગવાન વહેળાઓ ઉપર થઈને રેલ્વે બાંધવી, એ તો કપરું જ કામ ને! આ રેલ્વે બાંધવાની શરૂઆત ઈ. સ. ૧૮૭૯ માં થઈ બે વરસ સતત કામ ચાલ્યું, અને ૧૮૮૧ માં પૂરી થઈ. એની ઉદ્દઘાટન-ક્રિયા એ વખતના બંગાળાના લેફટનન્ટ ગવર્નર સર સ્લી એડનના હાથે થઈ. આ રસ્તો બાંધતાં દર માઈલે ૪૭૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. આ ખર્ચના આંકડા For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ગિરિનગર દાર્જિલિંગ આ જ આ રેલ્વેની મહત્તાને ખ્યાલ આપે છે. દાર્જિલિંગને ઝડપી વિકાસ આ રેલ્વેને આભારી છે. કારણ કે સ્થળ ગમે તેટલું સુંદર હોય છતાં ત્યાં જવાની મુશ્કેલી પડે તે ઘણા જ થોડા માણસે એ સ્થળે જવાની હિંમત ધરે; અને જ્યાં ગણીગાંઠી વ્યક્તિઓ જાય તે સ્થળે આજના દાજિલિંગ જેવું વિશાળ ગિરિનગર તે ન જ વસી શકે. સલીગુરીથી દાર્જિલિંગ સુધીનો પ્રદેશ ઘણે જ રમણીય છે. “ડુંગરા દૂરથી રળિયામણું” એ કથન આ પ્રદેશ પાડે છે. અહીંથી હિમાલચની શરૂઆત થાય છે, પરંતુ એ ગિરિરાજની મુખ્ય હારમાળાઓ જેટલા એ ઊંચા નથી. હિમાલયનાં ગગનચુંબી શિખરે તો આ ડુંગરાઓની પાછળ રહ્યાં, એટલે ચોમાસામાં અહીં ધોધમાર વરસાદ પડે. વરસાદ ડુંગરાઓની સિકલ ફેરવી નાખે છે. એ વરસાદ ન હોત તો આ આખો પ્રદેશ વેરાન બનત, પરંતુ આજે તે એ જંગલોથી ભરપૂર છે. ગાડી એક ઢોળાવ પર આવે, ત્યાં તો દૂર દૂરની હરિયાળી ભમ દેખાય, આસપાસનાં જંગલનાં ઊંચાં ઊંચાં વૃક્ષો જણાય. નીચે ખીણમાં દોડતી For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૬ વિદ્યાથી વાચનમાળા-૮ કૂદતી વહી જતી નદીએ જણાય, અને કાઈ કાઈ જગ્યાએ નાના નાના ધેાધ પણ હોય. આ સઘળું શ્વેતાં આંખ ધરાય નહિ. ખારીમાંથી અંદર ડાકુ લેવાનું મન જ ન થાય. ખરેખર આવી મુસાફરી એ જીવનના અનેરા લહાવા છે. આ જગલાના પ્રદેશ તેરાઇના નામથી આળખાય છે. અહીં હાથી, વાધ, હરણ, રીંછ, અને ચિત્તા જેવાં વન્ય પશુએ પુષ્કળ છે. સાલ, સાગ, વાંસ, ઇન્ડિયા રબર અને એકનાં ઝાડ પણ અહીં ઘણાં. બરુના છેાડ તેા પચાસ પચાસ ફૂટની ઊંચાઈએ પહોંચેલા. એ પરથી જંગલ કેટલું ગાતું હશે તેના ખ્યાલ આવશે. આ વનસ્પતિમાં વિવિધતા ઘણી છે. કારણ કે જેમ જેમ ઊંચે ચઢીએ તેમ તેમ હવામાન ઠંડું થતું જાય, અને હવામાન બદલાતાં ઝાડ પાન પણ બદલાય. આ સવ ઝાડને આળખવાં, અને એના ગુણદોષ જાણવા એ તેા જીવનભરના અભ્યાસનુ કામ છે. આ પ્રદેશના દકને એક બીજો પણ ખ્યાલ આવે. હિન્દુમાં કેાલસા નથી માટે અહી મોટા મોટા ઉદ્યોગા ચાલી ન શકે, એવી દલીલ કરનાર પરદેશીઓને આ પ્રદેશનાં નદી—નાળાં જવાબ આપી ઊઠે છે કે ભલે For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ગિરિનગર દાર્જિલિંગ હિન્દમાં કેલસે નહિ હોય, પરંતુ વીજળીક બળ ઉત્પન્ન કરવા અમારાં હજારે નદીઓ ને નાળાં રાતદિવસ વહી રહ્યાં છે. આ જંગલોની નીરવ શાંતિમાંથી રેલ્વે ટ્રેઈન પસાર થાય છે ત્યારે મુસાફરના મન પર કંઈ જુદી જ છાપ પડે છે. ડુંગરાઓ ચઢતી અને ઊતરતી ગાડી ૪૮ માઈલને રસ્તો કાપે, ત્યાં ઘુમ સ્ટેશન આવી લાગે છે. ઘુમ સમુદ્રની સપાટીથી ૭૪૦૭ફીટ ઊંચું છે.દાજિલિંગની આજુબાજુના ઢળાવો પર ચાના બગીચાઓ છે. એ બાગોની ચા ઘુમના સટેશનેથી કલકત્તા રવાના થાય છે. ઘુમની ઊંચાઈ ઘણી એટલે સવાર-સાંજ અહીં ભેજને લીધે પુષ્કળ ધુમ્મસ વરસે છે. એ ધુમ્મસને લઈને રસ્તો શોધવે પણ ભારે પડે. ઘુમથી દાર્જિલિંગ ફક્ત ત્રણ–ચાર માઈલ દૂર રહ્યું. ઘુમ છોડીને આગગાડી નીચલા ઢળાવે પર ઊતરવા માંડે છે. થોડુંક ઊતરે, ત્યાં તો મુસાફરને દાર્જિલિગનાં પ્રથમ દર્શન થાય છે. રાત્રિને સમય હોય, સર્વત્ર શાંતિ હોય અને આ ઢળાવ ઊતરતાં બંગલાઓ અને બજારની દીવાબત્તીઓ દેખાતી હોય, ત્યારે દાર્જિલિગ ઘણું જ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાથી વાચનમાળા-૮ સુશોભિત લાગે છે. સીલીગરીથી દાર્જિલિંગ જવા મેટર–રસ્તો પણ છે. આ રસ્તો અને રેલ્વરસ્તો લગભગ સાથે સાથે જાય છે. મેટર કે બસમાં જતાં મજા ઘણી પડે છે, પરંતુ જગા મળવાની હમેશાં મુકેલી રહે છે. આગળથી સીલીગુરીના સ્ટેશન માસ્તરને જણવ્યાથી મેટર કે બસમાં જગા મુકરર કરી શકાય છે. વસ્તી અને હવામાન દાર્જિલિંગમાં લગભગ ૨૦૦૦૦ની વસ્તી છે. એ વસ્તીમાં ૧૨૦૦૦ જેટલા હિન્દુઓ છે, તથા ૫૦૦૦ જેટલા બોદ્ધ ધમીઓ છે, બાકી રહ્યા તે મુસલમાન અને ખ્રિસ્તિઓ. આ ઉપરથી જણાશે કે દાર્જિલિંગની સ્થાનિક વરતી કંઈ નાની નથી. આખા હિંદની માફક અહીં પણ ત્રણ ઋતુઓ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં અતિશય ઠંડી પડે, ચોમાસામાં પુષ્કળ વરસાદ પડે એટલે આ ઋતુઓમાં બહારના આવનારાઓ તે ન જ આવે. તેઓ તો ઉનાળામાં જ્યારે મેદાનના પ્રદેશમાં અસહ્ય ગરમી પડે ત્યારે જ અહીંની શીતલ ટેકરીઓના પ્રદેશમાં આવે. આથી દાર્જિલિંગની વસ્તી ઉનાળામાં ઘણી વધી જાય છે. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ગિરિનગર દાર્જિલિંગ અહીંની સ્થાયી વસ્તી આલી મોટી હોવાને કારણે દાર્જિલિંગ બીજા ગિરિનગરથી કેટલીક રીતે જુદુ પડે છે. આ ગિરિનગરમાં બાલમંદિરે ઘણું છે. શાળાઓ પણ એટલી જ, અને કોલેજો પણ સારા પ્રમાણમાં, એથી એ એક કેળવણીન કેન્દ્ર બની ગયું છે. દરદીઓ માટે હોસ્પીટલો, મુસાફરોની જરૂરીઆત માટે બજાર અને દુકાને અહીં ઘણી છે. દાર્જિલિંગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી ૬પ૦૦ થી ૭૫૦૦ ફીટ સુધીની છે. આથી શહેરને કઈ ભાગ ઊંચાણમાં તો કોઈ નીચાણમાં છે. આટલી ઊંચાઈને લઈને હવા ઠંડી રહે છે. ઉનાળાના સખત તાપમાં અમદાવાદ, વડોદરા જેવાં આપણાં ગૂજરાતનાં શહેરોમાં ૧૦૦થી ૧૧૦ ડીગ્રી જેટલી ગરમી પડે ત્યારે અહીંયાં ૭૦ ડીગ્રી કરતાં વધારે ગરમી હોતી નથી. શિયાળામાં અહીં અતિશય ઠંડી પડે છે. ઠંડીનું પ્રમાણુ પ૦ ડીગ્રી જેટલું ઓછું થાય એટલે ગૂજરાતમાં તે હીમ પડવું શરૂ થાય, ખેતરોના ઊભા છોડ ઠંડીથી બળી જાય, પરંતુ એકટેબર મહિનો પૂરો થાય અને નવેમ્બરની શરૂઆત થાય ત્યાં દાર્જિલિંગમાં ઠંડી પડવા માંડે. શિયાળે For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા-૮ અધવારતાં તો થર્મોમીટરનો પારો છેક ૩૫ ડિગ્રીએ આવી રહે. આખા વરસની સરાસરી ગરમી કાઢીએ તો લગભગ પ૬ ડીગ્રી સુધીની થાય. મુસાફરોને માટે શિયાળે દાર્જિલિંગ જવા આમ નકામે છે. ચોમાસું પણ નકામું. ચોમાસામાં આકાશ વાદળોથી ઘેરાયેલું રહે, ધુમ્મસ પણ ખૂબ પડે, એટલે દાર્જિલિંગમાંથી લેવાતાં હિમાલયની હિમાચ્છાદિત ગિરિમાળાઓનાં અભુત દશ્યો પ્રેક્ષકોને ન દેખાય. વરસાદ પણ એટલો જ. ગુજરાતમાં વરસાદની સરાસરી ૩૦થી ૩૫ ઈંચ સુધીની આવે ત્યારે અહીં ૧૨૦ ઈંચ જેટલો વરસાદ પડે છે. વરસે ત્યારે એ ધોધમાર વરસે છે. છતાં પાણી કયાં વહી ગયું તે જણાતું નથી. ટેકરીઓના ઢળાવ પરથી વરસાદના એ પાણીને ખીણોમાં સરી પડતાં વાર લાગતી નથી. પાણી ભરાઈન રહે એટલે આજુબાજુના પ્રદેશમાં આવાં ગીચ જંગલો હોવા છતાં દાર્જિલિંગમાં મચ્છરોને ઝાઝે ઉપદ્રવ નથી. ઉનાળામાં હવા ખુશનુમા રહે છે. એટલે જ ઉનાળે. દાર્જિલિંગઆવનારાઓને ઘણો અનુકૂળ થઈ પડે છે. હોટેલો અને રસ્તાઓ ગિરિનગરો પર પાશ્ચાત્ય સંસ્કૃતિની છાપ છે, For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ગિરિનગર દાર્જિલિંગ એટલે આવાં સ્થળોમાં ઘર્મશાળાકે મુસાફરખાનાંઓને બદલે પશ્ચિમની ઢબે ચાલતી હોટેલો વિશેષ હોય છે. માઉન્ટ એવરેસ્ટ, પાર્ક, ગ્રાન્ડ અને સેન્ટલ, હિંદભરમાં પંકાયેલી દાર્જિલિંગની હોટેલો છે. ઊતરવા માટે આ હોટેલમાં સુંદર સગવડતા હોય છે, પરંતુ સામાન્ય માણસને આ હોટેલોને ખર્ચ ન પોષાય