Book Title: Anandghan Ashtapadi
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna
Catalog link: https://jainqq.org/explore/009088/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીવાચકજસવિરચિત શ્રી આનંદઘન અષ્ટપદી આસ્વાદ મુનિશ્રી પ્રશમરતિવિજયજી પ્રવચન પ્રકાશન asta/aanada/2nd proof આવૃત્તિ : પ્રથમ મૂલ્ય C પૂના : ૨૦-૦૦ : PRAVACHAN PRAKASHAN, 2009 મુંબઈ પ્રાપ્તિસ્થાન : પ્રવચન પ્રકાશન ૪૮૮, રવિવાર પેઠ, પૂના-૪૧૧૦૦૨ ફોન : ૦૨૦-૩૨૯૨૨૦૬૯, મો. ૯૮૯૦૦૫૫૩૧૦ Email : pravachanprakashan@gmail.com website : www.pravachanprakashan.org અમદાવાદ : અશોકભાઈ ઘેલાભાઈ શાહ ૨૦૧, ઓએસીસ, અંકુર સ્કૂલની સામે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : ૦૭૯-૨૬૬૩૩૦૮૫, મો. ૯૩૨૭૦૦૭૫૭૯ : સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ - ૪૦૦૦૦૨ ફોન : ૨૨૪૦૪૭૧૭, મો. ૯૮૨૦૧૭૪૦૮૧ અક્ષરાંકન : વિરતિ ગ્રાફિકસ, અમદાવાદ ફોન : ૦૭૯-૨૨૬૮૪૦૩૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ... -શ્રુતપ્રેમી ડૉ. દીપકભાઈ કામદાર શ્રીમતી હીનાબેન કામદાર રોહિત જિનલ નાગપુર નિશ્ચયની ગહન યાત્રા. જ્ઞાનયોગનો અનુભૂતિખંડ. દેહભાવથી નિર્લેપ થનારો વિચારપથ. અધરું અને ઊંચું છે આ બધું. સાધારણ કક્ષાનો ધર્માત્મા ન સમજી શકે તેવી આ ચિંતનધારા છે. પદ એટલે પગલું. વિરાટનું એક પગલું આસમાનને આંબે. અહીં આઠ પગલાં છે. પ્રત્યેક પગલાની પાછળ પાછળ ચાલવાનો પ્રયાસ કર્યો છે. અષ્ટપદીનો નિગૂઢ રહસ્યાર્થ સાધકને જ સમજાય. આ અષ્ટપદીને સારા સંગીતકારના કંઠે ગવાતી સાંભળીને જે ભાવો જાગ્યા તે આલેખ્યા છે. અષ્ટપદીનો પરમાર્થ આઠહજાર પાનામાંય સમાય તેમ નથી. કેવળ ૮૦ પાનાની પુસ્તિકામાં શું સમાય ? છતાં દંતકથાનુસાર શ્રીઆનંદઘનજી મહારાજા અને શ્રીસુ સજી મહારાજાની મિલનકથાની આ રચનાને ભક્તિભાવે શબ્દોથી પારખવાનો પ્રયત્ન કર્યો છે. મારી સંયમસાધના અને સાહિત્યસાધના પર જેમનો અનહદ ઉપકાર છે, વાચક જસ-ની લગની જેમના થકી લાગી છે તેવા પરમશાસનપ્રભાવક પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકીર્તિયશસૂરીશ્વરજી મહારાજાને આ આસ્વાદનું અર્પણ. ફાગણ સુદ ૬ | વિ.સં. ૨૦૬૫ પ્રશમરતિવિજય અમરાવતી Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્લોકાંતર यात्राऽनंदघनस्य गीतिसरसा दत्ते प्रमोदं परं रूपं तस्य विलक्षणं नृपतिवत् त्रैलोक्यजिद् भास्वरम् । संगोऽनारतमस्य यः शुभधिया जातो ह्यभंगोऽस्त्यसौ वार्तालापविधानमत्र यशसा साक्षादुपस्थाप्यते । मारग चलत चलत गात आनंदघन प्यारे रहत आनंद भरपूर ताको सरूप भूप तिहुं लोक थे न्यारो बरसत मुख पर नूर सुमति सखि के संग नित नित दोस्त कबहु न होत ही दूर जश विजय कहे सुनो हो आनंदघन हम तुम मिले हजूर ચિંતન નથી સમજાતું, ' આવું જે સંવેદન આવે છે તે પણ ગુરુ આપે છે. સાવ સહેલું બોલીને ગુરુ આપણને રાજી કરી દે એમાં વિકાસ ન થાય. થોડું અઘરું બોલે ને સમજાય નહીં તેનો તનાવ આવે ત્યાંથી વિકાસ શરૂ થાય. -२ Page #4 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof દીવો બળી રહ્યો હતો. સંતે દીવાની જયોત સામે આંગળી તાકીને બાળકને પૂછ્યું : “આ જ્યોત ક્યાંથી આવી છે ?” નાના બાળકે દીવાને ફૂંક મારી. જયોત બુઝાઈ ગઈ. બાળકે સંતને પૂછ્યું : આ દીવાની જ્યોત ક્યાં ગઈ? સંત મીઠું મલક્યા. બાળકે કહ્યું : “આ જયોત જયાં ગઈ છે ત્યાંથી જ એ આવી હતી.” જ્યોત ઉપર વહી જાય છે. એની પાછળ પાતળી ધૂમસેર ઉપર ચડતી રહે છે. ઉપર ઉઠવાનો પવિત્ર સ્વભાવ આત્માને મળ્યો છે. આત્માને એક શરીર મળે છે. તે પૂર્વે આત્મા બીજા કોઈ શરીરમાં હોય છે અને આગળ નવાં નવાં શરીરો સાથેનું ભવિષ્ય ઊભું જ હોય છે. એક શરીરમાંથી બીજા શરીરમાં જવું તે સંસાર છે. શરીરદશામાંથી અશરીરદશામાં જવું તે મોક્ષ છે. સંસાર સહજ થઈ ગયો છે. મોક્ષ અસહજ લાગે છે. આ અજ્ઞાન છે. સંસાર અને અજ્ઞાનની જુગલબંદીમાં જીવ બરબાદ થઈ રહ્યો છે. ગુરુનાં શ્રીમુખે સાંભળવા મળે છે. મોક્ષમાર્ગની વાતો. ઊંચી અને અઘરી લાગે છે એ વાતો. મગજમાં એ વાતો તુરંત નથી ઊતરી શકતી. વાર લાગે છે. ગુરુ તો આરામથી બધું બોલી જાય છે. સમજતા વાર લાગે છે. ગડ બેસે છે, પણ સાવ ધીમે. ગુરુ બોલે છે તો એમને એ રીતે બોલવાનો અધિકાર છે. ગુરુ જે જીવે છે તે જ બોલે છે. ગુરુ બોલ્યા તે ગુરુનું પરમ જ્ઞાન. આપણને ન સમજાયું તે આપણું અજ્ઞાન. ‘નથી સમજાતું આવું જે સંવેદન આવે છે તે પણ ગુરુ આપે છે. સાવ સહેલું બોલીને ગુરુ આપણને રાજી કરી દે તેમાં વિકાસ ન થાય. થોડું અઘરું બોલે ને સમજાય નહીં તેનો તનાવ આવે ત્યાંથી વિકાસ શરૂ થાય. પોતાનાં અજ્ઞાનનું ભાન થવું એ અધ્યાત્મનું પ્રારંભબિંદુ છે. અજ્ઞાની અજ્ઞાનમાં મસ્ત રહે છે તેથી અભિમાન આવે છે. અજ્ઞાનનું ભાન થવાથી અજ્ઞાન તો નથી તૂટતું પણ અભિમાન ભાંગી જાય છે. ગુરુ કહે તેમ કરવાનું મન થાય છે ભક્તને. ગુરુ કહે તેમ વિચારવાનું મન થાય છે શિષ્યને. ભક્ત કરવામાં શ્રો. શિષ્ય વિચારવામાં પાવરધો. કરવાનું સ્તર શરીરનું. વિચારવાનું સ્તર મનનું. અજ્ઞાનનું હોવું, ઓછું ખતરનાક છે. અજ્ઞાન છે તેનો ખ્યાલ ન હોવો, બહુ ખતરનાક છે. અજ્ઞાનની હાજરી ડંખી તે જ ઘડીથી પગ પાછા ફરવા લાગે. ભૂમિ સંસારની હોય, પગ સંસારી જીવના હોય પણ પગલાં પાછાં ફરી રહ્યા હોય આ મોક્ષમાર્ગની ભૂમિકા. અષ્ટપદીનો આનંદ અહીંથી પ્રકટે છે. मारग चलत चलत गात પંથ તો બંને બાજુ જતો હોય. પ્રવાસીની દિશા પંથની દિશા બને. પ્રવાસી ઊભો રહી જાય તો પંથ બંને બાજુ વહેતો દેખાય. પ્રવાસી ચાલતો હોય તો પંથ પાછળની દિશાને દૂર ફેંકે ને આગળની દિશાને નજીક ખેંચે. અવળા માર્ગે ચડી ગયેલો આદમી, સાચા મારગ સુધી પહોંચ્યો ન હોય પણ પોતે જે મારગ લીધો છે તે ખોટો છે એટલું સમજતો હોય તોય ઘણું છે. એ હવે આગળ નહી ચાલે. એ અટકશે. એ Page #5 -------------------------------------------------------------------------- ________________ તપાસ કરશે. એ સાચા મારગનું સરનામું શોધશે. એ ચાલશે ખોટા મારગ પર અને એની દિશા હશે સાચા મારગ તરફની. દૂર દેખાતો સાચો મારગડો એને હાશકારો આપશે. એ સોચશે : પાછળના ખોટા રસ્તે ચાલતા રહ્યા હોત તો, શું થાત ? ભલું થયું. બચી ગયા. આ મૂળ મારગ આવી ગયો. હવે ચિંતા નથી. ઝડપથી ઊંચકાતા પગ ગાય છે. વલત પત્નત ગાત. ખોટી દિશાને ખોટી દિશા તરીકે ઓળખી લો એટલે સાચી દિશા હાથમાં આવી જ સમજો. પ્રવાસ આખો બાકી હોય, ધીખતી બપોર વીંધીને નીકળવાનું હોય પણ એક રાજીપો હોય—સાચા મારગ પર છીએ, મોડું ભલે થાય પણ પહોંચશું એ નક્કી. ગુરુ મળ્યા. પ્રેરણા મળી. ધર્મ કરવા માંડ્યા. સમજ પડતી નથી. એટલો બધો રસ પણ નથી આવતો. ગુરુનાં વચને એટલું જ, ફક્ત સમજાયું છે કે—‘આત્મા માટે આ બધું લાભકારી છે.’ આટલું યાદ રહ્યું છે ને ધર્મ કરી રહ્યા છીએ. હું શરીર નથી, હું શરીરમાં છું. હું શરીર નથી. હું આત્મા છું આ બોધ ઉઘડી રહ્યો છે. મેં આચરેલો ધર્મ મારા આત્માને લાભાન્વિત કરી રહ્યો છે—આ પ્રતીતિ મનમાં જીવી રહી છે. ખૂબ ખુશી મળી રહી છે. રત આનંત ભરપૂર ધર્મ કરવો એક વાત છે. ધર્મમાં આનંદ પામવો બીજી વાત છે. ધર્મ નામનાં ફૂલમાંથી આનંદની અઢળક સુવાસ નીકળવી જોઈએ. સુવાસ વિનાનું ફૂલ નકામું, આનંદ વિનાનો ધર્મ નકામો. ધર્મનો આનંદ નક્કર છે, ઊંડો છે, અઢળક છે ને એ આનંદ પરાણે વહાલો લાગે છે. આનંષન પ્યારે. ~4~ ધર્મ ગંભી૨ છે, જડ નથી. ધર્મ શાંત છે. શૂન્ય નથી. ધર્મ પ્રસન્ન છે, ચંચળ નથી. ધર્મની વાત અનેરી છે. ઉન્માર્ગના પરિહારની ભાવના એ ધર્મ છે. ઉન્માર્ગનો પરિહાર કરવાનો પ્રયત્ન એ ધર્મ છે. સન્માર્ગના સ્વીકારની ભાવના એ ધર્મ છે. સન્માર્ગનો સ્વીકાર કરવાનો પ્રયત્ન એ ધર્મ છે. આ ધર્મ આચરવામાં અદ્ભુત આનંદ સમાયેલો છે. ધર્મના સિદ્ધયોગી ધર્મની વ્યાખ્યા કરી આપે તે બરોબર છે. ધર્મના પ્રારંભિક આરાધકને ધર્મની વ્યાખ્યા કરવાનું કહો તો એ ન કરી શકે. એને એટલું સમજાય કે આ અનુભવ દુનિયાદારી નથી. એને એટલી સમજ પડે કે આ આનંદ સાધારણ નથી. એને ખ્યાલમાં આવી જાય છે કે ધર્મનો આનંદ અલૌકિક છે. ताको सरूप भूप तिहुं लोक थे न्यारो ભૌતિક સ્તરનાં જેટલાં પણ સુખ હોય તેનાથી ધર્મનું સુખ સાવ જુદું છે. ભૌતિક સુખનું વર્ણન ભાષા કરી શકે, અંતરંગ સુખનું વર્ણન ભાષા ન કરી શકે. કબીરદાસજી કહે છે તેમ, દેખન સરિખી બાત હૈ, બોલન સરખી નાહી. મારગ પર ચાલવાનો આનંદ, પ્રભુકથિત આરાધના કરવાનો આનંદ છે. પ્રભુએ આપેલો માર્ગ વિકટ અને વિરાટ છે પણ આપનાર પ્રભુ છે તે બહુ મોટી વાત છે. માર્ગ, પ્રભુનો દીધેલો છે તો માર્ગે ચાલવાની તાકાત પણ પ્રભુ દેશે. આત્મવિશ્વાસ જાગે છે बरसत मुख पर नूर Page #6 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof કલ્યાણકારી વાતોનું શ્રવણ કર્યા પછી એ વાતો પર વિચારવાનું હોય છે. જેમ જેમ વિચારતાં જઈએ તેમ તેમ અંદર ઉત્સાહ પ્રકટે, મનોરથની હારમાળા ચાલે. કલ્યાણકારી પ્રવૃત્તિનું આચરણ ન હોય અથવા થોડું થોડું હોય પરંતુ કલ્યાણકારી ચિંતન એકધારું ચાલું હોય તો એ મારી છે. “સાચું છે તે મળ્યું છે, સારું છે તે મળ્યું છે હવે એનું અમલીકરણ કરું એટલી વાર. લાભ થવાનો જ છે” આ મનોભાવ મારી છે. પૈસા ઘણા મળે છે તે વપરાતા નથી તોય ખુશી આપે છે. કેમ? પૈસા છે તો જ્યારે—જ્યાં વાપરવા હશે, વપરાશ, કામ થશે એવો વિશ્વાસ પૈસા આપે છે. ખીસામાં રહેલા પૈસા વપરાય નહીં તોય વિશ્વાસ આપે છે. મનમાં રહેલો ધર્મ, આચરણ ન હોય તોય જોશ આપે છે. પૈસા અને ધર્મ, મળે એટલે એની અસર જીવન પર જોવા મળે જ. એમનું જોશ જ એવું હોય છે. વરસત મુવ પર નૂર. ધર્મની માટે વિચારવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે સંસાર માટે વિચારવાનું ઓછું થઈ જાય છે. વિચારમાંથી સંસારની જેટલી બાદબાકી થાય છે તેટલો વિવેકભાવ જાગૃત થાય છે. શરૂઆત સરળ વાતો પર વિચારવાથી થાય છે. પછી થોડું નવું, થોડું અઘરું. વિચારતા રહીએ તેમ પ્રેરણા મળતી રહે, વિચારતા રહો છો તેમ ગતિ મળતી રહે છે. વિચાર જેટલો સ્પષ્ટ, ગતિ તેટલી તીવ્ર. વિચારથી ભાવનાઓ બને છે. વિચારથી શ્રદ્ધા બને છે. વિચારથી શક્તિ ઘડાય છે અને કેળવાય છે, વિચારનું કેન્દ્ર અને વિચારની દિશા સ્પષ્ટ હોય તેને સુમતિ કહેવાય. સુમતિ સવુિં કે સંf | સુવિચાર સતત ચાલવો જોઈએ. પ્રવૃત્તિથી સદ્-નો સ્પર્શ સતત ન હોય તો વિચારણાથી સ૬-નો સ્પર્શ મેળવતા રહેવું જોઈએ. ભગવાનની વાણી એ જ મારી છે. એ આચારયાત્રાને પણ ચલાવે છે અને વિચારયાત્રાને પણ ચલાવે છે. આચાર શક્તિની મર્યાદામાં પળાય, સમયની મર્યાદામાં પળાય. વિચાર તો શક્તિ અને સમયનાં બંધનથી મુક્ત રહીને ચાલે છે. વિચાર ર્તિમંત બને તેમ આચાર જવલંત બને. વિચાર થકી આચારને બળ મળે. આચાર ન પળાતો હોય ત્યારેય વિચાર વહેતો હોય, આચાર પળાતો હોય ત્યારે વિચાર ઉમળકાભેર સંગાથ આપતો હોય. सुमति सखिके संग, नित नित दोस्त कबहु न होत ही दूर जश विजय कहे सुनो हो आनंदघन हम तुम मिले हजूर ધર્મક્રિયા સમજપૂર્વક કરતા હોઈએ તો એક લાગણી મનમાં સતત રહ્યા કરે : મારો મોક્ષ નજીક આવી રહ્યો છે.” આ લાગણી સુમતિ છે. આ સંવેદના ધર્મક્રિયામાં પરમ ઉલ્લાસ ભરે છે. આ સંવેદના મિત્ર છે, તેની હૂંફ ધર્મને ટેકો આપે છે. આ સંવેદના જલદી જાગતી નથી પણ એક વાર આ સંવેદના જાગી તો પછી આ સંવેદના કયારેય ભૂંસાતી નથી. મોક્ષની નજીકમાં જવાનો આનંદ ધર્મક્રિયાનાં કષ્ટને ગૌણ બનાવી દે છે. મોક્ષ નજીકમાં આવી રહ્યો છે તેની રોમહર્ષક કલ્પના, સંસાર સાથે કેટલીય બાંધછોડ કરવાની તાકાત આપી દે છે. ‘મને મોક્ષ મળશે તેવો આત્મવિશ્વાસ જાગી ગયો છે. હવે બીજી પંચાતમાં પડવાનું મન નથી.’ આ ઉત્કૃષ્ટ સર્વિચાર આત્મા સાથે વાર્તાલાપ કરાવે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ સંસારી જીવ, પોતાના શરીરમાં વસેલા ચેતનજીને કહી શકે છે કે “આજ સુધી આપણે શરીર દ્વારા એક હતા. આજ સમજાયું છે કે આપણે શરીર દ્વારા જ જુદા પડ્યા છીએ. શરીર મિત્ર નથી. શરીર શત્રુ નથી. શરીર માધ્યમ છે. સંસાર ગમે તો શરીર સંસાર સાધવાનું માધ્યમ. ધર્મ ગમે તો શરીર ધર્મ સાધવાનું માધ્યમ. શરીર વિનાનો એકલો આત્મા મળવાલાયક છે તે હવે સમજાતું થયું છે. આપણે હવે શરીર વિના મળીશું.’ આ સંકલ્પ થયો. સંકલ્પ કર્યો છે તેની સિદ્ધિ તો મળશે જ. એ ક્ષણે કેટલો આનંદ હશે ? સાહિબનું નામ લઈને પર્વત ચડી ગયા. થાકી જવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો નથી. પહેરણ ઉપરના ડાઘની સામે ન જો એ દોસ્ત દિલનો ખૂણો જરાય કલંકિત થયો નથી. સંસારી જીવ, સંસારથી બચવાનો અને મુગતિ પામવાનો સંકલ્પ કરીને ભાવધર્મ પ્રારંભ તે માર છે. સાધક શરીરથી મુક્ત થવાનો અને સિદ્ધ બનવાનો ઉત્કંઠ સંકલ્પ કરે તે મારે છે. મારી ખુદ એક ગતિ છે, ગાન છે. વેનત વર્તત TIત. Page #8 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof શ્લોકાંતર सैवाऽऽनंदघनं स्तवित्यविकलं यः स्याद् यशस्वी स्वयं गंगायां लहरीवदस्य हृदये जागर्ति सम्यग्मतिः । चिंतासंततिवारणेन विहिता चेतोविशुद्धिः शुभा रक्तः स्वीयरसे कथं न लभते सौख्यं निरंतं पुमान् । आनंदघन को आनंद सुजश ही गावत रहत आनंद सुमति संग सुमति सखि और नवल आनंदघन मिल रहे गंग तरंग मन मंजन करके निर्मल कियो है चित्त ता पर लगायो है अविहड रंग जशविजय कहे सुनत ही देखो सुख पायो बोत अभंग ચિંતન પ્રશસ્ત આલંબન પોતાનો પૂરેપૂરો પ્રભાવ સાધકને બતાવે છે. અપ્રશસ્ત આલંબન પોતાનો પૂરેપૂરો પરાજય સાધક સમક્ષ સ્વીકારી લે છે. -११ -१२ Page #9 -------------------------------------------------------------------------- ________________ ગુરુને શિષ્ય પગે લાગ્યો. કહે : આપના આશીર્વાદથી મને સફળતા મળી. ગુરુએ કહ્યું : મારા આશીર્વાદથી સફળતા નથી મળી. શિષ્ય કહ્યું : તો શેનાથી સફળતા મળી ? ગુરુએ કહ્યું : તારી મહેનતથી સફળતા મળી. શિષ્યએ કહ્યું : મહેનતથી સફળતા મળી ? ગુરુએ કહ્યું : ના. સફળતા મહેનતથી પણ નથી મળી. સફળતા તેં કરેલા સંકલ્પથી મળી. શિષ્ય કહ્યું : મેં સંકલ્પ કર્યો તેનાથી સફળતા મળી. પણ એ સંકલ્પ કરાવ્યો કોણે ? ગુરુએ કહ્યું : મેં સંકલ્પ સમજાવ્યો ને તેં એ સંકલ્પનો સ્વીકાર કર્યો. તે સ્વીકાર ન કર્યો હોત તો સફળતા મળત જ નહીં, શિષ્યોને, શિષ્ય પરંપરાને પરમ બોધ આપનારા બે ગુરુ ભેગા થાય તો ? બે ગુરુદેવતાઓ પોતપોતાના ગુરુનું સ્મરણ કેવા અહોભાવથી કરતા હોય, તે કેવળ કલ્પનાથી જ સમજવાનું છે. સોનામાં સુગંધ ભળે, સુગંધમાં સુંદરતા ભળે, સુંદરતામાં સહજતા ભળે તે જોવાનો લહાવો ઘણી વાર લીધો છે. બે અનુભૂતિસિદ્ધ સાધકો મળે તે જોવાનો લહાવો નથી લીધો. એક અલગ જ દુનિયા છે સાધકોની. વાણી નિરર્થક અને મૌન સાર્થક. શ્રવણ અનિવાર્ય અને ઉચ્ચરણ પરિહાર્ય. ફળની અપેક્ષા નહીં અને ફલની સિદ્ધિ અવશ્યભાવિ. શ્રીઆનંદઘનજી મહારાજા અને શ્રીસુ જસજી મહારાજાનું મિલન, અગમ અગોચરનો આલેખ કરનારું મંગલ મિલન હતું એમાં કોઈ શક નથી. બે પ્રેમી મળે તો બેયને એમ થાય : ‘તારા સિવાય મને કોઈ સમજી શકતું નથી.’ બે યોગી મળે તો બંનેનો અનુભવ બુલંદી પર હોયબેયને એમ થાય કે ‘મારો અંતરંગ અનુભવ આમને સમજાય તો સમજાય, બીજા મારા અનુભવને સમજી જ નહીં શકે.” आनंदघन को आनंद सुजस ही गावत પહેલા અજ્ઞાન હતા. પછી ભક્ત બન્યા. પછી દાસ બન્યા. માથે દેવ-ગુરુને ધારણ કર્યા. કેટલીય પરીક્ષાઓ આપી. ઓચિંતા આદેશ થયા તે શિરે ચડાવ્યા. અણધાર્યા પ્રશ્નો આવ્યા તે સંભાળીને સુવાંગ સમજીને મામલો સંભાળ્યો. અજ્ઞાન પાછું પડ્યું. ભીતરમાં મોસૂઝણું થયું. માંહ્યલું ભળભાંખળું શીતલ, ઉજવળ ક્ષણો લઈને આવ્યું. જેની સામે હારી જતા હતા તેને હવે હરાવીએ છીએ. જેનો સાધનાનાં ક્ષેત્રનું આ સત્ય છે. ગુરુ દોરવણી આપે તે મહત્ત્વનું છે અને શિષ્ય દોરવણી મુજબ ચાલે તે મહત્ત્વનું છે. આપનારને ખબર હોય છે કે મેં શું આપ્યું છે. લેનારને ખબર હોય છે કે મને શું મળ્યું છે. બંનેમાંથી એક પણ બેખબર નથી. પૂર્ણ સમાનતા છે. ગુરુ પાત્રતા જોયા બાદ જ આપે છે. શિષ્યને જે મળે છે તેનાથી પોતે કૃપાપાત્ર બન્યો તેનો અહોભાવ છે. સિદ્ધિ તો આગળ જતાં મળશે. આજે ગુરુકૃપા સિદ્ધ થઈ તેનો હરખ સાધકને પુલક્તિ બનાવે છે. બે ગુરુકૃપાપાત્ર શિષ્ય સાથે મળીને વાતે ચડે છે તેમાં ગુરુના મહિમાનું ગાન પ્રથમથી ચરમ પંક્તિ સુધી ચાલતું રહે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof બોજો રહેતો હતો તે હવે હલકું ફૂલ લાગે છે. પોતે પામર હતા તે આજ પરમના સંગે આવી ઊભા છીએ. બે સમદુખિયા પોતાનાં દુઃખને બરોબર સમજાવી શકે, અરસપરસ. બે સમસુખિયા, સુખ વાંચી શકે, અરસપરસ. કલ્પના થાય છે : એક કેવળજ્ઞાની, અન્ય કેવળજ્ઞાનીનાં કેવળજ્ઞાનને કંઈ નજરે જુએ ? અજ્ઞાનની ભાષામાં કલ્પના છે. એક કેવળજ્ઞાની, અન્ય સર્વ કેવળજ્ઞાનીનાં કેવળજ્ઞાનને સહજ નજરે જુએ. સંસાર જેવો છે તેવો જુએ. કેવળ જ્ઞાન જેવું છે તેવું જુએ. પોતે જુએ તે પોતાનાં કેવળજ્ઞાન દ્વારા. અન્યનાં કેવળજ્ઞાનને જુએ તેનો મતલબ વિશ્વને તે કેવળજ્ઞાનમાં પ્રતિબિંબ રૂપે જુએ. પોતે પોતાનાં જ્ઞાનમાં જોયું તે વિષયરૂપે. અન્યનાં જ્ઞાનમાં જોયું તે પ્રતિબિંબરૂપે. જ્ઞેય એ જ છે. પર્યાય બદલાય છે. જ્ઞાનીને સમજવા જ્ઞાની થવું પડે. જ્ઞાની થાય તેને જ જ્ઞાનીની ગરિમા સમજાય. રાગદ્વેષ જીતી લે તેને રાગદ્વેષના વિજેતાની તાકાત ખબર હોય. દરિયો તરી જાય તેને સાયરના તરવૈયાની સાચી કદર હોય. સાધના કરી અને સાધનાનું ફળ ચાખ્યું તેને અન્યની સાધના અને સાધનાનું ફળ સારી રીતે સમજાય. रहत आनंद सुमति संग સાધકને પોતાની સાત્ત્વિક પ્રસન્નતાની જાણ છે. એને આ પ્રસન્નતા મળ્યાનો સંતોષ પણ છે. પોતાની જેવા જ સાધકની સાત્ત્વિક પ્રસન્નતા વાંચીને સાધક અઢળક ઉમંગ અનુભવે. કેટલો પુરુષાર્થ કર્યો હશે સાધકે, તેની સમજ પડે છે. પોતાને જે મથામણો થયેલી તેવી જ આમને થઈ હશે, તેનો ખ્યાલ આવે છે. અને અંતે– ~94~ જે શિખર પર પોતે છે તે શિખર પર આ છે એવો સાહચર્યભાવ અનુભવાય છે. શિખર કયું ? સુમતિ સં. ઉત્કટ સદ્વિચાર. શુદ્ધ આજ્ઞાનુસારી વિચાર. ઉત્કૃષ્ટ તત્ત્વચિંતન. દેહભાવથી ઉપરક્ત બનેલો વિચાર. વિભાવદશામાંથી આવનારો વિચાર નામશેષ. કર્મોદયથી સર્વાંશે પ્રભાવિત વિચાર નથી. મોહનીય કર્મના ક્ષયોપશમમાંથી જાગેલો વિચાર છે. શાંત અને ઉદાત્ત માનસિકતા છે. અપેક્ષા નથી માટે અપેક્ષાભંગજનિત દુઃખ નથી, આનંદ છે. અહંકાર નથી માટે સ્પર્ધાદિજનિત દુ:ખ નથી, આનંદ છે. આસક્તિ નથી માટે સંયોગસાપેક્ષ દુઃખ નથી, આનંદ છે. रहत आनंद सुमति संग सुमति सखि और नवल आनंदघन मिल रहे गंग तरंग શુભવિચારનો પ્રવેશ, શુદ્ધ આનંદનો પ્રકાશ લઈને થાય છે. વિચારનું શુભ તત્ત્વ પ્રવર્ધમાન. આનંદનું શુદ્ધ તત્ત્વ પ્રગતિમાન. ગંગામાં પાણી જેમ વધે, તેમ તેનાં મોજાં ઉછળે. પાણીનું ઊંડાણ મોજાને ઉછાળ આપતું હોય છે. વિચારની ગહનતા આનંદને પ્રકર્ષ આપતી હોય છે. આ પિંજરમાંથી મુક્ત ઉડાન ભરી રહેલા પંખીનો આનંદ છે. આ આનંદ શબ્દોમાંથી વંચાતો નથી, શબ્દોમાં લખાતો નથી. આ આનંદ કેવળ સંવેદિત થાય છે. બીજા વાતો કરે. સાધક અનુભવ કરે. -૧૬ Page #11 -------------------------------------------------------------------------- ________________ ‘તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ’ આ શબ્દો અક્ષરશઃ સાચા છે. આ અનુભૂતિ સુધી પહોંચવાની એક પ્રક્રિયા છે. ___ मनमंजन करके निर्मल कियो है चित्त વિચારના બે પ્રકાર છે. આવી રહેલા વિચાર. આવી ચૂકેલા વિચાર. આવી રહેલા વિચાર સારા જ હોય તેનો આગ્રહ રાખ્યો છે. આવી ચૂકેલા વિચારમાંથી ખરાબી દૂર થતી રહે તેનો ઉપયોગ રાખ્યો છે. મનોવર્ગણાના પુદ્ગલો તો જડ છે. તે આત્માનું શું બગાડી લેવાના હતા ? સમસ્યા ભાવમનની છે. મોહનીય કર્મ સત્તામાં છે, ઉદયમાં છે અને બંધાઈ પણ રહ્યું છે. આ કર્મની પક્કડમાંથી મુક્ત હોય તેવો વિચાર જ કામનો ગણાય. ચાર સ્તરે કષાય જીવતા હોય છે. એક એક સ્તરને તોડતાં તોડતાં આગળ વધવાનું છે. પહેલું સ્તર અનંતાનુબંધીને તોડવું પડે. આનાથી મિથ્યાત્વનો નાશ થાય છે. આ સ્તર તુટ્યું તેને જે ગડો જીત્યો કહેવાય કેમ કે આ સ્તર અનાદિકાળની ઓથ લઈને બેઠું હોય છે. મનમેનનનો અર્થ છે મોહનીય કર્મનું પરિમાર્જન, ક્રમિક શુદ્ધિકરણ. સાધક બીજા સ્તરને ભેદીને, ત્રીજા સ્તરને ભેદીને ચોથા સ્તરે ઊભો છે. અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણની આગળનો રસ્તો છે સાધકનો. સંજવલનની ગલીમાં સાધક પગલાં માંડી રહ્યો છે. અહીંથી સીધું બારમાં ગુણઠાણે પહોંચવાનું છે. સંજવલને છટ્ટ સાતમે રોકી રાખ્યા છે સાધકજીને. કષાયો પાતળા પડ્યાં છે તે મનમંજન, કષાયો મટ્યા નથી પણ કષાયની પક્કડ ઘટી ગઈ છે તે નિર્મળ ચિત્ત, આટલું ઓછું હતું તો એની પર વિર્ડ ન લગાવ્યો. સંજવલન કષાયનો રાગ, ઊંચા આલંબનને જ પસંદ કરે છે. સંજવલન કષાયમાં જ્ઞાનીને રાગ હોય તેથી રાગનું આલંબન પ્રશસ્ય જ હોવાનું. સવાલ કેવળ, નિરાલંબનથી દૂરી હોવાનો હોય છે. પ્રશસ્ત આલંબન પોતાનો પૂરેપૂરો પ્રભાવ સાધકને બતાવે છે. અપ્રશસ્ત આલંબન પોતાનો પૂરેપૂરો પરાજય સાધક સમક્ષ સ્વીકારી લે છે. પ્રભુવીરને શ્રમણઅવસ્થાનાં સાડાબાર વરસમાં વૈષનાં, દુ:ખી થવાનાં અગણિત આલંબનો મળ્યાં હતાં, બધાં જ હાર્યા. ઇન્દ્ર જેવા ભક્તો પણ આવતા હતા. રાગનાં, સુખી થવાનાં આલંબનો હતા એ સૌ. પ્રભુને તેની અસર ના થઈ. મહાત્મા બલભદ્રજી, મહાત્મા બાહુબલીજી, મહાત્મા મેતાર્યજી સમક્ષ આલંબનો હતા જ દુ:ખી થવાના. તેમણે આલંબનોને નિષ્ફળ બનાવ્યા. આ જ તો છે મન मंजन कर के निर्मल कियो है चित्त । આની પર સુવાસ છે વિદ રંગની. આત્માના અનંત ગુણોની સમૃદ્ધ કલ્પના