________________
વિદ્યાર્થી વાચનમાળા-૮
અધવારતાં તો થર્મોમીટરનો પારો છેક ૩૫ ડિગ્રીએ આવી રહે. આખા વરસની સરાસરી ગરમી કાઢીએ તો લગભગ પ૬ ડીગ્રી સુધીની થાય. મુસાફરોને માટે શિયાળે દાર્જિલિંગ જવા આમ નકામે છે.
ચોમાસું પણ નકામું. ચોમાસામાં આકાશ વાદળોથી ઘેરાયેલું રહે, ધુમ્મસ પણ ખૂબ પડે, એટલે દાર્જિલિંગમાંથી લેવાતાં હિમાલયની હિમાચ્છાદિત ગિરિમાળાઓનાં અભુત દશ્યો પ્રેક્ષકોને ન દેખાય. વરસાદ પણ એટલો જ. ગુજરાતમાં વરસાદની સરાસરી ૩૦થી ૩૫ ઈંચ સુધીની આવે ત્યારે અહીં ૧૨૦ ઈંચ જેટલો વરસાદ પડે છે. વરસે ત્યારે એ ધોધમાર વરસે છે. છતાં પાણી કયાં વહી ગયું તે જણાતું નથી. ટેકરીઓના ઢળાવ પરથી વરસાદના એ પાણીને ખીણોમાં સરી પડતાં વાર લાગતી નથી. પાણી ભરાઈન રહે એટલે આજુબાજુના પ્રદેશમાં આવાં ગીચ જંગલો હોવા છતાં દાર્જિલિંગમાં મચ્છરોને ઝાઝે ઉપદ્રવ નથી. ઉનાળામાં હવા ખુશનુમા રહે છે. એટલે જ ઉનાળે. દાર્જિલિંગઆવનારાઓને ઘણો અનુકૂળ થઈ પડે છે. હોટેલો અને રસ્તાઓ ગિરિનગરો પર પાશ્ચાત્ય સંસ્કૃતિની છાપ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org