________________
૧૬
વિદ્યાથી વાચનમાળા–૮
ના રૂપેરી રંગા અહીંથી જોવાના મળે એટલે કદાચ એ મઠનું આ નામ રાખ્યુ હોય. દાર્જિલિંગ નામ આ ગિરિનગરનુ શાથી પડયું એ માટે કેટલાક મતા છે, પરંતુ ઘણાંઓનુ માનવું છે કે આ મઠના નામ પરથી શહેરનું નામ દાર્જિલિંગ પડ્યું.
૧૯મી સદીના પ્રથમ વરસેામાં નેપાળના ગુરખાઆએ જ્યારે દાર્જિલિંગ પર સ્વારી કરી ત્યારે આ મઠના નાશ કર્યાં. છતાં હજુ એ એની પુરાણી પવિત્રતા જાળવી રહ્યો છે અને પર્વને દિવસે આજુબાજુના પ્રદેશના સે’કડા માતૃધર્મીએ અહીં દર્શનાથે આવે છે. આ જ માની પાસે એક ગુફાનું દ્વાર છે. એ ગુફા અહીંથી તે ઠેઠ લ્હાસા સુધી જાય છે એમ અહીંના ભૂતીઆએ કે લેપચાએ માને છે.
આપણા ગૂજરાતમાં ગૈાધર્મીઓના મઠ ન મળે, એટલે આ મઠમાં થતી કેટલીક ધાર્મિક ક્રિયા જોવામાં આપણને મજા પડે છે. જ્યારે કાઈ ભાવિક ભક્ત મઠમાં આવે ત્યારે ધર્મગુરુ લામા ઘંટ વગાડે છે અને મંત્ર ભણે છે. મંત્ર ભણી રહે એટલે રકાબીમાં ફૂલ મૂકી એક વાસણમાંથી એમાં દૂધ રેડે છે, પછીથી પેલા ભક્તના જમણા અને ડાખા ખભા પર ચંદનના લેપ કરવામાં આવે છે અને દૂધ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org