સાધક કરી શકે છે. વિભાવદશાથી દૂર થવામાં સાધક સફળ તો બને છે, સાધકને હિંમત આપે છે આત્મગુણની સ્મૃતિ. બધા જ ગુણો જાણ્યા નથી. થોડા જાણ્યા છે. જે જાણ્યા છે તે તમામ મેળવ્યા નથી, સાવ થોડાક મેળવ્યા છે. એ ગુણો થકી મળેલો આનંદ, નવા ગુણો મેળવવાની પ્રેરણા આપે છે. સાધક પોતાને કહેતો હોય છે : નવા ગુણો આવશે તેમ નવો આનંદ મળશે. મળેલા ગુણો મળ્યા છે તેનો આનંદ વિદ૬ રંગ છે. નથી મળ્યા તે ગુણો મળશે તેનો આનંદ વ૬ રંગ છે. પરિણામની કલ્પના પ્રવૃત્તિને વેગવાન અને સ્કૂર્તિવાન બનાવી દે છે. जशविजय कहे सुनत ही देखो - ૧૭ - - ૧૮ - Page #12 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof કેવી મજાની વાત ? પહેલાં લખ્યું : સુખસ દ્વી ગાવત. હવે લખ્યું : સુન્નત હી રેલો. ગાય છે શ્રી સુજસજી. સાંભળવાનું એલાન આપે છે શ્રી સુજસજી. પોતાને પોતાનાથી અલગ કરીને જુએ તે સાધક. નવિનય દેં આ શબ્દો દ્વારા આ અષ્ટપદીના સર્જક પોતાને સુસ કરતાં અલગ ગણાવે છે. ‘મારો આદર્શ છે સુખસ અવસ્થા. મારો આદર્શ છે આનંદ્યનની સમાંતર અવસ્થા.' નવિનય તેનો ભાવાર્થ આ છે. સાધકની સફળતા સાધનાની ઊંચાઈ પામવામાં છે તેમ સાધકની સફળતા અન્ય સાધકની સાધનાની ઊંચાઈ તાગવામાં પણ છે. પોતાની સાધનાને અનુભવની નજરે જોવાની છે. અન્યની સાધનાને અહોભાવની નજરે જોવાની છે. પોતાની સાધનાનું પોતે વર્ણન ન કરાય. અન્યની સાધનાનું વર્ણન કરાય. તે વર્ણન કરતાં કરતાં પોતાની સાધનાનું વર્ણન સ્વયંભૂ થઈ જાય. ‘આ સાધકનો આ આનંદ આટલો અદ્ભુત છે’ એમ કહેનાર સાધક, એ અન્ય સાધકની સાધનાની કથા કહેવાની સાથે પોતાની આત્મકથા પણ કહી જ દે છે કેમ કે સાધના કર્યા વિના, સાધના સિદ્ધ કર્યા વિના— અન્યની સાધનાનું વર્ણન કરવાની તાકાત આવી શકતી નથી. સાધક સમક્ષ તેની સાધનાનું તાદેશ વર્ણન, અનુમોદનાના ભાવે કરો ત્યારે સાધક જોશે : આ વાચાળતા છે કે સચ્ચાઈ ?’ જો વાચાળતા હશે તો સાધક જવાબ પણ નહીં આપે, પ્રતિભાવ પણ નહીં આપે. જો સચ્ચાઈ હશે તો સાધક વિચારશે : આ પ્રશંસા કરનાર મારી સાધનાની ભૂમિકાને મહદંશે સમજી રહ્યો છે. આનો અર્થ એ થયો કે આ વર્ણન કરનાર ખુદ એક સાધક છે. - ૧૯ - પોતાની સમક્ષ એક સાધક આવ્યો છે તે જાણીને એ સાધક અજબ આનંદ અનુભવશે. सुख पायो बोत अभंग બંને સાધક એકબીજાની સાધનાને વાંચીને રાજી થશે. બંને સાધકને પોતાની સાધના સમજનાર એક સમસિદ્ધ યોગી મળ્યા છે. એ પરમ કક્ષાનો આનંદ વોત =ઘણો હોય, અમંગ =અખંડ હોય તે શબ્દાતીત સત્ય છે. બેય સાધકે ક્યાંકથી પ્રારંભ કરેલો. આજે બેય સાધક ઊંચા મુકામે ભેગા થઈ ગયા છે. એ સાધકોને પ્રારંભ કરાવનાર ગુરુ મહા. એ સાધકોનો હરઘડી, હરપળ જીવંત રહેલો સંકલ્પ માન્. -20~ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્લોકાંતર कोऽत्रानंदघनो जगत्यथ च कोऽत्रानंदवान् जायते कोऽत्रानंदरसं विचारयति को वा वर्णयत्यप्यलम् । संतोषेन गुणेन दोषविलयेऽन्तस्तेजसचोद्भवे पश्यन्नात्मनि सर्वमेकममलं तं वेत्ति तद्ध्यानवान् । आनंद कोऊ नही पावे जोई पावे सोई आनंदघन ध्यावे आनंद कौन रूप? कौन आनंदघन ? आनंद गुण कौन लखावे? सहज संतोष आनंद गुण प्रगटत सब दुविधा मिट जावे जस कहे सोही आनंदघन पावत अंतरज्योत जगावे ચિંતન કશું ખોવા જેવું છે જ નહીં તેથી ચિંતા નથી અને દુ:ખ નથી. કશું મેળવવાનું બાકી છે જ નહીં તેથી રઘવાટ નથી અને સુખ नथी. या माध्यामि इदम् तृतीयम् छ. Page #14 -------------------------------------------------------------------------- ________________ સંતે સભાને પૂછ્યું : શૂન્યનો સરવાળો શૂન્ય સાથે થાય તો જવાબ શું આવે ? સભા કહે : શૂન્ય. સંતે પૂછ્યું : શૂન્યનો ગુણાકાર શૂન્ય સાથે કરો તો ? સભા કહે : શૂન્ય. સંતે પૂછ્યું : શૂન્યનો ભાગાકાર શૂન્ય સાથે કરો તો ? સભા કહે : શૂન્ય. સંતે પૂછ્યું : શૂન્યની બાદબાકી શૂન્યમાંથી કરો તો ? સભા કહે : શૂન્ય. asta/aanada/2nd proof સંતે કહ્યું : સાધનાની ચરમ અવસ્થાએ આત્મામાં વિરાટ શૂન્યતા આવી જાય છે. સાધકને સંસાર શૂન્ય ભાસે છે. સાધક ખુદ શૂન્ય થઈ જાય છે. આ શૂન્યતા જ સિદ્ધિ છે. O સંસારી જીવને ન સમજાય એવી વાત છે. અરીસાની સામે કોઈ દૃશ્ય જ ન હોય તો અરીસો શેનું પ્રતિબિંબ બતાવશે ? દૃશ્યની સામે અરીસો જ ન હોય તો પ્રતિબિંબ પડશે શી રીતે ? દૃશ્ય અને અરીસો બંને ગાયબ હોય તો દૃષ્ટિ જોશે શું ? અને દૃષ્ટિ જ નહીં હોય તો દશ્ય, અરીસો અને પ્રતિબિંબ કામનાં જ નહીં રહે. શરીરનો એક અંશ તૂટે તો શરીર, શરીર જ ગણાય છે. શરીરમાંથી આત્મા નીકળી જાય તો શરીર, મૃતક ગણાય છે. પરિવર્તન અને પૂર્ણતામાં ફરક હોય છે. પરિવર્તનમાં થોડો ફેરફાર થાય છે. પૂર્ણતામાં આખી વાત જ બદલાઈ જાય છે. શૂન્યતા એ ~ ૨૩૦ પૂર્ણતાની ઉપરનું તત્ત્વ છે. જોવાનું દશ્ય હાજર હોય, જોવાની દૃષ્ટિ સતેજ હોય પણ જોવાનું મન જ ન હોય તો દશ્ય અને દૃષ્ટિ કશા ખપનાં રહેતાં નથી. આત્માએ શૂન્યતા સાધી લીધી એટલે પછી સંસાર આપમેળે શૂન્ય લાગવા માંડે છે. સંસાર રાગ કરાવતો હતો એ અનાદિની ઘટના હતી. ધર્મનાં પ્રશસ્ત આલંબનો રાગ કરાવતા હતા તે યોગસાધનાની પવિત્ર ઘટના હતી. સરનામું બદલાવાથી જગ્યા બદલાય છે, માણસ નથી બદલાતો. રાગ થવો—એ સમસ્યા જીવંત હતી. આખરે એ સમસ્યા પણ મટી ગઈ. રાગ મટી ગયો, રાગની પાછળ ચાલી આવતો દ્વેષ મટી ગયો. વહેતું પાણી બરફ બની ગયું. હવે પથ્થર ફેંકો તો એ અંદર ડૂબતો નથી ને તરંગો ઉઠતા નથી. રોગમુક્ત થવાનો જેમ આનંદ હોય છે તેમ રાગમુક્ત થવાનો પણ આનંદ હોય છે. પણ એ આનંદનું સંવેદન કોણ કરે ? પ્રતિભાવચેતના રહી જ નથી, અંદર ઉમળકો જાગે તેવું વાતાવરણ જ આત્મા પાસે બચ્યું નથી. आनंद कोऊ नहीं पावे સંસારમાં ખોવાયેલો જીવ વિભાવમાં અટવાયો છે, એને આનંદ નથી મળતો. સાધનામાં ખોવાયેલો જીવ સ્વભાવમાં ડૂબેલો છે, એને આનંદ નથી સ્પર્શતો. એક આનંદથી દૂર છે, એક આનંદથી નિર્લેપ છે. અષ્ટપદીમાં નિર્લેપ અવસ્થાનું સંકીર્તન છે. શૂન્યતાની પ્રાપ્તિ થાય એ વાક્ય ખોટું. શૂન્યતા ઘટિત થાય એ વાક્ય સાચું. શૂન્યતામાં વિષયનો અભાવ નથી. આખું જગત શૂન્યતામાં દૃશ્યમાન હોય છે. તે પૂર્વેની શૂન્યતા, સમાધિભાવમાં હોય ત્યારે સંપર્કવર્તી જગત અને આત્મવર્તી કર્મો તથા સંસ્કારો દૃશ્યમાન હોય છે. ચેતનાની સામે વિષય અવશ્ય હોય છે, ચેતના ~૨૪૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ એ વિષયથી પ્રભાવિત નથી થતી. ચેતનાની શુદ્ધિ થાય છે, પ્રભાવિત ન થવાને લીધે અને ચેતનાની શુદ્ધિ થવાને લીધે, ચેતનાનું દેશ્યમાન વિશ્વ વિશાળ બનતું જાય છે. વિરાટ સ્વરૂપે દુનિયા દેખાય છે, કર્મોના ગંજ દેખાય છે, શાસ્ત્રાભ્યાસથી જાણેલાં પદ્રવ્યોના અનેક અનેક પર્યાય દેખાય છે. સમી સાંજે, કેસરિયા રંગે રંગાયેલાં વાદળાઓ જોઈને આપણે વિસ્મય અને આનંદ અનુભવીએ છીએ. સૃષ્ટિનાં ગંજાવર સત્યો અને રહસ્યો દશ્યમાન હોવા છતાં સાધક વિસ્મય અને આનંદથી અલિપ્ત રહે છે. સાધકે ખુશ થવા માટે, રાજીપો રાખવા માટે કાંઈ કર્યું જ નહોતું. સાધકે મુક્ત બનવા માટે જ બધું કર્યું હતું. સાધકનું હૃદય જ્ઞાનચેતનાથી ભરાઈ ગયું છે, ત્યાં ક્ષુલ્લક ભાવનાઓને અવકાશ નથી રહ્યો. સાધનામાં શુભ તત્ત્વ સાથે અનુસંધાન અને શુદ્ધ સ્વરૂપનું ધ્યાન આટલું જ ઉપલબ્ધ હોય છે. जोई पावे सोई आनंदघन ध्यावे આનંદ, ઘન બને છે ત્યારે પરમ તૃપ્તિ આવે છે. વહેતો અને ઉછળતો આનંદ પ્રારંભિક ભૂમિકાએ હોય છે. સ્થિર અને શાંત અનુભૂતિને પ્રસન્નતા ગણો અને એ પ્રસન્નતાને આનંદ ગણો તો એવો આનંદ ઉચ્ચ ભૂમિકાએ હોય છે. એ અવસ્થા પરમ ધ્યાનની હોય છે, પ્રતિભાવશૂન્યતાએ દિવ્ય તૃપ્તિ આપી છે તેનો ખુમાર હોય છે ત્યાં. એ જ ઉપલબ્ધિ. એને આનંદ ગણીએ તો પણ એ આનંદ ગહન-ગંભીર છે. પ્રાણાયામના ધારાબદ્ધ ઊંડા શ્વાસ જેવો એ ધીર પ્રશાંત અનુભવ હોય છે. ધ્યાન, એ ભૂલી જવાથી માંડીને ખોવાઈ જવા સુધીની અવિરત યાત્રા છે. રોગ મટવો એ આનંદ છે. થાક ઉતરવો એ આનંદ છે. એમ રાગ અને દ્વેષ મંદ થાય તે, ધ્યાન છે, રાગ-દ્વેષ મટે તે ધ્યાન છે અને આ ધ્યાન સાધનાનું પરિણામ છે માટે સફળતાનું પ્રતીક ગણાય છે. સાધારણ આદમી માટે સફળતા એ આનંદની બાબત છે. સાધનાની વાતો ન સમજી શકે તેને એમ લાગે કે સાધના પૂરી થાય તેમાં આનંદ મળતો હશે. એ ધારણાને બદલવા માટે જ આ સ્પષ્ટતા કરી છે. आनंद कौन रूप? कौन आनंदघन ? आनंद गुण कौन लखावे ? અચ્છા, માન્યું કે સાધનાની સફળતાનું ચરમ શિખર ખુશીથી ઘડાયું છે. એ ખુશીની રૂપરેખા શું ? હસતો ચહેરો ? ઉછળતો અવાજ ? અમાપ નૃત્ય ? તાળીઓનો ગડગડાટ ? તુમુલ જયઘોષ? તેજતર્રાર સંગીત ? પંચમ સૂરનો આલાપ ? આભને રંગતા અબીલગુલાલ ? સાતરંગી ફૂલોનો વરસાદ ? જવાબ છે ના. આ બધું તો ભૌતિક અને માનસિક આનંદની અભિવ્યક્તિમાં બને છે. સાધના આપે છે આત્માનો વાસ્તવિક અનુભવ. શરીર અને મન, બંનેને ગૌણ બનાવી દેતી સાધનામાં–ઉપરછલ્લો આનંદ હોઈ શકતો નથી. સાધારણ વ્યક્તિને તો કેવળ જોવાની આદત હોય, ઉપરછલ્લો આનંદ દેખાય છે માટે આનંદ છે તેવું સાધારણ વ્યક્તિ સમજે છે. જે આનંદ ભીતરછલ્લો છે તે, છે જ નહીં એવું સાધારણ વ્યક્તિ માની ન લે માટે આ અલગ અનુભવની યાદ અપાવી છે. આત્મા, આનંદથી ઉપર ઊઠીને પોતાના ગુણોની અનુભૂતિ પામવા સુધી પહોંચી ગયો છે. ત્યાં ગુણો સિવાય કાંઈ જ નથી. ગુણોની અનુભૂતિ ઉત્કૃષ્ટ છે માટે–આનંદ જેવો નાનો શબ્દ તેનામાં - ૨૫ જ - ૨૬ - Page #16 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof બંધબેસતો નથી. આનંવ જૈન રૂપ ? સંતનો અર્થ છે હરખાવું. આ નો અર્થ છે બધી રીતે. ઞ = બધી રીતે, તંદ્ર = હરખાવું—તે આનંદ. આ પ્રતિભાવચેતનાવાળી વ્યાખ્યા છે. અધ્યાત્મની પરિભાષામાં બીજો શબ્દ છે, નિજાનંદ. પોતાની સંપૂર્ણ ગુણવત્તાથી હરખાવું તે નિજાનંદ. આ નિજ=આનંદ માટે જ, આત્માનંદ, પરમાનંદ-શબ્દ પ્રયોજાય છે. આ ગુણોનો સાક્ષાત્કાર દેહાતીત છે, શબ્દાતીત છે. જેણે આ ગુણો પોતાનામાં અનુભવ્યા તે કૃતાર્થભાવે પરમશાંત બની ગયો. બીજાને, એના એ ગુણો દેખાતા નથી ને એ ગુણોનો સઘન અનુભવ શું છે તે સમજાતું નથી. અનુભવ કરનાર, પોતે ગુણસંવેદનાની તંદ્રાતુલ્ય અનુભૂતિમાં એવો વહી ગયો છે કે તેને પોતાને આત્મા અને ગુણ બેયને જુદા કરવાનું આવશ્યક નથી લાગતું તેથી માત્ર ગુણ-અવસ્થામાં વર્તી રહ્યો છે. ગુણો સિવાયની કશી સૂજ્ઞવૂજ્ઞ નથી તો અનુભવકર્તાનું અસ્તિત્વ અલગથી દેખાય શી રીતે ? જૈન આનંધન ? બે બાબત અગમ અગોચર છે. ગુણનો અનુભવ થાય અને ગુણાનુભવની ક્ષણે આત્માનો અલગ અસ્તિત્વબોધ થાય, આ બે સ્પષ્ટ રીતે સમજાતા નથી તેથી એનું વર્ણન પણ મુશ્કેલ લાગે છે. आनंद गुण कौन लखावे ? પ્રશ્ન એક અવશ્ય થશે : જો આનંદ નથી તો, ચેતનાને ગમે તેવું શું છે ? જવાબમાં કાઠિયાવાડી શબ્દ યાદ આવે છે : ધરવ. મળવાનું હતું તે મળી ગયું અને માણવાનું હતું તે માણી લીધું. હવે કશું મેળવવું નથી ને કશું