________________
૨૨
વિદ્યાર્થી વાચનમાળા-૮
લાકડાં ફાડે અને મજૂરની માફક ભાર પણ ઉપાડે. દારૂની એમને ઘણું લત લાગેલી હોય છે. ઘણય યુરોપિયન મુસાફરોએ પોતાના બાટલા ખાલી થઈ ગયેલા જોયા હશે. આ ભૂતિઆઓની ત્રણ જાતિ છે. તિબેટી ભૂતિઓ, સિકીમના ભતિઆ અને ભૂતાની ભૂતિઆ. પરંતુ એ સઘળા મેંગોલીઅનેને મળતા. ભૂતિઓ સ્ત્રીઓ ઘણી મહેનત હોય છે. કાંતણ અને વણાટ એમને હસ્તગત છે. એમના જેટલી સહેલાઈથી એમના જેટલું ઊનનું કાપડ ભાગ્યે જ બનાવી શકાય. પાણીનું કરી બરફ થઈ જાય એવા ઠંડા પ્રદેશમાં ઊનનું જાડું કાપડ વણતાં તો આવડવું જોઈએને? આ પ્રદેશના પહાડી લોકે માથે વાળના ચોટલા ગૂંથે છે પરંતુ ઘણીય ભૂતિઆ સ્ત્રીઓ વાળ છૂટા રાખે છે. પવનથી ઊડતા છૂટા વાળવાળી ઊન કાંતતી કાંતતી ચાલતી ભતીઆ બાઈએ દાર્જિલિંગના બજારમાં કંઈ જુદી છાપ પાડે છે.
હવે રહ્યા લેપચા લેકો. દાર્જિલિંગના ઘટાવાળા રસ્તાઓને એક ખૂણે બેસી જાગાર ખેલતા માણસનું ટોળું જુઓ તે જાણજો કે એ લેપડ્યા છે. જુગારને ચડસ એ લેકેને ઘણે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org