________________
ગિરિનગર દાર્જિલિંગ
૧૯
મળે છે. રવિવારે એ બજાર ભરાય છે. કારણ એ દિવસ રજાનો વાર રહ્યો. આખા જિલ્લાની પચરંગી વસ્તી આ બજારમાં ભેગી થાય છે. અહીંયાં તિબેટમાંથી તિબેટીઓ આવે, આસપાસના ભૂતીઆ અને લેપચાઓ આવે, બંગાળીઓ અને મારવાડીઓ પણ હોય. સિો પોતપોતાની વસ્તુઓ જમીન પર પાથરી બેસે અને ઘરાકોને મેટેથી બુમ પાડી બોલાવે. અવાજ એટલો બધો ઊઠે કે કાન પડયું પણ સંભળાય નહિ. આ બજારની આજુબાજુ દેશી દુકાનોની હાર છે અને હારમાં એક સુંદર ઘુમ્મટવાળું હિંદુઓનું દહેરું છે.
મેટા મોટા બજારોમાં પણ ન મળે એવી પચરંગી ચીજો અહીં વેચાય છે. અહીંયાં આવે તિબેટથી તાંબા-પિત્તળનાં વાસણ, હિંદી, ચીનાઈ અને જાપાની ચાંદીની કારીગરીના નમુનાઓ, લોઢાને સરસામાન પણ એટલો જ. એક બાજુ શાલ, ઊનના ધાબળા, વ્યાઘ્રચર્મો, દવાદારૂ અને ગાંધીવસાણાની ચીજોના ઢગલા પણ ખડકાયેલા જ હોય. પરંતુ એ સર્વમાં પેલા બાદ્ધ દેવાલયોમાં જોવામાં આવતાં પ્રાર્થના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org