માણવું નથી આ અહેસાસને ધરવ કહે છે. સંસ્કૃતનો શબ્દ છે, તૃપ્તિ. ૨૭ - सहज संतोष आनंद गुण प्रगटत પેટ ભરીને જમી લીધું, ઉપર એક દોઢ ગલાસ છાસ ગટકાવી લીધી, હવે ખાવાનું-પીવાનું યાદ ન આવે. પેટ ભરાઈ ગયું, ધરાઈ ગયા. હવે લાંબા થઈને સૂઈ જવાનું. સંતોષ. જે કરવાનું હતું તે બરોબર થઈ ગયું. એ બદલ સંતોષ. હવે કશું જ કરવાની જરૂર નથી, એ સંતોષ. સંસારનું ભૌતિક સુખ થોડી થોડી વારે પજવે છે. નઈ ગિલ્લી અને નયા દાંવની રમત સંસારનાં સુખ માટે ચાલતી રહે છે. આત્મા સિવાયનું તત્ત્વ કશુંક આપે છે તે સહજ નથી હોતું. આત્મા અને સાધના દ્વારા જે પ્રગટે છે તે સહજ હોય છે. તેમાં તૃપ્તિ હોય, નિજાનંદ હોય અને આત્મગુણનો આવિર્ભાવ હોય. આના પછી કશું બાકી નથી રહેતું. सब दुविधा मीट जावे બે ટુકડા જોડાય તો તિરાડ બચે. બે ટુકડા ઓગળી જાય તો ભેદભાવ મટી જાય. સુખ અને દુઃખ, દુવિધા છે. રાગ અને દ્વેષ, દુવિધા છે. જનમ અને મરણ, દુવિધા છે. વિષય અને કષાય, દુવિધા છે. આત્મગુણોને આ તત્ત્વો ઢાંકી રાખે છે. સાધનાની ઉત્ક્રાંતિમાં દુવિધાઓનો અંત આવી જાય છે. શૂન્યની પછીના આંકડા દુવિધા સર્જે છે. એક, બે, ત્રણ, ચાર. સંસારનું કાઉન્ટડાઉન એકથી શરૂ થાય છે. સાધનાનું કાઉન્ટડાઉન, દસથી શરૂ થાય છે. દસ, નવ, આઠ, સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક. અને પછી શૂન્ય. સંસાર એકથી શરૂ કરે છે માટે લાખો, કરોડો, અબજો સુધી પહોંચીનેય ધરાતો નથી. સાધના એક પર આવીને કામ ખતમ કરે છે. એકથી નીચે ઉતરવું તે સાધના. એકથી આગળ વધવું તે ~૨૮× Page #17 -------------------------------------------------------------------------- ________________ સંસાર. સાધના કર્યા પછી, સાધનાનું ફળ પામ્યા પછી, કાંઈ બાકી નથી રહેતું. जस कहे सोही आनंदघन पावत अंतर ज्योत जगावे ઘેર આવ્યા. દરવાજો વાસ્યો. દુનિયા બહાર મૂકી દીધી. નાનો દીવો ઘટને ઉજાસ આપી રહ્યો છે તેના ભરોસે બેસી ગયા. આરામ. આત્માની અનુભૂતિ મળી. દેહભાવ અને કર્તાભાવ છૂટ્યો. સંયોગો અને સંબંધો નકામા બની ગયા. અંતરંગ ગુણોનું અજવાળું જાજવલ્યમાન છે. સંતોષ. આંસુ સૂકાય તે દુઃખનો અભાવ છે. હાસ્ય ભૂંસાય તે સુખનો અભાવ છે. આંસુ અને હાસ્ય બંને ગાયબ થાય તે સંસારી ધર્મનો અભાવ છે. કશું ખોવા જેવું છે જ નહીં તેથી ચિંતા નથી ને દુઃખ નથી. કશું મેળવવાનું બાકી છે જ નહીં તેથી રઘવાટ નથી ને સુખ નથી. આ આધ્યાત્મિક દ્રમ્ તૃતીયમ્ છે. અંતર જોત નીવે આ માર્મિક શબ્દો છે. ઊંડો બોધ પણ અધૂરો ગણાય. સાધકને પૂર્ણ બોધ મળ્યો છે. એ બોધ નાશ નહીં પામે. એ દોષનું સંપૂર્ણ પરિમાર્જન કરીને મળેલો બોધ છે. એ બોધ ભૂલ નહીં કરાવે. એ બોધ, આજ્ઞાતત્ત્વથી આચ્છાદિત છે. એ બોધ, બચાવશે આત્માને. એ બોધ, આત્માની મૂળ શક્તિનું અનાવરણ હવે તાણાવાણા ઉકલી ગયા છે. હવે આરપાર દીસે છે બધું. હવે સીધી ઉડાન છે, થાક નથી લાગવાનો. બોધનો આવિર્ભાવ ત્રણ સ્તરે હોય. ૧. અવિરત અવસ્થાએ. ૨. દેશવિરત અને સર્વવિરત અવસ્થાએ. ૩. વીતરાગ અવસ્થાએ. અવિરત અવસ્થાનો બોધ પણ ઊંચો અને અદ્દભુત હોય, વિરત અવસ્થાનો બોધ પણ અનુભૂતિસંપન્ન અને ભાવસમૃદ્ધ હોય છે. વીતરાગ અવસ્થાનો બોધ અવર્ણનીય હોય છે. અષ્ટપદીનું લક્ષ્ય ત્રીજો બોધ છે. શરીર ન રહ્યું હવે આત્માનું વર્ણન શી રીતે કરશો ? આ સવાલ છે ને ? આવો જ સવાલ આ અષ્ટપદી કરે છે.. જ્ઞાનાવરણ અને મોહનીય નથી રહ્યાં, હવે ચેતનાનું વર્ણન શી રીતે કરશો ? છે. બોધ થયો. હવે શંકા નથી. હવે પ્રશ્ન નથી. હવે ગૂંચવાડો નથી. હવે સમસ્યા નથી. હવે ભૂલામણી નથી. બોધ થયો. હવે બધું સ્પષ્ટ છે. હવે બધું જ સમજાઈ ગયું છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof શ્લોકાંતર नैवानंदघन: स्थलेषु विविधेष्वालोक्यते कुत्रचिद् आनंदोऽयमपास्तरत्यरतिके निर्वस्तुकेऽस्ति स्थले । छिद्रान्वेषणत्परस्य यशसा बाढं निरासे कृते पूर्णानंदरसे निमज्जतु जनो गायन् गुणान् दृष्टिमान् ॥ आनंद ठोर ठोर नही पाया आनंद आनंद में समाया रति अरति दोऊ संग लीय वरजित अरथ ने हाथ तपाया कोउ आनंदघन छिद्र ही पेखत जसराय संग चडी आया आनंदघन आनंद रस झीलत देखत ही जस गुण गाया ચિંતન સંસારનાં આલંબન ખરાબ છે અને સંસારનાં આલંબનથી પ્રભાવિત થવાની નબળાઈ પણ ખરાબ છે. પહેલાં આલંબનથી બચો. પછી નબળાઈ પર કામ કરો. -उ२ Page #19 -------------------------------------------------------------------------- ________________ ગુરુએ આશીર્વાદ આપતાં કહ્યું : ‘ખૂબ આગળ વધજે.’ શિષ્ય સ્તબ્ધ. ગુરુએ આશીર્વાદ આપ્યા કે ઠપકો આપ્યો ? ગુરુની વાત આમ જુઓ તો સ્પષ્ટ હતી. વડીલ હોય તે આ જ આશીર્વાદ આપે ‘આગળ વધજે.' શિષ્યને એમ લાગ્યું કે મારે હજી આગળ વધવાનું બાકી છે માટે ગુરુ આમ કહે છે. તેણે પૂછ્યું : હજી આગળ વધવાનું છે ? ગુરુએ કહ્યું : તારી તો શરૂઆત જ થઈ નથી. તારે એકડો શીખવાનો છે. શિષ્ય મૂંઝાયો. ગુરુએ હસીને કહ્યું: ‘સાધનામાં આગળ અને પાછળનો હિસાબ નથી હોતો. ભાષામાં અટવાયો તે સાધના ચૂકયો. સાધનામાં પ્રવેશ કરો તે પુરુષાર્થની બાબત છે. પ્રવેશ થયા બાદ આપોઆપ આગળ વધવાનું ચાલતું રહે છે. તને હું કહું છું—આગળ વધજે. તું એમ સમજે કે તે બધું મેળવી લીધું છે તેથી તું ગુંચવાય છે. તે કશું મેળવ્યું નથી. તે કશુંક છોડ્યું છે. સાધના, છૂટતા જવાની ઘટના છે. તે જે છોડ્યું તે મહત્ત્વનું નહોતું. તું જે છોડીશ તે પણ મહત્ત્વનું નહીં હોય. મહત્ત્વની ઘટના હશે, છોડવું. ‘તું કશુંક કરે છે.’ તેવો ભાવ પણ છોડી દે. તું છોડી શકે છે માટે તને કહું છું. આગળ વધ.' શિષ્ય ગદ્ગદ. લાયક જ હોય છે એવું પણ નથી હોતું. લાયક હોય છે તેને પણ સાધના કરતાં આવડી જ જાય એવું પણ નથી હોતું. આવડે તેને પણ સાધના તુરંત સિદ્ધ થઈ જાય તેવું નથી હોતું. સાધના, ટીપ ટીપે ભરાતું સરોવર છે. ભરાઈ જાય પછી સમજાય કે આ સરોવર ટીપાઓનું બન્યું છે. ટીપું ટીપું અલગ પાડી શકાતું નથી. ઝીણવટ હોય છે પણ એ ઝીણવટનો હિસાબ થઈ શકતો નથી. - સાધના દુર્લભ છે. સાધના પ્રત્યે લક્ષ હોય કે દુર્લક્ષ, સાધના તો દુર્લભ જ છે. आनंद ठोर ठोर नहीं पाया સાધના પીડા હોઈ શકે, સાધના ચિંતા હોઈ શકે. ધ્યાનનું આલંબન અને ધ્યાનની તીવ્રતા દ્વારા ધ્યાનનું સ્તર નક્કી થાય છે. આનંદ્ર આત્મસાક્ષાત્કારની અવસ્થા છે. આનંદ્ર મળતો નથી તેની વેદના એ ધ્યાન છે. આનંઃ મળશે જ તેવો વિશ્વાસ એ ધ્યાન છે. આનંદ્ર આ રીતે મળે છે એવી શ્રદ્ધા એ ધ્યાન છે. માતંદ્ર અત્યંત મહત્ત્વનું સાધ્ય છે અને એ શ્રમસાધ્ય લક્ષ્ય છે તેવું મૂલ્યાંકન પણ ધ્યાન છે. વિચાર અને ભાવનાનું જોડાણ જે વિષયમાં થાય તે વિષયનું ધ્યાન ઘટિત થાય. આનંઃ મળશે ખરો પણ ઘણીબધી મહેનત કરવી પડશે. આનંદ મળી જશે તો ખબર પણ નહીં પડે કે આનંદ આવી ગયો, આનંદ ખરેખર તો મળ્યો જ નહીં હોય છતાં તેવું લાગવા માંડશે કે–આ આનંદ મળ્યો. દુર્ગમ છે, ન સમજાય તેવો છે આનંનો લાભ, આનંદ્રની સાધના, આનંદ્ર નામનું સાધ્ય અને આનંદ્રની પ્રાપ્તિ બધું જ દુર્ગમ છે. સાધના જેણે કરી તેણે એ આનંઃ પામી લીધો. એ સાધનાની પ્રવૃત્તિ સૌને નથી મળતી. જેને મળે છે તે સૌ એને ૩૩ - ૩૪ - Page #20 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof આનંદને, પારકી આંખે સમજવાનું પણ દુર્ગમ છે. આનંદને પામવાનો રસ્તો એક જ છે, આનંદને ચૂપચાપ પામી લો. आनंद आनंद में समाया આનંદ મળે નહીં ત્યાં સુધી બધું જ અધૂરું. આનંદ મળે પછી બધું જ પૂરું. આ નિશ્ચય નય છે. તમે પરિણામ શું હાંસિલ કર્યું તે મહત્ત્વનું છે. તમે રાગ ભૂંસ્યો ? તમે કષાય જીત્યા ? તમે વિષયસંગથી વેગળા થયા ? આ બધું કર્યું હોય તો વાત કરો. જો આ બધું બાકી રાખ્યું છે તો તમે વ્યવહારનયમાં છો. સાધનાનો શીખાઉં વિદ્યાર્થી વ્યવહાર નયના વર્ગમાં બેઠો હોય છે. નિશ્ચયનયને તો ઊંડાણ ખપે. વાતો નહીં કરવાની, કામ કરીને બતાવો. रति अरति दोऊ संग लिय वरजित ચારિત્ર મોહનીય કર્મનો નોકષાય વિભાગ ઓછો માથાભારે નથી. રાગના આલંબન દ્વારા રાગનું સંવેદન થાય છે રતિમાં, દુઃખનાં આલંબનમાં દુઃખનું સંવેદન થાય છે ગતિમાં. સંવેદન નીપજે છે તે સમસ્યા છે. આ સંવેદન અનંતની વિરોધી બાબત છે. થિમેમાં આ સંવેદનની તીવ્રતા ઘટતી હોય છે. ને છતાં બીજું અપૂર્વકરણ કરવું પડે છે. ધર્મસંન્યાસ થાય તે પૂર્વે યોગસંન્યાસ કરવાનો છે. દઝાડે તેનાથી દૂર થવાનું. અરથ ને હાથ તપાયા. અરથ એટલે જેના દ્વારા સંસાર પોષાય છે તેવી સામગ્રી. અરથ એટલે રાગ અને દ્વેષના, સુખ અને દુઃખનાં તમામ આલંબન. ઘર, પરિવાર, પૈસા, સાધનસરંજામ, સાજસજાવટ, શરીર, વસ્ત્રો, શણગારો, પરિગ્રહ, સંબંધ, સંબંધી. બીજું પણ ઘણું બધું. વાંક આ બધાનો નથી. વાંક અજ્ઞાનનો છે. -34~ અરથ આધારિત વિચારજગત છે રતિ અને અતિ. આ બે નિરાલંબન નથી હોતા. બંને સાલંબન છે. આલંબન છીડે ચડે છે માટે ચોર ગણાય છે. રથને હાથ તપાયા. એક વિદ્વાન લખી રહ્યા હતા. પત્નીએ જમવાના સમયે તેમને બોલાવ્યા. વિદ્વાન્ પત્નીને કહે : આ શરીરમાં પેટ ન હોત તો કેટલું સારું થાત ? પેટ છે માટે આમ ખાવાના સમયે ઊભા થવું પડે છે. પેટ જ ન હોત તો ઊભા થઈને સ્વાધ્યાયથી અળગા થવાનો વારો ન આવત. પેટ સાધન છે. પેટને ગાળો પડે છે. અરથ છે માટે તેની પર આક્ષેપ છે કે તે તાપ આપે છે. જો આત્મા એમની અસરમાં આવતો જ ન હોત તો એમનો વાંક ગણાત નહીં. વાંક આત્માનો. બદનામી અથની. સાધનાના ક્રમ તરીકે આ જરૂરી સમજણ છે. સંસારનાં આલંબન ખરાબ છે અને સંસારનાં આલંબનથી પ્રભાવિત થવાની નબળાઈ પણ ખરાબ છે. પહેલાં આલંબનથી બચો પછી નબળાઈ પર કામ કરો. સાક્ષીભાવ શબ્દનું એક ખોટું અર્થઘટન આજકાલ પ્રચલિત છે. નિમિત્તો એની જગ્યાએ ભલે રહ્યા, આત્મા શુદ્ધ રહે એટલું કરવાનું, એમ સમજાવી દેવાય છે. આ તે કેવી વાત ? નિમિત્તોથી તુફાન થાય છે તોય નિમિત્તોથી બચવાની વાત નથી. ફક્ત આત્માને શુદ્ધ રાખવાની કોરીધાકોર વાત છે. નિમિત્ત છે તે અસર બતાવશે જ. વહેતું પાણી, પથ્થરમાંય બાકોરું પાડી દે છે તેમ નિમિત્તોની ઉપસ્થિતિ, સાધકનેય કમજોર બનાવી દે છે. સંસારીનું તો કોઈ ગજું નથી. એ થરોના થરો થકી લેપાય છે સંસારમાં. પેઈનકીલરથી દુઃખાવો દબાય છે, મટતો નથી. એનેસ્થેસિયાથી ભાન ભૂલાય છે, ભાન મટતું નથી. અસર ઉતરતા જ દુઃખાવો ને ૩૬૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ ભાન આવવા માંડે છે. એમને કાયમી ઈલાજ નથી ગણતા. નિમિત્ત હોય અને તે જરાય અસર કરી ન શકે તેવું કાઠું કાઢવું તે લક્ષ્ય સાચું જરૂર છે પરંતુ આ લક્ષ્ય સુધી પહોચવા માટે નિમિત્તને દુમન ગણીને દૂર કરવાનું પણ નિતાંત આવશ્યક છે. નિમિત્ત બહારનો સંસાર છે. રતિ-અરતિ ભીતરનો સંસાર છે. માત્ર ભીતરનો સંસાર ખરાબ છે તેવું નથી, બહારનો સંસાર પણ ખરાબ જ છે. નિમિત્તો પર દ્વેષભાવ ન રાખવો, એટલું સાચવવું, બાકી નિમિત્તમાત્રથી દૂરી તો બનાવવી જ જોઈએ. નિમિત્તની