એટલે એમણે તો જુદી જ વ્યવસ્થા કરવી રહી. ગિરિનગરમાં મુસાફરો હવાફેર માટે આવે છે, તંદુરસ્તી માટે આવે છે, સૃષ્ટિસૌન્દર્યમાં વિહાર કરવા આવે છે, થોડાક દિવસના એશઆરામ માટે પણ આવે; આ સર્વ માટે દાર્જિલિંગ આદર્શ સ્થળ છે. સઘળી જાતની અનુકૂળતાએ અહીંયાં મળી રહે છે. રખડવા માટે માઈલ સુધી અહીં લાંબા રસ્તાઓ છે. આખો દિવસ એ રસ્તાઓ પર છાંયડે રહે છે, હવા પણ ઠંડી, એટલે ગમે તેટલું ચાલીએ પણ થાક જણાય જ નહિ. અને થાક લાગે તો વાહનો પણ મળી રહે. રિક્ષામાં અને ઘોડાઓ પર કેટલાય મુસાફરો અહી ફરતા જણાય છે. પગે ચાલનારાએને તેટો નહિ. એમને માટે મોટા રસ્તાઓને જેડતી પગદંડી અને નાના રસ્તાઓ પણ ખરા. પગે For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વિદ્યાથી વાચનમાળા-૮ રખડનારાઓની સંશોધનવૃત્તિને આ રસ્તાઓ ઉત્તજે છે. દાર્જિલિંગ એક વિશાળ ટેકરી પર વસ્યું છે. એ ટેકરી ઉત્તરમાંથી દક્ષિણ તરફ જાય છે. એટલે શહેરની ઉત્તર-દક્ષિણ લંબાઈ ઘણી છે. જ્યારે પૂર્વ પશ્ચિમ પહોળાઈઓછી છે. આ ટેકરી પર દાર્જિલિંગના સઘળા રસ્તાઓ આવેલા છે. એ રસ્તાઓ એકબીજાથી લગભગ સમાંતર ઉત્તરથી દક્ષિણમાં જતા જણાય છે. દાર્જિલિંગને સૌથી મોટે રસ્તો તે કાટ રેડ. એ છેક પશ્ચિમમાં છે અને માઈલો સુધી રેલ્વેની સાથોસાથ ચાલ્યો જાય છે. એ જ રસ્તો દૂર ઉત્તરમાં જઈ લેબાંગ કાર્ટ રેડ નામ ધારણ કરે છે અને પર્વમાં વળે છે. ત્યાંથી એ છેક રેસ કોસ સુધી જાય છે. જ્યારે ઘોડાની શરતો થવાની હોય છે ત્યારે આ રેસકોર્સ માણસેથી ઉભરાય છે. ઉત્તરને છેડે આ રેસકોર્સ છે, જ્યારે શહેરને દક્ષિણ છેડે જેર બંગલો છે. રેસ કેસ આગળથી રંગીત રોડ નીકળે છે, જ્યારે જે બંગલા આગળથી કાટ રેડમાંથી કલકત્તા રેડ ફંટાય છે. રગીત રેડ અને કલકત્તા રોડ એ દાર્જિન For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ગિરિનગર દાર્જિલિંગ ૧૩ લિંગના છેક પર્વના ધોરી રસ્તાઓ છે. એ બને રસ્તાઓ ચરસ્તામાં મળે છે. ચૌરસ્તા આ શહેરનું મોકાનું સ્થાન છે. અહીં ઘણું રસ્તાઓ મળે છે. ચરતાની આજુબાજુ વિશાળ દુકાને આવી રહેલી છે. જલપહાર રોડ, કોમર્સીઅલ રોડ અને એકલેન્ડ રોડ અહીંયાંથી ફંટાઈ દક્ષિણ તરફ જાય છે. જ્યારે ઈસ્ટ મોલ રોડ અને વેસ્ટ મેલ રેડ, ઉત્તર તરફ જાય છે. આ બન્ને રસ્તાઓ ભેગા મળી ગવમેન્ટ હાઉસ તરફ જવાને રસ્તો બને છે. એ રસ્તો તે વેસ્ટ બર્ચ હીલ રોડ. આ જ રસ્તા પર્વમાં વળે છે ત્યારે ઈસ્ટ બર્ચ હીલ રોડ નામ ધારણ કરે છે. છેવટે એ પેલા રંગીત રેડને મળી જાય છે. આ રસ્તાઓ દાર્જિલિંગને વીંટળાઈ વળે છે. આમાંના કેટલાક ઉપર મોટર બસ અને મોટર ગાડીઓની સગવડ હોય છે. છાંયડાને લીધે એ મજાનાં લાગે છે. જોવા જેવાં સ્થળો આ રસ્તાઓ પર એકાદ પખવાડિયું રખડનારને ધુમ સ્ટેશન, જલપહાર, ટાઉનહોલ, ટાઈગર હીલ, લેબાંગ, ભૂલભૂલાણી–મ્યુઝીઅમ, ગવમેન્ટ હાઉસ, માઉન્ટ એવરેસ્ટ હોટેલ, એડન સેનીટેરી For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિદ્યાથી વાચનમાળા–૮ અમ, ખઝરવેટરી હીલ, મેાટાનીક ગાર્ડન્સ, ખઝાર, ભૂતિયા બસ્તી, ચિલડ્રન્સ પ્લેઝન્સ, પાવર હાઉસ, વેાટર વકસ વગેરે નામેા કંઠસ્થ થઈ જાય છે. રમતગમતના સ્થળેા ઉપરાંત દાર્જિલિંગનાં આ રમ્ય સ્થાને છે. અહીંયાં મુસાફરોને ઘણુ જોવાનું અને જાણવાનું મળી રહે છે. આખઝર્વેટરી હીલ દાર્જિલિંગમાં ઘણીય ઊંચી ટેકરીઓ હશે, તેમાંની આ એક છે. સવાર-સાંજ આ ટેકરી પર માણસાની મેદની જામે છે. આવનારા સધળા પ્રેક્ષકાનું ચિત્ત દૂરથી દેખાતાંહિમાચ્છાદિત હિમગિરિનાં શિખરા પર ચોંટેલું હાય છે. હિમાલયનાં શિખરોનાં સુંદર દશ્યા અહીંથી જોવાનુ` મળે છે. જયારે આકાશમાં વાદળાં ન હેાય અને સ ઊગતા હાય કે આથમતા હોય અને એ સૂર્યનાં બાલિકરણેા સામેના પતાનાં ઊંચાં