________________
૪
વિદ્યાર્થી વાચનમાળા-૮ હિમાલયના ઢળાવ ચઢવા માટે આજે તો રેલ્વે છે. આ રેલ્વેને સાધારણ ખ્યાલ જેણે નરલથી માથેરાનની મુસાફરી કરી હશે તેને આવી શકશે. નાના પાટા-ફક્ત બે ફીટના અંતરે, પર્વતની ખીણો અને ટેકરીઓ વટાવતા ચાલ્યા જ જાય. પર્વતમાં બાંધેલી આવી રેલ્વેને Mountain Railway એટલે કે પર્વતની રેલ્વે કહેવામાં આવે છે.
કલકત્તાથી જતાં આ રેલ્વેનું પહેલું સ્ટેશન સીલીગુરી છે, અને છેલ્લું દાર્જિલિંગ છે. બન્ને વચ્ચે ૫૧ માઈલને રસ્તો છે. આ ૫૧ માઈલને રસ્તો દુનિયાના રેલ્વેના રસ્તાઓમાં અજોડ છે. ભલભલા ઈજનેરને એ આશ્ચર્ય પમાડે છે. દુનિયાને ઊંચામાં ઊંચો પર્વત તે હિમાલય. એ હિમાલયના ડુંગરા, ખીણો અને વેગવાન વહેળાઓ ઉપર થઈને રેલ્વે બાંધવી, એ તો કપરું જ કામ ને!
આ રેલ્વે બાંધવાની શરૂઆત ઈ. સ. ૧૮૭૯ માં થઈ બે વરસ સતત કામ ચાલ્યું, અને ૧૮૮૧ માં પૂરી થઈ. એની ઉદ્દઘાટન-ક્રિયા એ વખતના બંગાળાના લેફટનન્ટ ગવર્નર સર સ્લી એડનના હાથે થઈ. આ રસ્તો બાંધતાં દર માઈલે ૪૭૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. આ ખર્ચના આંકડા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org