ભાગોળમાં ચાલનારો, નિશ્ચયનો સીમાડો આંબી શકતો નથી. નિશ્ચયના અનુભવ પછી નિમિત્ત નિરર્થક બની જાય છે તે સાચું છે અને નિમિત્તની હાજરીમાં નિશ્ચય સુધી પહોંચાતું નથી તે પણ સાચું છે. रति अरति दोउ संग लिय वरजित अरथ ने हाथ तपाया બે મુદ્દા એકદમ સ્પષ્ટ છે : સંસારનાં તમામ આલંબનો કૂડાં ભાસે છે, એક. આલંબનની તમામ અસરો પરિહાર્ય લાગે છે, બે. આ બંને સંગાથે ચાલે છે, ડાબી-જમણી આંખની જેમ. સં] તિય વરનતનો એક ભાવ એ પણ છે કે આલંબનને લીધે રતિ-અરતિ ન થાય તે સર્વોત્તમ બીના છે. પણ જો રતિ-અરતિ થાય જ છે તો એ પણ નિમિત્તની જેમ કૂડી ભાસે છે. નિમિત્તની અસર થઈ તે સમજાય અને તે બદલ રંજ અનુભવાય તે પણ સંગનું વર્જન છે. હેય વસ્તુ છૂટી તો શ્રેષ્ઠ, ન છૂટી તો હેય વસ્તુ માટેનો ઉપાદેય ભાવ તો છૂટવો જ જોઈએ. ઊંચા લક્ષ્યને પણ પૂરવાર થવું પડે છે. કઠિન હોય છે એ લક્ષ્ય, તેથી તુરંત તો ગમતું જ નથી. એ સ્પષ્ટ થાય તો જ ગમે. અન્યથા એનાથી દૂર ભગવાનું મન થાય. कोऊ आनंदघन छिद्र ही पेखत जसराय संग चडी आया આત્માની વાતો બધા સ્વીકારવાના નથી. ઘણાને આ વાતો કંટાળો આપે છે. ઘણા આનો વિરોધ કરે છે. ઘણા તો આત્માને સ્વીકાર્યા બાદ, ક્રિયામાર્ગ કે ભાવનામાર્ગમાંથી એકને માને છે ને બીજાને ઉવેખે છે. કાંટાળી કેડી છે. બજારમાં સમજવા નીકળશો તો ગૂંચવાડા થવાના છે. એક ચોક્કસ માર્ગદર્શક મળી જાય તો બચાશે. માનંદ્ર ની શોધ કરવા નીકળે તેને રોકવાવાળા મળે છે અને મારવાવાળા પણ મળે છે. વાંધો આત્માની સામે હોય છે. પોતાને હું આત્મા છું' એ માનવું નથી. બીજાને ‘હું આત્મા છું' એવું માનવા દેવું નથી. સાધનાના રસ્તે આવા માણસો ભટકાય છે. એમની વાત પર ધ્યાન ન અપાય. સંસારનાં નિમિત્તોથી બચવું તેનો વ્યાપક અર્થ છે અનાત્મભાવ-નાં તમામ આલંબનોથી બચવું. સંસારનાં નિમિત્તોથી બચવા માટે મનને સમજાવવું પડે છે તેમ આત્મવિરોધી વાતોથી બચવા માટે મનને મજબૂત બનાવવું પડે છે. ઊંધા માણસો સાથે ચર્ચામાં પડવાનું જ નહીં. એને હરાવવાની ધૂનમાં ક્યાંક આપણે અટવાઈ ગયા તો નુકશાન મોટું થઈ જાય. એ લોકો ચર્ચા કરીને સમજવા માંગે છે એવું નથી. એ લોકો ચર્ચા કરીને કેવળ આપણને હરાવવા માંગે છે. આવી બાજી નહીં રમવાની. સાધના એકલા રહીને કરવાની છે, આત્મસાક્ષીએ. સાથે સાથે ૩૭૦ - ૩૮ - Page #22 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof આ સાધના કરવા માટે એક માર્ગદર્શકનો સંગ પણ જીવંત રાખવાનો છે. સાધના, શરીરમાં રહીને થાય છે ને શરીર સંસાર ચાળે ફરતું રહે છે. કોઈ પણ ક્ષણે કોઈ પણ અકસ્માત થઈ શકે છે. ખોટો તર્ક આવીને વિચારનું ગળું ઘૂંટે, અસ્ફટ ભાવના વિકાસને મુંધવા માંડે, બૂરા અનુભવ પછી મન પડી ભાંગે, નવી માન્યતામાં અટવાઈ જવાય, સાધક સાવ એકલો હશે તો ભેરવાઈ જશે. સાધનો સાધનાવિકાસ થતો હોય છે ગુરૂસાક્ષીએ. ગુરુ સમક્ષ મનની મૂંઝવણ વ્યક્ત કરતો રહે તે સાધક અનાત્મભાવથી પોતાને બચાવી શકે છે. આ એક વાત છે. બીજી વાત એ છે કે સાધક મનમાં મૂંઝાયેલો છે એની સાધકને ખબર પડે કે ન પડે પણ ગુરુને તેની અવશ્ય ખબર પડે છે. जसराय संग चडी आया ગુરુ પણ વહારે ધાય ને સહસાધક પણ વહારે ધાય. સાધનાનો સાધર્મિક સાધકને સલામતી બક્ષે છે. સાધક આત્માની દૃષ્ટિએ એકલો હોય છે. જીવનચર્યામાં સાધક ગુરુ સાથે હોય અથવા સમાનધર્મી સાથે હોય. મનને બચાવવા, સહવર્તી સાક્ષીઓ સતત આવશ્યક ગણાય છે સાધનામાં. સહવર્તીની સાધનામાંથી સતત પ્રેરણા લે છે સાધક, પોતાનું મન કમજોર થઈ રહ્યું છે તેવું સાધકને સમજાય તો સાધક, ગુરુ કે સમાનધર્મીની સાધનાને જોવા લાગે છે. મન થોડું કમજોર થયું છે પણ સાધનાના સંસ્કારો તો છે જ. ગુરુ કે સમાનધર્મી કેવું મજબૂત મન લઈને બેઠા છે ? એનું મૌન અને અંગત અવલોકન કરીને સાધક પોતાને હિંમત, ઠપકો, તાકાત, સમજણ આપે છે. आनंदघन आनंद रस झीलत देखत ही जस गुण गाया સાધકની સાધનાને જોવા માટે સમ્યગુ દૃષ્ટિ જોઈએ અને એમાંથી પ્રેરણા પામવા માટે સુવર્ણપાત્રતા જોઈએ. સાધકનું જગત કર્મોની સામે વાવંટોળ લાવતું હોય છે. કર્મો સામું જોર કરીને મોટી આંધી લાવે તેવું અકસર બને છે. સાધકનું લક્ષ્ય છે સાધનામાં ટકી રહેવાનું ને આગળ વધવાનું. સાધનામાં જે ચુસ્ત રીતે પાલનરત છે અને કટ્ટરભાવે ક્રિયામગ્ન છે તેને સાધક જોયા કરે છે. સંસારના રાગદ્વેષની પક્કડને સાવ કમજોર બનાવી દેનાર સાધકનું મન, એ સાધનાને એકરાગ ભાવે નિહાળે છે. સાધકને સ્થિરતા આપે છે એ અવલોકન, મન જરા થાકેલું ત્યારે એ અવલોકનમાંથી તાકાત મેળવેલી. મન મજબૂત થયું એટલે એ અવલોકનમાંથી સતત જુસ્સો મળવા લાગ્યો. અનાત્મભાવની નાગચૂડને તોડનારા સાધકોને સલામ. 70 Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્લોકાંતર कुत्राऽऽनंदघनोऽस्ति दर्शयतु नः प्रश्नेऽत्र जाते शुभे शिष्यं सद्गुरुरुक्तवान् विहगतां चांचल्यवान् संत्यज । हट्टे नायमवाप्स्यतेऽर्थविरतोऽलक्ष्यो दशादर्शनः तं प्राप्तः किल मौनमेव भजति प्रागट्यवानात्मनः ।। आनंद कोउ हम दिखलावो कहाँ ढूंढत तू मूरख पंखी? आनंद हाट न बेकावो ऐसी दशा आनंद सम प्रकटत ता सुख अलख लेखावो जोई पावे सोई कछु न कहावत सुजस गावे ताको वधावो ચિંતન સાધક ચબરખી જેવો હોય. લખાય, ને કામ પતે એટલે ખોવાઈ જાય. -४१ -४२ Page #24 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof મારા પ્રશ્નનો જવાબ આપ જ આપી શકશો.’ શિષ્ય બોલે ‘પ્રશ્ન પૂછવાવાળો તું કોણ ?' ગુરુ કહે છે. આપ જવાબ દેશો તેવો વિશ્વાસ છે માટે શ્રદ્ધાથી પૂછું છું’. શિષ્ય ફરી બોલે છે. જવાબ આપવાવાળો હું કોણ ?” ગુરુ કહે છે. સાધનામાં એક ક્ષણ એવી પણ આવે છે, જેમાં સાધકને મુંઝવણ પારાવાર થવા લાગે છે, મનને શાંત અને શુદ્ધ કરવાનો પ્રામાણિક પુરુષાર્થ કર્યા પછી પણ અંદરથી સમજાય કે ઊંડે ઊંડે અશાંતિ છે, અશુદ્ધિ છે. અત્યારે ભલે નડી નથી શકતી પણ, કચરો અંદર હોય તો, ગમે ત્યારે વાસ મારશે જ. જે આવડતું હતું, જેટલું થઈ શકતું તે બધું જ કરી લીધું. હજી પણ પરિણામ અધૂરું રહે તો ક્યાં જવું ? आनंद कोउ हम दिखलावो કદાચ, ક્રિયા કરતાં આવડી નથી માટે ક્રિયાનું ફળ નથી મળ્યું. કદાચ, અર્થનો બોધ જ નથી માટે સૂત્રનો ઉચ્ચાર શુદ્ધ નથી. કદાચ, વિધિનો ક્રમ જાળવ્યો નથી માટે ધર્મ જીવંત બનતો નથી. સંભાવના ઘણી છે આપણામાં જ કમી હોવાની. પોતાની અધૂરપ સમજાતી નથી ત્યાર સુધી વાંક બીજાનો જ દેખાય છે. સાધના કરું છું એવું માનીને ચોક્કસ શુભ પ્રવૃત્તિ સાથે જોડાયા તો ખરા. સમય ઘણો ગયો ને સ્વભાવ બદલાયો નહીં એટલે પ્રામાણિક મને શોધખોળ આદરી. મારા ધર્મનો પ્રભાવ મારા સ્વભાવ પર પડ્યો કે નહીં ? આજે તપાસ ચાલીએ છીએ તેથી વધુ સારા થવાનું લક્ષ્ય હતું. દેખાયું કે છીએ એવા જ છીએ. હવે શું કરવું ? થોડું મનોમંથન પોતાની પાત્રતા બાબત ચાલ્યું. ધીમેધીમે અપ્રામાણિક મને બળવો પુકાર્યો : આ પંથમાં મજા નથી. વીતરાગપ્રણીત માર્ગ પ્રત્યેની અનાસ્થા જાગી. અન્યમાર્ગો માટેની જિજ્ઞાસા ઊભી થઈ. કોઈ રજનીશ, કોઈ રવિશંકર, કોઈ રામદેવ તરફ આકર્ષણ જાગ્યું. મા પ્રેમ ન કરે એટલે મા તરીકે મટી નથી જતી. ધર્મ પ્રભાવ ન દેખાડે એટલે ધર્મ તરીકે મટી જતો નથી, પ્રેમ અને ધર્મ પામવાના હોય છે. એમાં હેરાફેરી ન હોય. कहां ढूंढत तू मूरख पंखी પંખી ડાળે ડાળે આસન બનાવે, ઠરીઠામ ન બેસે, પંખી બગીચે બગીચે ઊજાણી મનાવે, એક જગાએ જંપીને ન બેસે. પંખીનું નામ જ ચંચળતા. એ મનુષ્ય નથી એટલે એનો સ્વભાવ એને મુબારક. આપણામાં એકનિષ્ઠા હોવી જોઈએ. શાંતિની ખોજ ચાલવી જોઈએ, પણ સવળા મને જ એ ચલાવાય. સાધનાનું પરમ લક્ષ્ય છે : વીતરાગ અવસ્થા. વીતરાગ ભગવંતની પ્રધાનતા, વીતરાગભગવંતની ઉત્કૃષ્ટતા અને વીતરાગ ભગવંતની તારકતા પ્રત્યેની શ્રદ્ધા ડામાડોળ થઈ જાય તેવું ચિંતન કે આચરણ આપણી માટે કશા કામનું નથી. એક કવિતા વાંચી હતી એનો ભાવાર્થ એ હતો કે ‘વરસાદમાં મજા ન આવી એમ ન બોલાય, વરસાદ આવ્યો પણ મજા લેતાં ન આવડી—એવું જ બોલાય.' સાધનાથી શાંતિ ન મળી એવું ન બોલાય. સાધના પાસેથી શાંતિ મેળવતા ન આવડી એવું બોલાય. બીજા માર્ગોનું સાચુંખોટું તત્ત્વ સોચવાનો આ સમય Page #25 -------------------------------------------------------------------------- ________________ નથી. એ એની મેળે સમજાશે. આપણી વિચારશૈલીનું સાચુંખોટું તત્ત્વ શોધવાનો સમય આવી પહોંચ્યો છે, બહાર શોધવા જશો તો અટવાશો. અંદર શોધવાનું છે. થોડાક પૂર્વગ્રહોને દૂર કરવાના છે. આ ગૃહીતોએ સાધનાને નિષ્ફળ બનાવી રાખી છે ઃ ૧. આપણે જે કરતાં હોઈએ તેના કરતાં કંઈક જુદું કરીએ તો મજા આવે. જે કરવામાં મજા ન આવે તે છોડી દઈએ તો મજા આવે. ૨. ૩. જેમાં સમજ ન પડે તેમાં મજા ન આવે, જેમાં સમજ પડે તેમાં જ મજા આવે. ૪. સાધનાના સમયે સાધના કરવાની. મજા કરવાના સમયે મજા કરવાની. બે ભેગા ન થાય. ૫. પોતાની સમજણ મુજબ જ કરવાનું. સમજણ આપનારે પોતાની વાત જબરદસ્તી શીખવાડવાની નહી. હું કરું તે સાચું. ૬. ચોપડીઓ વાંચીને અને કેસેટ્સ સાંભળીને સાધના સમજી લેવાની. સાધકો અને ગુરુઓથી દૂર રહેવાનું. ૭. જે આવડે છે તેમાંથી થોડું થોડું કરતા રહેવાનું. આ ઉંમરે હવે નવું શીખવા ક્યાં જવાય ? ૮. આ જમાનામાં કડક નિયમો રાખવાના જ ન હોય. બધાને ફાવે તેવું જ રાખવાનું. આ બધી ધારણાઓના જવાબ તો છે જ પણ તેની માટે આ જગ્યાએ અવકાશ નથી. આ ધારણાઓ સાધનાના સાચા માર્ગથી દૂર ૪૫ લઈ જનારું પ્રબળ આલંબન છે. દરેક વસ્તુની જેમ સાધનામાં પણ અસલીનકલીનો તફાવત સમજતાં આવડવું જોઈએ. મેળવણ નાંખ્યા પછી દહીં જામે તેની રાહ જ જોવાની હોય, અવિશ્વાસ ન રખાય. સાધના મળી તેનું પરિણામ આવશે જ. ધીરજ રાખવાની હોય. कहां ढूंढत तू मूरख पंखी आनंद हाट न बेकावो સાધનાની દુકાનો મંડાતી નથી. સાધનાનું એક ઘર સજાવવાનું હોય છે. બિલાડીનું બચ્ચું ઘર બદલે, વારંવાર બદલે તે એનો સ્વભાવ છે. આપણો સ્વભાવ આવો ન હોવો જોઈએ. રસોડામાં કાંઈ ખૂટતું હોય તો બજારમાં એ લેવા નીકળાય. ધર્મમાં કાંઈ ખૂટતું હોય તો ? આ સવાલ જ ગલત છે. આપણામાં બધું એટલું ખૂટી રહ્યું છે કે આપણને ધર્મ પણ સાચો નથી લાગતો. ધર્મ, સંપ્રદાય તરીકે ઓળખાય છે ત્યારે ધર્મની ચોક્કસ વ્યવસ્થાનો નિર્દેશ થતો હોય છે. વ્યવસ્થા વિના ક્યાંય કશું ચાલતું નથી. ધર્મની ચોક્કસ આચારસંહિતા અને વિચારસંહિતા એના અનુયાયીને બાંધવા માટે નથી બલ્કે એને સ્થિરતા આપવા માટે છે. બાળક નાનું હોય તો વધારે ધ્યાન રાખવું પડે તેમ સાધક નવો હોય તો તેની માટેનું માર્ગદર્શન વિગતવાર હોવું જોઈએ. સંપ્રદાય શબ્દની સૂગ રાખનારા, મૂરતુ પંહી છે. સારી સ્કૂલ પોતાનો ડ્રેસકોડ, સિલેબસ અને સમયસારણિને વળગી રહે તે ખોટું નથી ગણાતું. તેના વખાણ થાય છે. ધર્મ પોતાની વિધિ, પોતાનો આચારમાર્ગ અને પોતાની ઉપદેશપદ્ધતિને વળગી રહે તેને સંપ્રદાય ગણાય છે તો એ શીદ અણગમતું ? નાચ ન જાને, આંગન તેડા. -૪૬ - Page #26 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof ऐसी दशा आनंद सम प्रकटत ता सुख अलख लेखावो મજાનો શબ્દ છે દશા. અવસ્થાનો જ પર્યાયવાચી શબ્દ છે દશા. પરંતુ દશા પ્રગટે છે. અવસ્થા પ્રગટતી નથી. દેશા આતંત્રી પ્રગટે છે. સાધનાની દરેક ક્રિયા ‘શા' પ્રકટ કરી આપે છે. + સદ્વાંચન અને સૂત્રનું પુનરાવર્તન, દશા પ્રકટાવે છે. + ગુરુસેવાનું કાર્ય કર્યું. એ કાર્ય થયું છે તે જાણ્યા બાદ ગુરુએ સંતોષ વ્યક્ત કર્યો, તેનાથી દશા પ્રકટે છે. + ગોખવા બેઠા ને ઘડીકમાં દશ ગાથા મોઢે થઈ ગઈ, વાંચવા બેઠાને બે ઘડીમાં દોઢસો શ્લોક વંચાઈ ગયા, સંખ્યા મહત્ત્વની નથી, સંપન્નતા મહત્ત્વની છે. એના થકી નીપજે છે દશા. + જિનવચનનું વાંચન કરતાં કે ગુરુમુખે શ્રવણ કરતાં પરમ સંતોષ મળ્યો ને ઊંચી પ્રેરણા પણ મળી તેનો સહજ રાજીપો થાય તે દશા. + પ્રભુસન્મુખ રાગપૂર્વક સ્તુતિ ગાતાં આંખો ભરાઈ આવી તે દશા, પુનરાવર્તનથી આવે. દશા, પૂર્વતૈયારીથી આવે. દશા, પ્રામાણિક પ્રયત્નથી આવે. દશા, પ્રેમાદર રાખીએ તેનાથી આવે. દશા, પરિણામશુદ્ધિથી આવે. દશા, પ્રબુદ્ધ ચિંતનથી આવે. આ દશામાં આનંદ પ્રકટે છે. આનંદ્ર સમ એટલે-આલંબન વિના મળનારો નિજાનંદ તો ઊંચો છે જ, આ દશા પણ એ આનંદ્ર જેવી જ અદ્ભુત છે. સારાં આલંબને સારો પ્રભાવ પાથર્યો આતમાં પર, એ દશા છે. આતમાં આલંબનથી નિર્લેપ બની ગયો તે આનંદ્ર છે. દશામાં બૂરા આલંબનોની અસર નામશેષ થાય. આનંમાં આલંબનમાત્રની અસર નામશેષ થાય. દશાનું સુખ કેવું છે ? , યોગમાર્ગનો આ પાણીદાર શબ્દ, A અને –ના કોમલ ઉચ્ચાર પછી હું-નો ખડકસ્પર્શ કરાવીને જીવને ઢંઢોળતો રહે છે. અને+વનો મતલબ છે, તરત ન સમજાય તેવો અનુભવ. જે અનુભવનું વર્ણન થવાનું જ નથી તે ૩મના છે, અલક્ષ્ય. આ સુખ બજારમાં નથી મળતું. હાર્ટ ૧ વૈાવો. અલખ નિરંજન, અવધૂત યોગીઓની ઉદ્ઘોષણા છે. નિરંજન એટલે અમે કોઈના કાબૂમાં નથી. અલખ એટલે અમને બાંધવાની કોશિષ કરશો નહી, તમને નહી આવડે, અમને પાડવાની કોશિષ કરશો નહી, તમે નથી ફાવવાના. અમને જીતવાની કોશિષ કરશો નહી, તમારું ગજું નથી. અમને હરાવવાની કોશિશ કરશો નહી, તમારી તાકાત નથી. અલખ સુખ માટે સાધક તરસ્યો રહે છે. અલખ સુખ માટે સાધક સમર્પિત રહે છે. સુખ જીવનો સ્વભાવ છે. ખોટાં સુખમાં જીવ અટવાયો છે. ખોટું સુખ છૂટી જાય તે અલખે. દશી. + પ્રતિક્રમણનાં સુત્રો પર ચિંતન ચાલ્યું ને પાપનો પ્રબળ પસ્તાવો ઉમટી આવ્યો. દશા. સભાનતાપૂર્વક કરાતી ક્રિયા પ્રવૃત્તિ રૂપે સંપન્ન થાય છે તેની સમાંતરે એક ભાવધારા બનાવી મૂકે છે. આ ભાવધારાનું આલંબન ધર્મક્રિયા છે માટે આ ભાવધારાની અનુભૂતિને જ દશા કહેવાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ जोई पावे सो कछु न कहावत અલખ લગી પહોંચી ગયો તે બોલવાનું ભૂલી જાય. સાચી અનુભૂતિને તત્ત્વસંવેદન કહેવાય છે. પામનારો અવાક્ થઈ જાય. આત્માનો આછેરો સાક્ષાત્કાર જબરદસ્ત જુવાળ જગાડી દે છે. સ્તબ્ધ કરી દે એવો અનુભવ. આ દુનિયાની કોઈ ભાષા સાક્ષાત્કારનું વર્ણન ન કરી શકે. ભાષા માર્ગદર્શન જ આપે, ભાષા અનુભવ કરાવી આપતી હોત વર્ણન દ્વારા, તો સાધના કરવાની આવશ્યકતા રહેત જ નહીં. ભાષા કેવળ નકશો છે. ભાષા ગતિ નથી, પ્રગતિ નથી. એટલે જે ગતિ સાધીને પ્રગતિ પામી ચૂક્યો છે તે ભાષાને છોડી દે છે. એ મૂક ન થઈ જાય. એ બોલે ખરો. પરંતુ આત્માની અનુભૂતિનું વર્ણન એ કરે જ નહીં. જ્ઞાની અશક્ય પ્રવૃત્તિ આદરે નહીં. અશક્ય પ્રવૃત્તિ આદરે તે જ્ઞાની નહીં. ન શહીંવત. અનુભૂતિ પામનારો પોતાની પ્રશંસામાં ન માને, પોતાની નિશ્રામાં પ્રસંગો થાય એમાં ન માને, પોતે પ્રભાવના કરી રહ્યો છે તેવું ન માને. ઔદયિક ભાવે જે થાય છે તે પાપપુણ્યનો ખેલ છે. ક્ષયોપશમભાવે જે થાય છે તે આશ્રવ-સંવરનો ખેલ છે. સાધકને પાપોદય કે પુણ્યોદયની પરવા ન હોય. જેનો ઉદય ચાલતો હોય તેને પસાર થઈ જવા દે. પોતાનું ધ્યાન આશ્રવસંવર પર રાખે. આવો સાધક પોતાનો પ્રચાર ન કરાવે, પોતાના ભક્તો વધારવામાં રસ ન લે. પોતાનું વર્ચસ્વ જમાવવાનો એને મુદ્દલ શોખ ન હોય. પોતાનું નામ ઇતિહાસના ચોપડે નોંધાય તેમાં સાધકને રસ ન હોય. સાધક ચબરખી જેવો હોય. લખાય, ને કામ પતે એટલે ખોવાઈ જાય. દસ્તાવેજનાં પાનાઓ ભરવામાં સાધકને શો રસ ? ચક્રવર્તીનાં નામો અમર નથી રહ્યા તો બીજા કોનાં નામ અમર થઈ શકવાના હતા ? નિશ્ચયની ભૂમિકાએ પહોંચેલા આવા સાધકને કશું ખપતું નથી. પણ, ખીલેલા ફૂલની સુવાસ તો ફેલાય જ છે. શ્રીખેમઋષિજી જયાં પારણા કરતા ત્યાં ભક્તો પ રચાવતા કેમકે આ મહાત્માજી ભક્તોથી દૂર ભાગતા હતા. સાધનામાં ઉપરની તરફ નજર રાખવી એ નિયમ છે. નિશ્ચયના યોગી એટલા ઉપર છે કે એમને આત્મા સિવાય કાંઈ દેખાતું નથી, વ્યવહારના સાધકોની નજર ઉપર છે. તેમને આ નિશ્ચયયોગીનાં દર્શન થાય છે. सुजस गावत ताको वधावो સિદ્ધયોગીનાં મૌનને વ્યાખ્યાન કહેવાય છે. મૌન વ્યારાન. સાધકની ગુણદૃષ્ટિને બોધ કહેવાય છે. સાધક માટે, ઉપરની ભૂમિકાનો સાધક સિદ્ધ છે. નિશ્ચયનો સાધક સિદ્ધ. વ્યવહારનો સાધક, પ્રક્રિયાવર્તી સાધક. નિશ્ચયના સાધકને પૂર્વે વ્યવહારના સાધક બનવા મળ્યું તે પછી જ એ નિશ્ચયનો સાધક બન્યો.વ્યવહારનો સાધક, નિશ્ચયના સાધકને જોઈને પોતાનાં ભવિષ્યની સુરેખ કલ્પના કરે છે. સિદ્ધ બનેલા સાધકની સિદ્ધિને સાધના કરી રહેલો સાધક વધાવે છે. જિનશાસનની યોગસાધનામાં હંમેશા આ અનર9ની સાધના થતી આવી છે. ઇતિહાસમાં નોંધાયા વિના જ સિદ્ધિ સુધી પહોંચેલા સિદ્ધપુરુષો પણ છે અને પોતાની સાધનાના ઉત્કર્ષથી સહસા પ્રસિદ્ધ બનેલાં પૂજય પુરુષો પણ છે. આપણે સાધનાથી વંચિત છીએ તે આપણું જ કમનસીબ. જિનશાસને તો સૌને ન્યાલ કર્યા છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof શ્લોકાંતર प्राप्तानंदघनप्रतीतिरचलं सौख्यं पदं दुर्गमं जीवोऽयं लभते स्वभावसुभगं पूर्णप्रशंसास्पदम् । आविर्भावितसद्यशस्यनुपमे धन्योऽनुभूत्याऽऽक्षये जातेऽस्मिन् विलसन्ति भावविधुरा श्रेयःसमिद्धा दशाः ।। ६ आनंदकी गत आनंदघन जाने वाइ सुख सहज अचल अलख पद वा सुख सुजस बखाने सुजस विलास जब प्रगटे आनंद रस आनंद अक्षय खजाने ऐसी दशा जब प्रगटे चित्त अंतर सोहि आनंदघन पिछाने ચિંતન શરીર, કર્મ અને પુદ્ગલ. આ ત્રણ તત્ત્વોમાંથી સુખદુ:ખ આવ્યા કરે છે. શરીરમાં આત્મા છે. કર્મ આત્મામાં છે, પુદ્ગલનો અનુભવ આત્માને અધૂરપથી ભર્યા કરે છે. ત્રણેયની છુટ્ટી કરાવી દે તે સહજ સુખ. -५२ Page #29 -------------------------------------------------------------------------- ________________ મૂંગો હતો. જંગલમાં રહેતો હતો. આદિવાસી હતો. રાજા ભૂલો પડેલો તેને રસ્તો દેખાડ્યો. રાજા તેને પોતાનાં નગરમાં લઈ ગયો. પહેલી વાર જંગલની બહાર આવેલો. મજા આવી ગઈ. રાજાએ એને ભરપૂર મીઠાઈ ખવડાવી. એ પાછો ઘેર આવ્યો. સૌ પૂછે : ક્યાં જઈ આવ્યો. હાથ ઊંચો કરીને કહે : ત્યાં. સૌ પૂછે : ત્યાં એટલે ક્યાં ? ભોળાભગત ઈશારો કરીને કહે : બહાર. સૌ પૂછે : બહાર? બીજા જંગલમાં? આદિવાસી ઈશારાથી ના કહે ને વળી નવો ઈશારો કરી કહે : ત્યાં. સૌ પૂછે : ત્યાં શું કર્યું? આ કહે, ઈશારાથી : ખાધું. સૌ પૂછે : શું ખાધું? હવે મૂંગો ગૂંચવાય. જે ખાધું હતું તેનું નામ ખબર નહીં. જે ખાધું હતું તેનો સ્વાદ યાદ તો હતો પણ સમજાવે શી રીતે ? બધા ઈશારા વ્યર્થ ગયા. પ્રારંભ થાય. કર્મોની તીવ્રતા તૂટતી જાય તેમ સાધનાનું બળ વધતું જાય. કર્મો સાવ કમજોર થઈ જાય ત્યારે સાધનાનું શિખર આવે. કર્મો ખતમ થાય. એ સાથે જ સાધના પણ ખતમ થાયસાધનાનું વર્ણન હજી થોડું સમજાય. સાધના પછી જે ઘટિત થાય છે તેનું તો વર્ણન પણ ઓછું મળે છે અને એ સમજાય છે પણ ઓછું. સંસારી અવસ્થા, કર્મોદયની વિવિધ અવસ્થા, ચારગતિની વિભિન્ન અવસ્થા, અપુનબંધકથી માંડીને ચૌદમાં ગુણસ્થાનક સુધીની અવસ્થાનું વર્ણન મળે છે. વાંચીને વિચારતા જઈએ તેમ તે તે જીવોનું ભાવજગત અને સ્વભાવજગત સમજાવા લાગે. સિદ્ધનું અભાવજગત સમજાતું નથી. સિદ્ધને પોતાનું સ્વરૂપ સમજાય, બીજું સમજાય કેવળજ્ઞાનીને. आनंद की गत आनंदघन जाने આઠ કર્મોમાં અટવાયેલા જીવને પોતાનું દુઃખ પણ સમજાતું નથી, એ સિદ્ધનાં સુખને સમજી ન શકે. वाइ सुख सहज अचल अलख पद वा सुख सुजस बखाने સિદ્ધનું સુખ સહન છે. સાથે રહે, સાથે આવે ને સાથ આપે તે સન. ચેતના સાથે રહે છે, સાથે આવી છે અને સાથે આવશે. ચેતના, એકાકી ચેતનામાંથી નીપજેલું સુખ, સહન સુખ છે, નિજી અસ્તિત્વનું સંવેદન એ સહન સુખ છે. શરીર વિના, મન વિના, કર્મ વિના આત્મચેતનાનો સઘન અનુભવ લેવો તે સરંગ સુખ છે. આત્મા સાથે આત્મા સિવાય બીજા કોઈનો સંબંધ ન રહે તે સહન સુખ છે. આપણા આતમરામને તો નામ અને કામની ખબર પડે. નામ વિનાનું કામ તે જ સહન સુખ. પ્રયત્નો કરવા અને પરિણામ મેળવવું આ છે તન અને આદિવાસી ‘ત્યાં’ એવો ઈશારો કરી શકે છે, આદિવાસી ‘તે’ એવો ઈશારો કરી શકે છે. ‘ત્યાં' શું છે અને ‘તે' શું છે તે સમજાવી શકતો નથી. સિદ્ધપદ, સિદ્ધયોગીથી પણ ઉપરની અવસ્થા છે. અશરીર આત્માની અવસ્થા, મોક્ષનું લક્ષ બંધાય ત્યારથી ધર્મસાધનાનો સાચો - પ૩ જ - ૫૪ - Page #30 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof મનનું જીવન. પ્રયત્ન અને પરિણામથી પર થઈ ગયેલું અનંત જીવન છે સિદ્ધનું. જે સહજ નથી તેની માટે પ્રયત્ન કરવો પડતો હતો. સહજ નહોતું તે ભૂંસી નાંખ્યું. બાકી રહ્યું માત્ર સદગ. પુણ્ય બાંધતાં હતાં તો સુખ મળતું હતું. પાપ બાંધતા હતા તો દુઃખ મળતું હતું. પુણ્ય ખતમ થતું તો દુ:ખ શરૂ થતા. પાપ ખતમ થતું તો સુખ શરૂ થતા. સુખ અને દુ:ખમાં નવા પાપ અને પુણ્ય બંધાતા. આ બધું અસહજ હતું. સિદ્ધ બને તે પાપ અને પુણ્યથી પર થઈ જાય, સુખ અને દુઃખથી અલગ થઈ જાય. સહન થવું એટલે આત્મા સિવાયના તમામની બાદબાકી કરવી. શરીર, કર્મ અને પુદ્ગલ–આ ત્રણ તત્ત્વોમાંથી સુખદુ:ખ આવ્યા કરે છે. શરીરમાં આત્મા છે. કર્મ આત્મામાં છે. પુદગલનો અનુભવ આત્માને અધૂરપથી ભર્યા કરે છે. ત્રણેયની છુટ્ટી કરાવી દે છે સહન સુખ. આત્મા છે, સ્વતંત્ર છે. આત્મા શરીરમાં હોય તો આયુષ્ય હોય, મૃત્યુ હોય ને જનમજનમની યાત્રા હોય. આત્મા શરીરતત્ત્વથી જ વિખૂટો થઈ ગયો છે, આયુષ્ય, મૃત્યુ અને જન્માંતર, હવે કયારેય નહીં નડે. શરીર માં આત્મા છે તો શરીરની સતત માંગ રહે છે, પાંચ ઇન્દ્રિયની માંગ. દરેક માંગ પુનરાવર્તન અને પુનરાવર્તન અને પુનરાવર્તનમાં રમતી હોય છે. શરીરથી આત્મા વિખૂટો જ થઈ ગયો છે, હવે માંગ અને પુનરાવર્તન બંને મટી ગયા. શરીર છે માટે રોગ છે. થાક છે, મહેનત છે, શરીર ન રહ્યું એટલે આ બધું પણ ગયું. સહંગ સુખ શરીર વિના જીવાતી જીંદગીમાં સદા પ્રકાશિત હોય છે. આત્માને કર્મ સતાવે છે. આઠેય કરમોનો મોરચો અલગ છે ને આઠેયનો હુમલો એકસંપી છે. આત્માની શરીરરૂપી સમસ્યાનું મૂળ આ કર્મ જ છે. કર્મ આંખે પાટો બાંધે છે જ્ઞાનાવરણ થઈને. કર્મ, રોકી રાખે છે દ્વારપાળ થઈને. કર્મ, જીભને ચીરી નાંખે છે. કર્મ, વિવિધ રંગો પૂરે છે. કર્મ, આત્માને કેવા કેવા નાચ નચાવે છે તે ઉપમિતિમવારંવા શાસ્ત્રમાં વિગતવાર વર્ણવેલું છે. કર્મએ આત્માની અવદશા કરી મૂકી છે. પાંચમાં અનુત્તર દેવલોકથી માંડીને સાતમી નરક સુધીનાં શરીરબંધન કર્મની જ દેન છે. સાધારણ વનસ્પતિકાયથી માંડીને પર્યાપ્ત પંચેન્દ્રિય સુધીની દેહરચના કર્મથી જ બની હોય છે. કશું જ સહજ નથી. પાંચ પ્રકારના શરીર, ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ-કાશ્મણ જરીક પણ સહજ નથી. અભણ હોવું કે વિદ્વાન્ હોવું, કાંઈ સહજ નથી. ગરીબ હોવું કે શ્રીમંત હોવું, કાંઈ જ સહજ નથી. માંદા હોવું કે સાજા રહેવું, કશું સહજ નથી. ભૂખ્યા-તરસ્યા થવું કે ભર્યો ભર્યો ઓડકાર ખાવો, કાંઈ સહજ નથી. મૂંગા થવું કે સંગીતકાર બનવું, કાંઈ સહજ નથી. છલાંગ ભરવી કે આરામથી બેસવું કાંઈ સહજ નથી. નિરક્ષર હોવું કે સેંકડો કિતાબોના સર્જક બનવું, કાંઈ સહજ નથી. ભીખ માંગવી કે દાન દેવું, કાંઈ સહજ નથી. ચોરી કરવી કે ન્યાયાધીશ બનવું, કશું સહજ નથી. સહજ નથી કેમ કે બધે જ કર્મનો પ્રભાવ છે. કર્મનો પ્રભાવ પૂરેપૂરો ખતમ થઈ જાય ત્યારે જ આત્માનો સંગ આનંદ પ્રગટ થાય. આ સદંન સુખની વિશેષતા એ છે કે તે સર્વત્ર હોય છે. દૂધ, મધુર હોય છે પણ લીંબુનો છાંટો પડે તો ફાટી જાય. ફૂલ, સુંદર હોય છે પણ છોડથી છૂટું પડે તો કરમાઈ જાય. મીઠાઈ, ભાવે એવી હોય છે પણ સમય વીત પછી બગડી જાય. પુગલનું સુખ, ઝંખવાઈ જવાનો સ્વભાવ લઈને જ આવતું હોય છે. દૂધ હંમેશા એવું ને એવું દૂધ જ રહે છે ? ના, ફૂલ હંમેશા એવું ને એવું Page #31 -------------------------------------------------------------------------- ________________ જ રહે છે? ના. મીઠાઈ, હંમેશા એવી ને એવી જ રહે છે? ના. કેમ એમ ? એ બધું સહજ નથી. એ બનાવવામાં આવેલી વસ્તુઓ છે. આત્માનું સહજ સુખ, પ્રગટ થયેલું તત્ત્વ છે. વસ્તુઓ વિનાશી હોય, તત્ત્વ અવિનાશી હોય. વસ્તુ બને ને પછી બગડી જાય. સહજ સુખ ભલે, ધીમે ધીમે, લાંબા પરિશ્રમના અંતે પ્રગટે પણ સહજ સુખ પ્રકટે પછી હંમેશા એમનું એમ જ રહે. અવત.. એકેન્દ્રિય જીવની કાયસ્થિતિ, અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીની હોય છે તેનો પણ અંત આવી શકે છે, અનુત્તરદેવનું આયુષ્ય તેત્રીસ સાગરોપમની અધધ, અવધિ ધરાવતું હોય છે. તેનો પણ અંત આવી શકે છે. સરંગ સુખ સર્વત્ર છે. એ આવે પછી ક્યારેય અંત પામતું નથી. સાચા સુખને સરહદો બાંધી નથી શકતી. સાચું સુખ સદાનો સંગાથ આપે છે માટે જ તેને સારું ગણવામાં આવે છે. આ સુખ સમજાવી શકાતું નથી, તd, ઓળખવા માટે પાત્રતા જોઈએ, આલેખવા માટે પ્રભાવ જોઈએ. અનુભવવા માટે પરિણતિ જોઈએ. શબ્દોની રમતથી આ સુખનો અંશ પણ સમજાતો નથી. ભાવનાશીલ હૃદય અને જિજ્ઞાસાશીલ માનસ જ સાધનાને સમજી શકે છે. સાધનાને સમજે તે સિદ્ધિનાં સુખનાં કલ્પના કરી શકે. બીજાનું કામ નથી. કલ્પના કરવા છતાં, એ સુખ પૂરેપૂરું સમજાતું પણ નથી અને હાથમાં પણ નથી આવતું, સાધનાના તમામ કોઠાઓ વીંધી લો પછી જ એ સુખ મળે છે. સંસારી અને સાધક, બંને માટે એ સુખ, ખૂબ દૂર છે, અનરd. वा सुख सुजस वखाने સહજ સુખ મળે એવા સંયોગો નથી તેનું દુ:ખ થાય છે. પાંચમા આરામાં આવો અલખરસ પીવા નથી મળવાનો તે જાણીને સખ્ખત હતાશાનો અનુભવ થાય છે. છતાં એક ખુશી પણ મનમાં જાગે છે : અનg સુરવની કલ્પના તો થઈ શકે છે ? અત્તર સુરવું છે અને તે મેળવવાનો મ7 ઉપલબ્ધ છે. આટલું જાણવા મળ્યું તે નાનીસૂની ઘટના નથી. આતમજીને અલખ સુખ ગમે છે માટે આતમજી અલખસુખની પ્રશંસા કરી શકે છે. સહજ સુખની સાધના દુર્લભ છે. પ્રશંસા દુર્લભ નથી. સહજ સુખની પ્રશંસા કરવાથી સહજ સુખ માટેનો રાગ વધે છે. સહજ સુખ માટેનો રાગ, સાધનાની તાત્ત્વિક પાત્રતા સુધી પહોંચાડે છે. પ્રશંસા કરી તેનો વિચાર કરવો જ પડે છે, એનું મહત્ત્વ સમજાય ત્યારે જ પ્રશંસા થતી હોય છે. સહન સુરવું પૂરેપૂરું મળશે ત્યારે કેવો અનુભવ થશે અને કેવો આનંદ મળશે એની ચિંતનયાત્રા રાતદિન ચાલુ જ રહેવી જોઈએ. सुजस विलास जब प्रगटे आनंद रस आनंद अक्षय खजाने આતમાનો મૂળ સ્વભાવ છે સુજસવિલાસ. કર્મોને બંધાવનારા આનંદપ્રમોદ સંસારી વિલાસ છે. કર્મોને ખતમ કર્યા પછીનો આનંદ અને પ્રમોદ એ સુજસ વિલાસ છે. આત્મામાં જે કાંઈ પણ હતું તે પ્રગટ થઈ ગયું છે, ચાંદ સોળે કળાએ ખીલ્યો છે, સૂરજ હજાર કિરણ સાથે ઉગ્યો છે, કમળની પ્રત્યેક પાંખડી મહેકી ઊઠી છે. આત્મા, આત્માને, વર્તમાન અવસ્થામાં કેવળ આત્મા તરીકે સંવેદે છે. પૂર્ણજ્ઞાનથી સરખામણી કરી શકે છે કે પૂર્વે શરીર હતું તે અત્યારે નથી, શરીરને કારણે જે દુ:ખો હતાં તે અત્યારે નથી, દુઃખોને કારણે કર્મોનો આશ્રવ ચાલ્યા કરતો હતો તે અત્યારે નથી. આશ્રવની સામે સંવર કરવો પડતો હતો તે અત્યારે નથી. સંવર - ૫૭ - - ૫૮ - Page #32 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof નથી તોપણ કર્મો બંધાતા નથી. કર્મો બંધાતા નથી માટે કર્મો સત્તામાં નથી. કર્મો સત્તામાં નથી માટે તેમનો ઉદય કે તેની ઉદીરણા નથી. નેતિ નેતિ-નો રાસ ચાલે છે. મજાની વાત એ છે કે બધા જ પ્રશ્નો અને દુ:ખો ખતમ થઈ ગયા છે છતાં તેનો હરખ પણ નથી. આ જ તો છે નેતિ નેતિ | આ આનંદનો ખજાનો અઢળક છે. કચરો ભેગો થાય તેને ઢગલો કહેવાય. દાગીના ભેગા થાય તેને ખજાનો કહેવાય. સંસારમાંથી સુખ મેળવવાની ઇચ્છા અને એ ઇચ્છાની પાછળ આવનારું સુખ, ચક્રવર્તીના ભવમાં ઘણું હતું પણ એ હતો કચરો. માતાને ચૌદ સપનાં દેખાડનારું, ચોસઠ ઇન્દ્રોનાં સિંહાસન કંપાવનારું, સમવસરણમાં દેશના અપાવનારું તીર્થંકરનામકર્મ–સંસારમાં બાંધી રાખનારું હતું એ અર્થમાં આત્મસ્વભાવનું બાધકે જ હતું. કર્મ નિશ્ચયનયની દૃષ્ટિએ હેય. હેયનો સંગ્રહ સંસાર. હેયનો પૂર્ણ ત્યાગ મોલ, મોક્ષ એટલે આનંદનો ખજાનો. ખૂટે નહીં, લૂંટાય નહીં, ગુપ્ત એવો કે સંસારીને દેખાય જ નહીં. મોંધો નહીં પણ અણમોલ. ऐसी दशा जब प्रगटे चित्त अंतर સહજ સુખની પ્રશંસા કરતાં કરતાં, સહજ સુખની પરમ રોમાંચક કલ્પનામાં ખોવાઈ જઈએ અને દેહભાન, સમયભાન થોડીવાર માટે જતું રહે તે દશામાં ચિત્તને જો લઈ જઈએ, सोहि आनंदघन पिछाने તો ડૂબી ગયાનો આનંદ, મોક્ષની ઝાંખી જરૂર કરાવે. આ હંમેશનો નિયમ છે : જે પામવું છે તેની સ્પષ્ટ કલ્પના કરો. જેવા થવું છે તેનું સુરેખ ચિત્ર મનમાં બનાવો. The secret પુસ્તક જગવિખ્યાત છે. એનો સાર ત્રણ જ લાઈનમાં આવી જાય છે. Dream it. Believe it. Achieve it. તમારાં લક્ષનું તમે સપનું બનાવો, એક. એ લક્ષ સુધી તમે પહોંચશો જ એવો વિશ્વાસ બનાવો, બે.એ લક્ષ સિદ્ધ થઈ ગયું છે અને તમારે જે બનવું હતું તે તમે બની ગયા છો એવી સુદૃઢ કલ્પના કરીને ખુશ થાઓ. મોક્ષપદનો અભ્યાસ કરવાનો. મારે મોલમાં જવું છે એવી અનુભૂતિ સુધી પહોંચવાનું. મોક્ષ મળે નહીં ત્યારસુધી હું દુ:ખી જ રહેવાનો છું આ વાત મનમાં સ્પષ્ટ કરી લેવાની. પહેલું પગથિયું આ. મારે મોક્ષમાં જવા માટે શું શું કરવું પડશે તેની રૂપરેખા બનાવવાની. એ મુજબની મહેનત હું કરીશ તો મોક્ષ મળવાનો જ છે એવો મજબૂત વિશ્વાસ મનમાં ઊભો કરી દેવાનો. હું મોક્ષમાં જઈશ શકું છું એવો આનંદસભર આત્મવિશ્વાસ બનાવી લેવાનો. બીજું પગથિયું. | મોક્ષની કલ્પના. સિદ્ધશિલાનો મલક, આત્માનું એકચક્રી રાજ. આનંદનું અદ્વૈત અને અદ્વૈતનો આનંદ. સદાકાળ સુખ, સ્થિરતા અને સંવેદના. જીવન સ્વાધીન. જ્ઞાન અનંત, અવસ્થાને અનંત. ‘હું મોક્ષમાં છું અને પરમ સુખી છું એવી ભાવયત્રી કરવાની.” ત્રીજું પગથિયું આ. ऐसी दशा जब प्रगटे चित्त अंतर सोहि आनंदघन पिछाने ત્રણ પગથિયે મનને વહેતું મૂકનારો આત્મા, સાધક અને સિદ્ધની સાચી કિંમત આંકી શકે છે. ત્રણ પગથિયે ઊભો રહીને સાધનાને જોનારો જીવ જ અધ્યાત્મને સમજી શકે છે : આનંદ્ર શ્રી મત आनंदघन जाने. - ૫૯ - - ૬૦ Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્લોકાંતર अद्याऽऽनंदघनच्छटा विकसिता दृष्ट्वाऽऽननं पावनं प्रत्यंगं परिशीतलः प्रचलितः स्पर्शश्च रोमांचकः । सम्यग्बुद्धिरनाविला च समता गंगेव पुण्योद्गता जीवोऽजीवविभावनादुपरतो जातो यशःसंगतः ॥ ऐसी आज आनंद भयो मेरे तेरो मुख निरख निरख रोम रोम शीतल भयो अंगो अंग शुद्ध समझन समता रस झीलत आनंद भयो अनंत रंग ऐसी आनंददशा प्रकटी चित्त अंतर ताको प्रभाव चलत निरमल गंग वारी गंगा समता दोउ मील रहे जस विजय झीलत ताके संग ચિંતન ભગવાનનાં જ્ઞાનને પ્રેમ કરવો એ ભગવાનની સાચી ભક્તિ છે કેમ કે એ જ્ઞાન જ ભગવાનની સાચી શક્તિ છે. HE२ Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને પ્રેમ કરવો છે. શું કરું ? : ભક્તનો પ્રશ્ન. પ્રભુ સિવાયનું બધું જ ભૂલી જાઓ : સંતનો જવાબ. ભૂલવા માટે શું કરવું ? : ભક્તનો પ્રશ્ન. પ્રભુમાં ખોવાઈ જવું ? : સંતનો જવાબ. ખોવાઈ જવા માટે શું કરવું ? : ભક્તનો પ્રશ્ન. ‘વાણીનો અભ્યાસ.’ : સંતે ભાર આપીને કહ્યું . -. asta/aanada/2nd proof ભગવાન્ ગમે છે કેમ કે ભગવાન્ આત્માનું પ્રકટ સ્વરૂપ છે. આત્મા ન ગમતો હોય તો ભગવાન્ ગમે જ નહીં. ભગવાન્ ન ગમતા હોય તો આત્મા ગમે જ નહીં. આપણે આત્મા છીએ પણ આપણું સ્વરૂપ અપ્રગટ છે. ભગવાન આત્મા છે અને ભગવાનનું સ્વરૂપ પ્રકટ છે. ભગવાને પ્રગટ સ્વરૂપ મેળવ્યું છે માટે ભગવાનને વિશ્વનું સાચું જ્ઞાન છે. ભગવાનનું પ્રકટ સ્વરૂપ, ભગવાનનાં જ્ઞાનની અનંત અવધિ દર્શાવે છે. ભગવાનનાં જ્ઞાનને પ્રેમ કરવો એ ભગવાનની સાચી ભક્તિ છે કે કેમ કે એ જ્ઞાન જ ભગવાનની સાચી શક્તિ છે. આત્માસ્વરૂપે ભગવાન્ અલખ છે. જ્ઞાનસ્વરૂપે ભગવાન્ સુલખ છે, મળે તેવા છે. મોક્ષની કલ્પના કરી છે અને મોક્ષમાં જવાનો સંકલ્પ પણ કર્યો છે. મોક્ષમાં ગયેલા પ્રભુનાં જ્ઞાનની કલ્પના, અલગથી કરવી હોય તો એ ઓછી મહેનતે થઈ શકે છે કેમ કે આજે જે શાસ્ત્રો ઉપલબ્ધ છે તે પ્રભુનાં જ્ઞાનનું જ પ્રતિબિંબ છે. શાસ્ત્રો વાંચતા જઈએ, પ્રભુનું જ્ઞાન કેવું વિશાળ અને વિરાટ હતું તે સમજાતું જાય. ખૂબ આનંદ થાય પ્રભુને મળ્યાનો. -૬૩ િ ऐरी आज आनंद भयो मेरे तेरो मुख निरख મોઢું જોઈને પ્રેમ કરવાનું પામર ગણિત અધ્યાત્મમાં નથી હોતું. મુખ પ્રતીક છે, ઉદ્ગારનું, વાણીનું. હોઠ બોલે, આંખ બોલે, એક ઈશારો થાય ને વાત તમામ સમજાઈ જાય. મુખ પર સૌથી વધુ સુંદરતા આંખની જોવાય. આંખ એ જ મુખ. આંખ એ જ જ્ઞાન. સાધકને મન તો હોય જ. સાધકનું મન પરોવાય છે સૂત્રમાં. પદ ચિંતવે, પદાર્થ ચિંતવે ને મહાપદાર્થ ચિંતવે. સાધકને એ શબ્દોમાં પ્રભુ દેખાય. સાધકને એ શબ્દોના અર્થમાં પ્રભુનો અવાજ સંભળાય. સાધક એ શબ્દોના આધારે ચિંતન કરે તેનો પ્રવાહ, સમવસરણમાં ચાલતી દેશનામાં ભળી રહ્યો છે તેવું તે અનુભવે. શાસ્ત્રનો અભ્યાસ ગહનતાથી કરવો જોઈએ, તેનાથી સાધનામાં ઊંડાણ આવે છે.