________________
ગિરિનગર દાર્જિલિંગ
૨૭
એ લતમાંથી એમને ભાગ્યે જ બચાવી શકાય. લહેરી લાલા પણ એટલા જ. આજનું ખાવાનું મળે એટલે કાલની પરવા ન રાખે. આવા માણસેને કામે કેમ લગાડી શકાય? કાલે કામે આવશે એ ભરોસે તો એમના પર ભાગ્યે જ કોઈ રાખે.
- તેઓ માને છે, કે સૃષ્ટિના જલપ્રલયમાંથી એક સ્ત્રી-પુરુષનું જોડું બચી ગયું. તે દાર્જિલિંગના ટેન્ડાંગ પર્વત પર આવી વસ્યું. આ જોડાની પ્રજા તે લેપચાઓ. એમને જુદી ભાષા છે. એમની ભાષામાં સાહિત્ય છે, પણ એમના એ સાહિત્યમાં એમના ઈતિહાસને આંકડોય નથી. ટિબેટીઅનેએ એમના પ્રદેશ પર આક્રમણ કર્યું. લેપચાઓ હાર્યા એટલે એમની તિબેટી ભાષાનો સ્વીકાર કરવો પડ્યો અને તિબેટીઅનની માફક સ્ત્રી-પુરુષોને માથે ચેટલા રાખવાની ફરજ પડી. આ તે એમની લોકવાયકામાંથી મળેલ ઇતિહાસ છે. પરંતુ એમના રંગ, રૂપ અને ભાષાના અભ્યાસીઓને તે જરૂર લાગે કે લેપચા તિબેટના રહેવાસીઓ હશે અને બૈદ્ધ ધર્મનો પ્રચાર તિબેટમાં થયો તે પહેલાં તેઓએ દેશ છેડી સિકીમની પહાડી ભૂમિમાં વાસ કર્યો હશે.
પરંતુ એમને પચાતિમાં થયો છે)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org