________________
ગિરિનગર દાર્જિલિંગ
એટલે આવાં સ્થળોમાં ઘર્મશાળાકે મુસાફરખાનાંઓને બદલે પશ્ચિમની ઢબે ચાલતી હોટેલો વિશેષ હોય છે. માઉન્ટ એવરેસ્ટ, પાર્ક, ગ્રાન્ડ અને સેન્ટલ, હિંદભરમાં પંકાયેલી દાર્જિલિંગની હોટેલો છે. ઊતરવા માટે આ હોટેલમાં સુંદર સગવડતા હોય છે, પરંતુ સામાન્ય માણસને આ હોટેલોને ખર્ચ ન પોષાય એટલે એમણે તો જુદી જ વ્યવસ્થા કરવી રહી.
ગિરિનગરમાં મુસાફરો હવાફેર માટે આવે છે, તંદુરસ્તી માટે આવે છે, સૃષ્ટિસૌન્દર્યમાં વિહાર કરવા આવે છે, થોડાક દિવસના એશઆરામ માટે પણ આવે; આ સર્વ માટે દાર્જિલિંગ આદર્શ સ્થળ છે. સઘળી જાતની અનુકૂળતાએ અહીંયાં મળી રહે છે. રખડવા માટે માઈલ સુધી અહીં લાંબા રસ્તાઓ છે. આખો દિવસ એ રસ્તાઓ પર છાંયડે રહે છે, હવા પણ ઠંડી, એટલે ગમે તેટલું ચાલીએ પણ થાક જણાય જ નહિ. અને થાક લાગે તો વાહનો પણ મળી રહે. રિક્ષામાં અને ઘોડાઓ પર કેટલાય મુસાફરો અહી ફરતા જણાય છે. પગે ચાલનારાએને તેટો નહિ. એમને માટે મોટા રસ્તાઓને જેડતી પગદંડી અને નાના રસ્તાઓ પણ ખરા. પગે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org