________________
ગિરિનગર દાર્જિલિંગ ઢોળાવ પર અસંખ્ય ચાના બાગો છે. ઈ. સ. ૧૮૫૬-૫૭થી એ બાગોની શરૂઆત થઈ. આજે સેંકડે મજૂરોને એ બાગો રોજી આપી રહ્યા છે. પરંતુ એ સર્વેની માલિકી યુરોપિયનોના હાથમાં છે. તેમાંથી એ પુષ્કળ કમાણી કરે છે. ટાઈગર હીલ
હિમાલયનાં સર્વ શિખરેમાં ઊંચામાં ઊંચું શિખર તે માઉન્ટ એવરેસ્ટ છે. ર૯૦૦૨ ફીટની એની ઊંચાઈ છે. એની ટોચ પર ચઢવાના સઘળા પ્રયત્ન અત્યાર સુધી નિષ્ફળ નીવડ્યા છે. આ અજેય શિખરને જોવાનું મન કોને ન થાય? દાર્જિલિંગથી સાતેક માઈલ દૂર આવેલ ટાઈગર હીલ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે. એ ટેકરી પર જવાને જંગલને રસ્તો પણ ઘણો સુંદર છે. તેમાં જ્યારે જંગલનાં ફુલ ખીલી રહ્યાં હોય છે ત્યારે એ ઘણો શોભી ઊઠે છે. કાંચનજંઘાની માફક માઉન્ટ એવરેસ્ટ પણ સર્યાસ્ત અને સુર્યોદય વખતે સૂર્યનાં રંગબેરંગી કિરણોથી મનહર લાગે છે. દાર્જિલિંગને દરેક મુસાફર આ દશ્યનાં મુક્તકંઠે વખાણ કરે છે. સંગ્રહરથાન
દાર્જિલિંગનું સંગ્રહસ્થાન સરસ છે. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org