________________
ગિરિનગર દાર્જિલિંગ
૧૫
અહીંની શોભા ઘણી વધી જાય છે. આ દશ્યને આલેખવા રંગ કે શબ્દો શક્તિશાળી નથી.
હિમાલયનાં કેટકેટલાંય શિખરે ૧૬૦૦૦ ફીટથી ઊંચા છે. આ સઘળાં શિખરો પર બરફ હમેશાં જામેલો હોય છે, કારણ કે ૧૬૦૦૦ ફીટની ઊંચાઈએ હિમાલયમાં હિમરેખા આવી રહી છે. આવાં ઘણું શિખરો આ ટેકરી ઉપરથી જણાય છે. આ સર્વ શિખરોમાં કાંચનગંગાનું શિખર એની ઊંચાઈથી, એની પરના બરફમાં ઊઠતા ભૂરા રંગના એના ખડકોથી જેનારને સ્પષ્ટ જણાઈ આવે છે. કાંચનગંગાની દિશામાં દષ્ટિ નાખો અને નીચેથી જુઓ તે, નીચે આસપાસના જંગલોમાં વિશાળ વૃક્ષે જણાશે અને એનું ઊંચું હિમમય શિખર જણાશે. એ જોતાં સહેજ મનુષ્યને કુદરતની સુંદરતા અને વિશાળતાને સાક્ષાત્કાર થશે, પૃથ્વી ઉપર જે કઈ સુંદરમાં સુંદર સ્થળ હશે તો તે આ જ છે, એમ એ જરૂર માની લેશે.
આ ટેકરી પર એક મઠ હતો, એનું નામ ડાર્જ-લિંગ હતું. ડોન અર્થ તિબેટી ભાષામાં મેઘધનુષ્ય અને લિંગને અર્થ સ્થાન થાય છે. આખા શબ્દને અર્થ મેઘધનુષ્યનું સ્થળ થાય. મેઘધનુષ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org