શૃંગા પર પડતાં હોય અને શિખરા પરના બરફથી ભાતભાતના રંગ ઊઠતા હાય એ વખતનું દૃશ્ય અદ્ભુત બની રહે છે. એ પ્રદેશમાં પણ ઉષાના આવા રંગા જેવાના મળે છે. તેમાં વળી પૂર્ણિમા હેાય, પશ્ચિમમાં સૂર્ય આથમતા હાય, અને પૂર્વમાં ચંદ્ર ઊગતા હોય, ત્યારે For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ગિરિનગર દાર્જિલિંગ ૧૫ અહીંની શોભા ઘણી વધી જાય છે. આ દશ્યને આલેખવા રંગ કે શબ્દો શક્તિશાળી નથી. હિમાલયનાં કેટકેટલાંય શિખરે ૧૬૦૦૦ ફીટથી ઊંચા છે. આ સઘળાં શિખરો પર બરફ હમેશાં જામેલો હોય છે, કારણ કે ૧૬૦૦૦ ફીટની ઊંચાઈએ હિમાલયમાં હિમરેખા આવી રહી છે. આવાં ઘણું શિખરો આ ટેકરી ઉપરથી જણાય છે. આ સર્વ શિખરોમાં કાંચનગંગાનું શિખર એની ઊંચાઈથી, એની પરના બરફમાં ઊઠતા ભૂરા રંગના એના ખડકોથી જેનારને સ્પષ્ટ જણાઈ આવે છે. કાંચનગંગાની દિશામાં દષ્ટિ નાખો અને નીચેથી જુઓ તે, નીચે આસપાસના જંગલોમાં વિશાળ વૃક્ષે જણાશે અને એનું ઊંચું હિમમય શિખર જણાશે. એ જોતાં સહેજ મનુષ્યને કુદરતની સુંદરતા અને વિશાળતાને સાક્ષાત્કાર થશે, પૃથ્વી ઉપર જે કઈ સુંદરમાં સુંદર સ્થળ હશે તો તે આ જ છે, એમ એ જરૂર માની લેશે. આ ટેકરી પર એક મઠ હતો, એનું નામ ડાર્જ-લિંગ હતું. ડોન અર્થ તિબેટી ભાષામાં મેઘધનુષ્ય અને લિંગને અર્થ સ્થાન થાય છે. આખા શબ્દને અર્થ મેઘધનુષ્યનું સ્થળ થાય. મેઘધનુષ્ય For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિદ્યાથી વાચનમાળા–૮ ના રૂપેરી રંગા અહીંથી જોવાના મળે એટલે કદાચ એ મઠનું આ નામ રાખ્યુ હોય. દાર્જિલિંગ નામ આ ગિરિનગરનુ શાથી પડયું એ માટે કેટલાક મતા છે, પરંતુ ઘણાંઓનુ માનવું છે કે આ મઠના નામ પરથી શહેરનું નામ દાર્જિલિંગ પડ્યું. ૧૯મી સદીના પ્રથમ વરસેામાં નેપાળના ગુરખાઆએ જ્યારે દાર્જિલિંગ પર સ્વારી કરી ત્યારે આ મઠના નાશ કર્યાં. છતાં હજુ એ એની પુરાણી પવિત્રતા જાળવી રહ્યો છે અને પર્વને દિવસે આજુબાજુના પ્રદેશના સે’કડા માતૃધર્મીએ અહીં દર્શનાથે આવે છે. આ જ માની પાસે એક ગુફાનું દ્વાર છે. એ ગુફા અહીંથી તે ઠેઠ લ્હાસા સુધી જાય છે એમ અહીંના ભૂતીઆએ કે લેપચાએ માને છે. આપણા ગૂજરાતમાં ગૈાધર્મીઓના મઠ ન મળે, એટલે આ મઠમાં થતી કેટલીક ધાર્મિક ક્રિયા જોવામાં આપણને મજા પડે છે. જ્યારે કાઈ ભાવિક ભક્ત મઠમાં આવે ત્યારે ધર્મગુરુ લામા ઘંટ વગાડે છે અને મંત્ર ભણે છે. મંત્ર ભણી રહે એટલે રકાબીમાં ફૂલ મૂકી એક વાસણમાંથી એમાં દૂધ રેડે છે, પછીથી પેલા ભક્તના જમણા અને ડાખા ખભા પર ચંદનના લેપ કરવામાં આવે છે અને દૂધ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શિરિનગર દાર્જિલિંગ નું આચમન કરાવવામાં આવે છે. એ દુધ ભક્તના શરીર પર લામા છાંટે છે. ત્યારબાદ એ લામા થોડુંક રંગીન ઊન લે છે, યજ્ઞની વેદીની સામે ધરે છે અને મંત્ર ભણે છે, એ મંત્રેલું ઊન ભક્ત સાથે લઈ જાય છે અને જાળવી રાખે છે. જતાં પહેલાં દેવળની સાતવાર પ્રદક્ષિણા કરે છે અને લામાને દાન આપે છે. ૧૭ યજ્ઞની વેદી પાસે પરધમીએ જઈ ન શકે એટલે આ સઘળી ક્રિયા મહારથી જ સેવાની હાય છે. એ વેદીની આજુબાજુ વાંસ બાંધેલા હોય છે. એ વાંસ પર વાવટાએ ફરકે છે. બારીકાઈથી જોશે તેા વાવટા પર પ્રાર્થનાએ લખેલી માલમ પડશે. આ લેાકેા માને છે કે પવનથી વાવટા હાલે એટલે પ્રાર્થના કરી કહેવાય. જેટલી વખત એ વાવટા ફરકે તેટલી વખત પ્રાથનાએ થાય. પ્રાર્થના કરવાની કેવી વિચિત્ર પ્રથા ! મધમી આના આવા જ એક મઠ લેખાંગ પાસેના ભૃતીઆ બસ્તીમાં છે. ભતીઆ ખરતી એ આ પ્રદેશના લેપચા; ભતીઆ અને લિંબુ લેાકેાનું નાનું ગામડું છે. આ ગામડું દરેક પ્રેક્ષકે બેવા જેવું છે, એ જોતાં આ લેાકેાના ઘણા રીતરિવાજે તથા રહેણીકરણીની આપણને જાણ થાય છે. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાથી વાચનમાળા.... ચિલ્ડન્સ પ્લેઝન્સ ચિલ્ડ્રન્સ પ્લેઝન્સ, એ બાળકો માટેનું કીડાંગણ છે. ઐબઝર્વેટરી હીલની પાસે જ એ આવેલું છે અને અઢી એકર જેટલો એને વિસ્તાર છે. સુંદર ફુલના ક્યારાઓ અને નાના નાના ઝાડનાં ઝુંડ એ એની વિશેષતા છે. બાળકોને રમવા–ખેલવા અહીં ઘણી સગવડતા છે. એ નિર્દોષ બાળકોને ખેલતાં જોઈ સર્વેને પોતાનું બાળપણ યાદ આવે છે. બેન્ડના દિવસે અહીં માણસેની મેદની જામે છે. ટાઉન હોલ ગાંમડાંઓની મંદિરની ધર્મશાળાઓને સ્થાન શહેરોમાં ટાઉન હોલે લીધું છે. સભાઓ ભરવી, મેળાવડાઓ કરવા, નાચગાનના જલસા કરવા દાર્જિલિંગમાં પણ ટાઉન હોલ છે. –રસ્તામાંથી સ્ટેશને જતાં એ માર્ગમાં આવે છે. એની સુંદર ગોથીક રચનાથી આસપાસનાં સઘળાં મકાનોમાંથી એ તરી આવે છે. બિહારના મહારાજાએ. પોતાના પિતાના સ્મરણાર્થે એ બંધાવ્યો છે. બજાર ખરું દાર્જિલિંગ તો અહીંના બજારમાં જોવા For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ગિરિનગર દાર્જિલિંગ ૧૯ મળે છે. રવિવારે એ બજાર ભરાય છે. કારણ એ દિવસ રજાનો વાર રહ્યો. આખા જિલ્લાની પચરંગી વસ્તી આ બજારમાં ભેગી થાય છે. અહીંયાં તિબેટમાંથી તિબેટીઓ આવે, આસપાસના ભૂતીઆ અને લેપચાઓ આવે, બંગાળીઓ અને મારવાડીઓ પણ હોય. સિો પોતપોતાની વસ્તુઓ જમીન પર પાથરી બેસે અને ઘરાકોને મેટેથી બુમ પાડી બોલાવે. અવાજ એટલો બધો ઊઠે કે કાન પડયું પણ સંભળાય નહિ. આ બજારની આજુબાજુ દેશી દુકાનોની હાર છે અને હારમાં એક સુંદર ઘુમ્મટવાળું હિંદુઓનું દહેરું છે. મેટા મોટા બજારોમાં પણ ન મળે એવી પચરંગી ચીજો અહીં વેચાય છે. અહીંયાં આવે તિબેટથી તાંબા-પિત્તળનાં વાસણ, હિંદી, ચીનાઈ અને જાપાની ચાંદીની કારીગરીના નમુનાઓ, લોઢાને સરસામાન પણ એટલો જ. એક બાજુ શાલ, ઊનના ધાબળા, વ્યાઘ્રચર્મો, દવાદારૂ અને ગાંધીવસાણાની ચીજોના ઢગલા પણ ખડકાયેલા જ હોય. પરંતુ એ સર્વમાં પેલા બાદ્ધ દેવાલયોમાં જોવામાં આવતાં પ્રાર્થના For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાથી વાચનમાળા-૮ ચક્રો મુસાફરોનું ધ્યાન ખેંચે છે. બજારમાં ગાતાં ગાતાં જતાં આવતાં આ પહાડી લકનાં ટોળાંઓનું દશ્ય મુસાફરો જરૂર ભૂલી ન શકે. લોકે આ પ્રદેશના લોકો હિંદીઓથી જુદા પડે છે. હિંદીવાન આ જાતિના છે. જ્યારે આ લોકો મેંગેલીઅન જાતિને મળતા છે. એમના ચહેરા ચપટા, આંખે ત્રાંસી અને નાક સીદીઓની માફક ચીબાં હોય છે. પહાડી ભૂમિમાં વસવા છતાં પઠાણે જેટલા ઊંચા જબરા નથી. ઊલટું ઠીંગણા છે, છતાં બળવાન તો ખરા જ. એમની મુખ્ય બે જાતિઓ છે. ભૂતિયા અને લેપચા. નેપાલી અને તિબેટી પણ અહીંયાં ઘણુ મળી આવે. દાર્જિલિંગમાં રખડતા હો અને જે કોઈ ટાળામાં કાળી મેંશથી રંગેલા કાળા મોઢાવાળી બાઈ જુઓ તો સમજજો કે તિબેટીઆઓનું ટોળું છે. દુનિયાના સર્વ દેશોની સ્ત્રીઓ ગોરી દેખાવા પક–પાઉડર કરે છે ત્યારે આ બાઈઓ મે મેશ ચાપડી બજારે ચાટે ફરે છે. એ સ્ત્રીઓને ઘરને અને બહારને સઘળો ધંધો કરી રહ્યો, એટલે પિતાની સુંદરતા છુપાવવા આમ મેઢે મેશ ચેપ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ગિરિનગર દાર્જિલિંગ ડતી હશે. આ તિબેટીઓ ચાના બહુ ઈશ્કી હોય છે. એમની ચા આપણી ચા કરતાં જુદી. આપણી ચા છૂટી હોય છે ત્યારે એમની ચાના ચોસલાં કરેલાં હોય છે. ચા બનાવતી વખતે ચોસલું કાપી તેને ખાંડી લોટ કરી નાખે. કીટલીમાં પાણી સાથે આ લોટ નાખે અને લાલ લાલ પાણી થાય ત્યાં સુધી ઉકાળે. પછીથી દૂધ સાથે માખણ પણ નાખે. માખવાળી ચા કેમ પીવાય? છતાં તેઓને તે આ ચા મળી એટલે જાણે બધું મળ્યું. એમના પહેરવેશમાં લબે ઝબ્બે અને કમરપટ્ટો ખાસ જણાઈ આવે છે. ઘરેણાંઓના એ શોખીન હોય છે. સ્ત્રીઓની માફક પુરુષો પણ કાને એરીગ પહેરે છે. ગળાના શણગાર પણ ભાતભાતના. રખડપટ્ટી એમના જીવન સાથે જડેલી છે. હિમાલયના બરફમાં રખડતાં રખડતાં કેટલાય થીજી મરણશરણ થાય છે. એમની પાસે જઈને જુઓ તે એ ગંદા લાગશે, કેમકે સ્નાન જેવી વસ્તુનું એમના જીવનમાં સ્થાન નથી. દાર્જિલિંગમાં નોકરની જરૂર લાગે તો બધા મુસાફરો ભૂતાની ભતિઆઓને પસંદ કરે છે, કારણ એમને સઘળું આવડે. વાસણ ઉટકે, પાણી ભરે, પટ્ટીએમ ખેડતા જુઓ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વિદ્યાર્થી વાચનમાળા-૮ લાકડાં ફાડે અને મજૂરની માફક ભાર પણ ઉપાડે. દારૂની એમને ઘણું લત લાગેલી હોય છે. ઘણય યુરોપિયન મુસાફરોએ પોતાના બાટલા ખાલી થઈ ગયેલા જોયા હશે. આ ભૂતિઆઓની ત્રણ જાતિ છે. તિબેટી ભૂતિઓ, સિકીમના ભતિઆ અને ભૂતાની ભૂતિઆ. પરંતુ એ સઘળા મેંગોલીઅનેને મળતા. ભૂતિઓ સ્ત્રીઓ ઘણી મહેનત હોય છે. કાંતણ અને વણાટ એમને હસ્તગત છે. એમના જેટલી સહેલાઈથી એમના જેટલું ઊનનું કાપડ ભાગ્યે જ બનાવી શકાય. પાણીનું કરી બરફ થઈ જાય એવા ઠંડા પ્રદેશમાં ઊનનું જાડું કાપડ વણતાં તો આવડવું જોઈએને? આ પ્રદેશના પહાડી લોકે માથે વાળના ચોટલા ગૂંથે છે પરંતુ ઘણીય ભૂતિઆ સ્ત્રીઓ વાળ છૂટા રાખે છે. પવનથી ઊડતા છૂટા વાળવાળી ઊન કાંતતી કાંતતી ચાલતી ભતીઆ બાઈએ દાર્જિલિંગના બજારમાં કંઈ જુદી છાપ પાડે છે. હવે રહ્યા લેપચા લેકો. દાર્જિલિંગના ઘટાવાળા રસ્તાઓને એક ખૂણે બેસી જાગાર ખેલતા માણસનું ટોળું જુઓ તે જાણજો કે એ લેપડ્યા છે. જુગારને ચડસ એ લેકેને ઘણે છે. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ગિરિનગર દાર્જિલિંગ ૨૭ એ લતમાંથી એમને ભાગ્યે જ બચાવી શકાય. લહેરી લાલા પણ એટલા જ. આજનું ખાવાનું મળે એટલે કાલની પરવા ન રાખે. આવા માણસેને કામે કેમ લગાડી શકાય? કાલે કામે આવશે એ ભરોસે તો એમના પર ભાગ્યે જ કોઈ રાખે. - તેઓ માને છે, કે સૃષ્ટિના જલપ્રલયમાંથી એક સ્ત્રી-પુરુષનું જોડું બચી ગયું. તે દાર્જિલિંગના ટેન્ડાંગ પર્વત પર આવી વસ્યું. આ જોડાની પ્રજા તે લેપચાઓ. એમને જુદી ભાષા છે. એમની ભાષામાં સાહિત્ય છે, પણ એમના એ સાહિત્યમાં એમના ઈતિહાસને આંકડોય નથી. ટિબેટીઅનેએ એમના પ્રદેશ પર આક્રમણ કર્યું. લેપચાઓ હાર્યા એટલે એમની તિબેટી ભાષાનો સ્વીકાર કરવો પડ્યો અને તિબેટીઅનની માફક સ્ત્રી-પુરુષોને માથે ચેટલા રાખવાની ફરજ પડી. આ તે એમની લોકવાયકામાંથી મળેલ ઇતિહાસ છે. પરંતુ એમના રંગ, રૂપ અને ભાષાના અભ્યાસીઓને તે જરૂર લાગે કે લેપચા તિબેટના રહેવાસીઓ હશે અને બૈદ્ધ ધર્મનો પ્રચાર તિબેટમાં થયો તે પહેલાં તેઓએ દેશ છેડી સિકીમની પહાડી ભૂમિમાં વાસ કર્યો હશે. પરંતુ એમને પચાતિમાં થયો છે) For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વિદ્યાથી વાચનમાળા-૮ આ લેપચાઓ પણ ઠીંગણું છે. નાના હાથ, નાના પગ, અને લગભગ મૂછ વગરને ચહેરો એટલે પુરુષો પણ સ્ત્રીઓ જેવા લાગે. તેઓને માથે કાળા મેશ જેવા વાળ હોય છે. સ્ત્રીઓ એ વાળને બે ચોટલે અને પુરુષે એક ચોટલે ગૂંથે છે. જંગલના રહીશે રહ્યા એટલે જંગલનાં પશુપક્ષીઓનું એ સાચું જ્ઞાન ધરાવે છે. એમની એક જુદી જાત તે લિંબુ લેપચાની છે. આમ બને જાતિઓ સરખી લાગે, પરંતુ બારીક અવલોકન કરતાં જણાશે કે લિંબુ અન્ય લેપચાઓ કરતાં શરીરે વધારે પીળા અને પાતળા છે. એમની આંખે પણ વધારે નાની અને તિરછી હોય છે. ઘરેણાં પહેરવાં અથવા કેાઈ પણ જાતના શણગાર સજવા એ આ લેક સ્ત્રીઓનું કામ સમજે છે. એમનો પહેરવેશ તદ્દન સાદો છે. એમની સ્ત્રીઓની માન્યતા પણ એવી એટલે ભૂતિયા કે તિબેટીયન બાઈઓ માફક એમને ઘરેણાંનું ગાંડપણ નથી. - આ પહાડી પ્રજાએ ખીણોના ખેતરોમાં ખેતી કરે છે, જંગલોમાં લાકડાં કાપે છે અથવા પર્વતના ઢાળ પર આવેલા ચાના બાગોમાં નોકરી કરે છે. ચાના ભાગે દાર્જિલિંગની આજુબાજુના ડુંગરાઓના For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ગિરિનગર દાર્જિલિંગ ઢોળાવ પર અસંખ્ય ચાના બાગો છે. ઈ. સ. ૧૮૫૬-૫૭થી એ બાગોની શરૂઆત થઈ. આજે સેંકડે મજૂરોને એ બાગો રોજી આપી રહ્યા છે. પરંતુ એ સર્વેની માલિકી યુરોપિયનોના હાથમાં છે. તેમાંથી એ પુષ્કળ કમાણી કરે છે. ટાઈગર હીલ હિમાલયનાં સર્વ શિખરેમાં ઊંચામાં ઊંચું શિખર તે માઉન્ટ એવરેસ્ટ છે. ર૯૦૦૨ ફીટની એની ઊંચાઈ છે. એની ટોચ પર ચઢવાના સઘળા પ્રયત્ન અત્યાર સુધી નિષ્ફળ નીવડ્યા છે. આ અજેય શિખરને જોવાનું મન કોને ન થાય? દાર્જિલિંગથી સાતેક માઈલ દૂર આવેલ ટાઈગર હીલ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે. એ ટેકરી પર જવાને જંગલને રસ્તો પણ ઘણો સુંદર છે. તેમાં જ્યારે જંગલનાં ફુલ ખીલી રહ્યાં હોય છે ત્યારે એ ઘણો શોભી ઊઠે છે. કાંચનજંઘાની માફક માઉન્ટ એવરેસ્ટ પણ સર્યાસ્ત અને સુર્યોદય વખતે સૂર્યનાં રંગબેરંગી કિરણોથી મનહર લાગે છે. દાર્જિલિંગને દરેક મુસાફર આ દશ્યનાં મુક્તકંઠે વખાણ કરે છે. સંગ્રહરથાન દાર્જિલિંગનું સંગ્રહસ્થાન સરસ છે. આ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાથી વાચનમાળા-૮ પ્રદેશનાં ભાતભાતનાં પક્ષીઓ તથા રંગબેરંગી પતંગિયાં અહીં જોવા મળે છે. એ જ પ્રમાણે અહીંના બટેનીક ગાર્ડનમાં હિમાલયના પ્રદેશમાં થતી જુદી જુદી જાતની વનસ્પતિને સંગ્રહ છે. આ સિવાય દાર્જિલિંગથી દૂર દૂરના પ્રવાસે પણ ગાઠવી શકાય છે. આ પ્રવાસમાં રંગીન નદી, પરના ઝુલતા પુલને પ્રવાસ, કલીમ્પોન્ગ, સંચાલ અને રંગેરૂનનો સમાવેશ થઈ શકે. કુદરતી સૈન્વય અને રખડપટ્ટીની દષ્ટિએ એ ઘણા મજાના થઈ પડે છે. આમ દાર્જિલિંગમાં માઇલો સુધી રખડવા છાંયડાવાળા વિશાળ રસ્તાઓ છે, રમત ગમતનાં ઘણુય સાધને છે. એની હવા ખુશનુમા અને તાજગીભરી છે. અહીંયાંથી હિમાલયનાં અવરેસ્ટ અને કાંચનજંઘાનાં સુંદર દ જેવાનાં મળે છે. અને છૂટે હાથે વેરેલા કુદરતી સૌન્દર્યનાં પણ અહીં જ દર્શન થાય છે. આથી ખરેખર દાર્જિલિંગનાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. પ્રકાશક : શંભુલાલ જગશીભાઈ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીરરતે અમદાવાદ. મુદ્રક ચતુરભાઈ શનાભાઈ પટેલ શ્રી મહેન્દ્ર મુદ્રણાલય, મામાની હવેલી શાકબજાર–અમદાવાદ, For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ સાહસના સાદે અને થનગનતા પ્રાણે કુમાર જીવનનાં પરાક્રમની સુંદર કથા જવાંમર્દ લેખકઃ જયભિખ્ખ રીંછની સાથે લડાઈ, ડાકુઓને મેળાપ, બહારવટિયા બુદ્ધાસીંગ અને બડે સાહેબ યંગને સાથઃ સાહસોથી એક એક પૃષ્ઠ ભરેલું છે. કીમત ૧ રૂપિ એજ વાર્તાને બીજો ભાગ એક કદમ આગે [જવાંમર્દ ભા. ૨ જે] સાહસિક્તાને નાદ એ જુવાનને દેશદ્વારની પ્રવૃત્તિ તરફ લઈ જાય છે. કથાને નાયક ક્રાંતિકાર ટેળીમાં ભળી કેવાં પ્રયત્ન કરે છે, નાગ–ત્રિપુટીના પંજામાં કેવી રીતે પડે છે, ગ્રામ્યજીવનમાં કેવી રીતે દર્શન કરે છે એને સુંદર ચિતારઃ કી. ૧ રૂપિય. લખેઃ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધીસ્તે અમદાવાદ, For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ બાલ ને કુમાર સાહિત્ય માટે અમારી ત્રણ ગ્રંથમાળાઓ વિદ્યાથી વાચનમાળા ગુજરાતના મશહૂર લેખકોને હાથે લખાયેલી, ભારતવર્ષના મહાન પુરુષોની જીવનકથાઓઃ મહાન નગરોના સુંદર પરિચયઃ પુસ્તકો : ૨૦૦ -- -- ગુર્જર બાલગ્રંથાવલિ બાળકોનું પ્રાણજીવન, ભૌગોલિક, ઐતિહાસિક તેમજ બીજું જ્ઞાન વધે તે ઈરાદાથી સુંદર ચિત્રો સાથે વાર્તાના ઢબથી જાયેલી ગ્રંથાવલિ. કુમાર ગ્રંથમાળા કુમારને જ્ઞાન સાથે ભસ્મત–સળે, તે પ્રકારની સુંદર ગ્રંથરૂપાવવા ગૂર્જર ગ્રંથ માંધાર્યાલય, For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ તેની - - ચોથી શ્રેણી ૮૭ ગુરુ ગોવિંદસિંહ ૧૧૨ સ્વ. હાજી મહમ્મદ ૮૮ રણજિતસિહ | ૧૧ વીર વધાભા ૬૧ શ્રી ગજાનન ૮૯ લક્ષ્મીબાઈ ! ૧૧૪ સદર્યધામકાશ્મીર ૬૨ શ્રી કાતિયા ૯૦ શ્રી કેશવચંદ્રસેન | ૧૧૫ નૈનિતાલ - ૬૩ ચંદ્રહાસ ૬૪ ભક્ત સુધન્વા ૧૧૬ ગિરનાર ! હ૧ શ્રી ઈશ્વરચંદ્ર ૧૧૭ દ્વારકા ૬૫ શ્રીહર્ષ વિદ્યાસાગર | ૧૧૮ પાટનગર દિલ્હી - ૬૬ રસકવિ જગજાય હર મહાદેવ ગાવિંદ ! ૧૧૯ મહેસુરા ૧ ૬૭ ભક્ત નામદેવ રાનડે { ૧૨૦ તાજમહાલ: ૬૮ શ્રી હેમચંદ્રાચાર્ય ૯૩ દાદાભાઈ નવરોજી સાતમી શ્રેણી ૯૪ શ્રી ગોપાલકૃષ્ણ ૬૯ છત્રપતિ શિવાજી ગોખલે '૭૦ સમર્થ સ્વામી ૯૫ સ્વામી શ્રદ્ધાનંદજી | ૧૨૧ શ્રી ઋષભદેવ રામદાસ ૯૬ શ્રી ગોવર્ધનરામ / ૧૦૨ ગોરક્ષનાથ ૭૧ ચાંદબીબી કર ગુરુ નાનક ૯૭ શ્રી જવાહરલાલ | ૧૨૩ વીર કુણાલ ૧૭૩ મહાત્મા કબીર નેહરુ | ૧૨૪ અકબરશાહ ૭૪ ગૌરાંગ મહાપ્રભુ ૯૮ સુભાષચંદ્ર બોઝ ૧૨૫ મહામંત્રી મુંજાલ ૯૯ શ્રી સેનગુપ્તા ૭પ લાલા લજપતરાય | ૧૨૬ કવિ દયારામ ૧૦૦ તારામંડળ ૧૨૭ જયકૃષ્ણ ઈદ્રિજી ૭૬ શ્રી ચિત્તરંજનદાસ ૧૨૮ શ્રી સયાજીરાવ ૭૭ શ્રી ત્રિભુવનદાસ છઠ્ઠી શ્રેણી ગાયકવાડ ગજ્જર ૧૦૧ મહાદેવી સીતા | ૧૨૮ મહાવીરપ્રસાદ ૭૮ શ્રી સુરેન્દ્રનાથ ૧૨ નાગાર્જુન ત્રિવેદી | ૧૦૩ કર્યદેવી અને મેવા- | ૧૩૦ મહાકવિ નાનાલાલ ૭૯ શ્રી વિજયધર્મસૂરિ ડની વીરાંગનાઓ ૧૩૧ છે. રામમૂર્તિ If ૮૦ બાબુ રાજેન્દ્રપ્રસાદ ૧૦૪ વીર વનરાજ ૧૩૨ અબદુલગફાર ખાન પાંચમી શ્રેણી | ૧૦૫ હૈદરઅલી ! ૧૩૩ સોરઠી સંતે ૧૦૬ મહાકવિ પ્રેમાનંદ 1 ૧૩૪ નેપાલ ૧ પાર્વતી ૧૦૭ સર ટી. માધવરાવ ૧૩૫ મહાબળેશ્વર ૮૨ શ્રીશંકરાચાર્ય ૧૦૮ જામ રણજીત [ ૧૩૬ અમરનાથ ૮૩ શ્રીમદ્ વલ્લભાચાર્ય ૧૩૭ બદરી-કેદારનાથ ૮૪ શ્રી માધવાચાય ! ૧૦૮ ઝેડુભટ્ટજી ૧૩૮ લકત્તા થઈ [ ૧૧૦ શિપી કરમારકર ! ૧૩૯ પાટણ ૮૬ મહારાજા કુમારપાળા ૧૧૧ કવિ દલપતરામ | ૧૪૦ અનુપમ ઈશરા આ બેનરજી | - - - - For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ વિ ઘા થીં વાચન માળા [ પુસ્તિકાઓના સર્વ હક્ક પ્રકાશકને સ્વાધી ] છૂટક પુરિતાની કી 7-4-0 આઠમી શ્રેણી નવમી શ્રેણી દશમી શ્રેણી 3-0--0 3-9-0 141 ગુર, દત્તાત્ય | 166 શ્રી જ્ઞાનદેવ - 18 શ્રી રોકનાથ ૧૪ર ઉદયન-વસરાજ ૧૬ર શ્રી સિદ્ધસેનદિવાકર 1 82 હજરત મહુ e યુગુ 2 143 મહાત્મા આનંદધન 1 6 3 ઉપા. યશોવિજય } 16 4 વીર આલાજી 183 અશો જરથુસ્ત 144 વસ્તુ પાલ-તેજપાલ 165 નાના ફડનવીસ 184 અહલ્યાબાઈ 145 સા મ 1 ભટ્ટ 16 6 શ્રીદ્વિજેન્દ્રલાલરાય 185 ડો. અસારી. 146 કવિ નર્મદ 147 વીર સાવરકર 167 રાજારામમોહનરાય 18 6 શ્રી રમેશચંદ્રદત્ત 16 8 શ્રી અમૃતલાલઠક્કર | 187 વિજયાલ૯મી પંડિત 148 જમશેદજી તાતા 169 5. વિષ્ણુદિગબર 188 શ્રી કૃષ્ણમૂર્તિ 149 કવિ કલાપી 189 સંતકવિ પઢિયાર, 170 શ્રી રામાનંદચેટરજી 65 7 છે. સી. વી. રામન ! 19 ચિત્રકાર રવિવમાં 51 શાહેસાદાગરજમાલ. 171 ભગવાનલાલ ઇંદ્રજી 191 શ્રી શરઆબુ ઉપર શિલાંગ 172 શ્રી પ્રફુલચંદ્ર રાય ૧ર સારના 153 શ્રીમતી કસ્તુરબા 173 મો. અબુલ કલામ - બહારવટિયા e આઝાદ -193 મોતીભાઈ અમીન 154 દાર્જીલીંગ નીકાલો પાલાચારી 594 આખુ 155 ઉતાકામડા Serving JinShasan - 195 રાજય 156 જગન્નાથપુરી 196 ગામ/શ્વત્ર 157 કાશી . 197 અમદાવાદ 158 જયપુર 005863 - 198 લખનૌ gyanmandir@kobatirth.org ૧પ૯ છેહાબાદ, घण्टमाया 199 વડોદરા 16 કાવેરીના જળધોધ 180 અજ તા. 200 ગીરનાં જંગલો પ્રકાશક : શ’ભુલાલ જગશીભાઈ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા : અમદાવાદ, અદ્રક : ગાવિંદલાલ જ મશીભાઈ : શા ર દા મ દ ણા લ ય apoy For Personal & Private Use our