પોપટિયું જ્ઞાન, સાધનામાં ન ચાલે. ગોખણિયું જ્ઞાન, બુદ્ધિનું પ્રદર્શન છે. સાધના, હૃદયથી થાય છે, સાધના સદ્બોધ દ્વારા થાય છે. સાધક શાસ્ત્ર વાંચતો જાય ને પ્રભુને કહેતો જાય : ‘મેય સામી ! અવિતમેય સામી ! અસંવિમેય સૌ !' આ વાત સાચી છે, આ વાત અફર છે, આ વાતમાં શંકાને કોઈ અવકાશ નથી. પ્રભુ ! શું આપનું જ્ઞાન. પ્રભુ ! શું આપનું નિરૂપણ ?’ શાસ્ત્રનું વાંચન એ પ્રભુ સાથેનો ગૂઢ વાર્તાલાપ છે. निरख रोम रोम शीतल भयो अंगोअंग શાસ્ત્રનું વાંચન ફટાફટ પતાવવાનું નથી. ઝીણવટથી વાંચવાનું - ૬૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ શાસને. શાસ્ત્ર તો પ્રભુએ લખેલો પત્ર છે. ધ્યાનથી, એકરસ થઈને વાંચવાનું શાસ્ત્રને, એટલી લગનથી વાંચવાનું કે આખેઆખું યાદ રહી જાય બધું. અક્ષરેઅક્ષર મોઢે થઈ જાય, દરેક અર્થ, ફુટ અને અષ્ટ હોય, ભૂમિકા અને વિશ્લેષણ પણ એકદમ સુજ્ઞાત હોય. ગુરુ વિના જેમ સાધક અધૂરો, તેમ શાસ્ત્ર વિના પણ સાધક અધૂરો. સૂત્રો અને શાસ્ત્રો પર સૌથી વધુ મહેનત કરે શ્રમણ. ગોખે, પુનરાવર્તન કરે, અર્થની વાચના લે, વિષયનું સંકલન કરે, અન્ય શાસ્ત્રો સાથે તુલના કરે, જીવનમાં જે નથી ઉતાર્યું તેનું વિશેષ ધ્યાન રાખી તાત્ત્વિક ચિંતન કરે. શાસ્ત્રનો સંબંધ, સાધકને મા જેવો મીઠો ને પિતા જેવો હૂંફાળો લાગે. ભગવાન, મોલમાં રહીને પણ સાધકને સથવારો આપે છે આ શાસ્ત્ર દ્વારા. સાધકને સિદ્ધ થવું છે, સિદ્ધ શાસ્ત્રના શબ્દ રૂપે સાધકની સંગે હોય છે તે કેટલી મોટી વાત છે ? તબિયત બાગ બાગ થઈ જાય. સદેહ અવસ્થામાંથી અદેહ અવસ્થામાં પ્રવેશેલા, સિદ્ધિસ્વરૂપ તીર્થંકરભગવંતોએ પોતાનું શરીર છોડ્યું, કર્મો છોડ્યા તે–પોતપોતાની મહાવર્ગણામાં ભળી જાય છે. ઔદારિકવર્ગણામાં શરીરનાં અણુ જતા રહે કાર્મણવર્ગણામાં કર્મના અણુ જતાં રહે, તેજસુ-કાશ્મણ શરીર પણ પોતપોતાના ઠેકાણે ગોઠવાઈ જાય. ભાષાવર્ગણાનાં પુદ્ગલો કેવા વિશિષ્ટ ? પ્રભુએ જે આકાર અને જે સંજ્ઞા સાથે એમને ઉચ્ચર્યા હતા તેનો પ્રમુખ ભાવાર્થ આજેય જીવે છે. પ્રભુની વાચા અટકે છે, ઉપદેશ નથી અટકતો. પ્રભુના શબ્દો અટકે છે, અર્થસંકેત અને પ્રેરણાબોધ નથી અટકતા. શાસ્ત્રોનાં પાને પાને જાણે પ્રભુની ભાષા જ લખાયેલી હોય છે. નામ તે તે ગ્રંથકારોનાં હોય ને કામ, એકમાત્ર ભવગાન્ કરતા હોય. ગ્રંથને, ગ્રંથના એકાદ શ્લોકને, શ્લોકના એકાદ પદને વાંચીને ચિત્ત ઝંકૃત થતું હોય તો એ પ્રભુનો સાક્ષાત્કાર છે. निरख रोम रोम शीतल भयो अंगोअंग દોષોનું સૂથમ દિશાદર્શન, પાપભાવનાનું ઊંડું અર્થઘટન, કર્મબંધનાં વિશિષ્ટ કારણો, નિશ્ચય-વ્યવહારની સજ્જડ ભેદરેખાઓ, ચૌદરાજલોકની અલાયદી સૃષ્ટિ....આ બધું શાસ્ત્રોના શબ્દોમાં વાંચતા વાંચતા એવો અનુભવ થાય છે કે ભગવાન્ આંગળી ચીંધીને બધું સમજાવી રહ્યા છે. ભગવાનનો, શુદ્ધ આત્માનો આટલો બધો નજીદીકી અનુભવ રોમરોમને હરખથી ભરી દે છે. (આ પદની કડી મુદ્રિત પુસ્તકમાં નિરખ રોમ રોમ એ રીતે છપાઈ છે તે છપાઈભૂલ હોય ને નિરd ને બદલે હર શબ્દ હોય તો–ચિંતન વધુ નીખરે છે.) નિરવું જેમ જેમ–મુખને ધ્યાનથી જોવાની ક્રિયા. ચહેરા પર પાંપણ છે, ભવાં-ની કેશરે ખાઓ છે, માથા પર ઉગેલા કજલશ્યામ વાળ ચહેરાને રૂપાળો બનાવે છે, આંખ-નાક-હોઠ હડપચી-ગાલ-કાન, બધાને એકીટસે પ્રશસ્તભાવે જોવાનો આનંદ. સૌન્દર્યદર્શન આંખોને ટાઢક આપે. મુખ જો શાસ્ત્રવચન છે તો તેનાં એકએક અક્ષર, પદ, વાર્ચ, ફકરો, પ્રકરણ, અધ્યાય, ખંડ, ભાગ-સમાન લયમાં વાંચતા રહેવાનો આનંદ. વાંચન થતું જાય તેમ જિજ્ઞાસા વધતી જાય. વાંચન થતું જાય તેમ જિજ્ઞાસા સંતોષાતી જાય. દરેક શાસ્ત્ર અને ગ્રંથ, પુસ્તક અથવા ક્તિાબ, વાંચવાના શરૂ થાય તેનો એક ઉમંગ હોય છે અને વાંચવાનું પૂરું થાય તેનો એક સંતોષ હોય છે. વિષય નવો હોય તો, મગજ કસાય પર Page #36 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof છે ત્યારે સમજ પડે છે તેમાં મજા આવે છે. નવો વિષય સરળ હોય તો એમ થાય છે કે આ તો કેટલી સરસ વાત છે? વિષય જાણીતો હોય તો ગમે છે. ચલો, વિષયનું પુનરાવર્તન થયું ને મુદ્દો વધુ સ્પષ્ટ થયો. ખુશી મળતી રહે અને બેવડાતી રહે. શાસ્ત્રવચનનું આલંબન મન લે છે. યાદ રાખવું, વિચારવું અને ભાવિત થવું. ત્રણેય રીતે શાસ્ત્રવચનને મનમાં અવકાશ અપાય છે. આત્માના અધ્યવસાયોની જેટલી જગ્યા શાસ્ત્રવચન આધારિત ભાવો રોકે છે એટલી જગ્યામાંથી સંસારના સંસ્કારોનો હટવું પડે છે. એ સંસ્કારો હટે છે તેમ અધ્યવસાયને શીતલતાનો અનુભવ મળવા લાગે છે. સતત શાસ્ત્રવચનનો સંપર્ક સતત શીતલતા આપે છે. શાસ્ત્રવચનના અભ્યાસમાં શ્રદ્ધા જેટલી તીવ્ર, આત્માને મળી રહેલી શીતલતા પણ તેટલી તીવ્ર. આમ પણ, શાસ્ત્રવચન થકી જે આનંદ મળે છે તેમાં શરીરનું કોઈ ખાસ યોગદાન હોતું નથી, મનમાં ચાલી રહેલા રાગદ્વેષનું પણ વિશેષ યોગદાન નથી હોતું. શાસ્ત્રવચનનો આનંદ અંતરંગ અનુભૂતિ છે. શીતન જય અં અંજા આતમાના ખૂણે ખૂણે સાત્ત્વિક આનંદ ભરી દે છે. શાસ્ત્રવચન. શાસ્ત્રવચનના વિષયનું આકલન થયા બાદ, જીવ મંથન પણ કરે છે અને પરિવર્તન પણ કરે છે. સંસારનાં સુખોનાં વિષયનું આકલન સંક્લેશમાં વધારો કરે છે, શાસ્ત્રના વિષયનું આકલન સંક્લેશને ઘટાડે છે. પરિણામ ? शुद्ध समझन समता रस झीलत आनंदघन भयो अनंतरंग સંસારી જીવને સાધક બનવા તરફની ગતિ અને મતિ શાસ્ત્ર દ્વારા મળે છે. સાધકને સિદ્ધ થવા તરફની ગતિ અને મતિ શાસ્ત્રદ્વારા મળે છે. શાસ્ત્ર અને ગુરુ બંને સાધકને ખપે. ગુરુ શાસ્ત્રના દેશક છે માટે ખપે. શાસ્ત્ર, ગુરુપ્રસાદીરૂપે મળે છે માટે ગમે. શાસ્ત્ર બુદ્ધિવિલાસ માટે હોય તો જાતે વાંચી લેવાય. એવું નથી. શાસ્ત્ર બુદ્ધિવિજય માટે છે, ગુરુ વિના ન વંચાય. કમસેકમ ગુરુની આજ્ઞા વિના તો કદાપિ ન વંચાય. ગુરુની નજરતળ, શાસ્ત્ર વંચાતું હોય છે તેનાથી એક સુદીર્થ પરંપરાનું અનુસંધાન રચાય છે. તીર્થકરે અર્થનો ઉપદેશ ગણધરોને આપ્યો. ગણધરોએ તેની વાચના પોતાના શિષ્યોને આપી, એ વાચનાનો સ્રોત સ્થવિરાવલિની પરંપરામાં આજસુધી વહેતો આવ્યો છે. ગુરુ પાસે વાચના લેનાર સાધક એ સ્રોતના એક ઝરાનો સાક્ષાત લાભ પામે છે. એ કેવળ વાચનાની પરંપરા નથી, વાચના સાથેની શ્રદ્ધાની પરંપરા છે. વાચના માટેની સાધનાની પરંપરા છે. સૂત્ર, ભાષા તરીકે જે અર્થનો સંકેત કરે છે તે વિદ્વાન્ સાધક જાતે સમજી શકે છે. સુત્ર માટેની શ્રદ્ધા, સાધના અને નિષ્ઠા વ્યક્ત કરવા સાધકને ગુરુ જોઈએ છે. ગુરુનાં મુખે વાચના સાંભળવા, સાધક ગુરુને વંદન કરેતે વંદન આખી પરંપરાને પહોંચે. અર્થશ્રવણ કરતાં જે આનંદ મળે તે ગુરુ સમક્ષ વ્યક્ત થાય, તે આખી પરંપરાની અનુમોદનાનું પર્વ બની રહે. સાધકના પ્રશ્નનો ગુરુ ઉત્તર આપે એ તો પ્રભુ વીર ને ગુરુ ગૌતમનો સીધો વારસો. આ પરંપરા જ શુદ્ધિ અને નિર્જરાનું નિમિત્ત બને છે. શાસ્ત્રના વિષયનું ગુરૂમુખે ગ્રહણ થાય તેથી ખોટો અર્થબોધ થતો નથી, સ્વયંપ્રજ્ઞાનો અહંકાર રહેતો નથી અને એકલા વિચાર કરવાનો અહંકારી સ્વભાવ ધડાઈ શકતો નથી. શાસ્ત્રવચન વિધિશુદ્ધ રીતે સ્વીકારવાથી આ મુજબ, સાચી સમજ પ્રકટવા લાગે છે અને જેટલી સાચી સમજ પ્રાપ્ત થઈ છે તેનાથી વિશેષ સમજણ મેળવી આપે તેવો ક્ષયોપશમ પ્રગટ થવા લાગે છે. કર્મનો બંધ ચાર પ્રકારે થાય છે તેમાં Page #37 -------------------------------------------------------------------------- ________________ રસબંધ સૌથી ખરાબ ગણાય છે. કર્મનો ઉદય, રસની તીવ્રતા અનુસાર પ્રભાવ બતાવતો હોય છે. ક્ષયોપશમ ભાવ પ્રગટે છે તેમાં તે તે કર્મોનો ૨સ, પોતાનો પ્રભાવ બતાવવામાં નબળો પૂરવાર થાય છે. કર્મ, મૂળે ખરાબ હતું ને રસ તીવ્ર હતો તેથી કર્યોદય હેરાન કરતો હતો. કર્મનો રસ નબળો પડી ગયો એટલે કર્મ ઉદયમાં આવવા છતાં પહેલાની જેમ હેરાન કરી શકતું નથી. હેરાન ન થઈએ એટલે, મજા આવી જાય છે. હેરાન થવાનું ઘટતું જાય છે, મજા આવવાનું વધતું જાય છે. આનંદ્ર મો અનંતરંગ. કર્મની રસશક્તિ તૂટે છે તેનાથી આત્મગુણો ઉઘડવા લાગે છે. દરેક ગુણ અલગ અલગ આનંદ આપે છે. ગુણો ઘણા. આનંદ ઘણો. ગુણો અસીમ. આનંદ અસીમ. ऐसी आनंद दशा प्रगटी चित्त अंतर ताको प्रभाव चलत निरमल गंग મનમાં ગંગા જેવો અગાધ આનંદરાશિ વહેવા લાગે છે. સૂત્રનું આલંબન અને ગુરુનું માર્ગદર્શન, બંનેના આધારે સાધના થઈ રહી છે. હવે આત્માના દોષો દૂર થવા લાગ્યા છે. આત્માનો આનંદ કર્મનિરપેક્ષ બની રહ્યો છે તેથી નિર્મળ છે. સંસારને વધારનારો આનંદ મલીન ગણાય. સંસારને ઘટાડનારો આનંદ નિર્મળ ગણાય. કંઠસ્થ થઈ ચૂકેલા સૂત્રોનું પુનરાવર્તન, અર્થચિંતન સાથે કરીએ તો નિર્મળ આનંદ મળે છે. અર્થચિંતનના આધારે મનને વહેતું રાખીએ તો નિર્મળ આનંદ મળે. એક શાસ્ત્રનો એક વિષય, અન્ય અનેક શાસ્ત્રોમાં ક્યાં, કેવી રીતે વર્ણવાયો છે તે વિચારીએ તો નિર્મળ આનંદ મળે. અનેક શાસ્ત્રોના વિષયોને એક શાસ્ત્ર કેવી રીતે આવરી લે છે તેનો વિશદ અભ્યાસ કરીએ તો નિર્મળ આનંદ મળે. આનંદ મહત્ત્વનો નથી, આનંદમાં રહેલી નિર્મળતા મહત્ત્વની છે. નિર્મળતા, • ૬૯ આલંબનશુદ્ધિની તો છે જ. નિર્મળતા આશયશુદ્ધિની પણ છે. वारी गंगा समता दोउ मील रहे સમતા શબ્દ બીજી વાર આવ્યો. એક સમતા, શુદ્ધ સમજણ દ્વારા આવી છે, આશયશુદ્ધિ. બીજી આ સમતા, આલંબનશુદ્ધિ દ્વારા આવી છે. શાસ્ત્ર સિવાયનાં આલંબનો મન સ્વીકારતું નથી, શાસ્ર સિવાયનો વિચાર મનમાં ઉઠતો નથી, શાસ્ત્ર છોડીને અન્ય વિષયોની વિચારણા મન કરતું નથી, મનમાં ઉઠતા તમામ વિચારોનું સ્પષ્ટ મૂલ્યાંકન શાસ્ત્રના આધારે થાય છે અને મન સમક્ષ આવી રહેલા વિષયોને શાસ્ત્રના આધારે જ જોવામાં આવે છે આ આલંબનશુદ્ધિ છે. પોતાની સ્વતંત્રતા છોડવી તે સમતા છે, તત્ત્વચિંતનમાં. રાગદ્વેષની પરાધીનતા તોડવી તે સમતા છે, જીવાતાં જીવનમાં ક્યાંક સ્વતંત્રતા તોડવાથી સમતા મળે છે. ક્યાંક પરાધીનતા તોડવાથી સમતા મળે છે. સમતા વહેતી રહે છે, સમતા અધ્યવસાય રૂપ છે ને કર્મોની નિર્જરા સ્વરૂપ પણ છે. નિર્જરા ગંગાની જેમ વહી રહી છે, સમાધિનો અનુભવ આત્માને સાંપડી રહ્યો છે, બંને જુદી બાબત છે છતાંય ભેળી થઈ ગઈ છે. બંનેનો મેળાપ સુખદ છે. जस विजय झीलत ताके संग સાધક સિદ્ધ બને, સાધનામાં અગ્રસર બને કે બીજી કોઈ અવસ્થામાં હોય, તેને નિર્જરી રહેલા કર્મો અલગ દેખાય અને ઉઘડી રહેલા આત્મગુણો અલગ દેખાય. સાધક બેયમાં તરબોળ બને. સાધકને નિસબત કેવળ આત્માથી છે. કર્મો ઘટે છે તે આત્મા માટે સારું છે, ગુણો પ્રકટે છે તે આત્મા માટે સારું છે. કાર્ય અને કારણની ચર્ચામાં સાધકને રસ નથી. સાધકને શુદ્ધિમાં રસ છે, નિર્જરામાં પણ અને સમતામાં પણ. ~ ૭) ~ Page #38 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof શ્લોકાંતર जाताऽऽनंदघनेन काऽपि यशसोऽद्वैतंकरी योजना संगाद् दिव्यमणेर्भवेन्न किमय:खंडः सुवर्णत्वभाग। शद्धा धीर्घटिता सुखं च परमं जातं भवो नष्टवान् क्षीरे नीरवदुद्गतैकरसता स्फारा च सिद्धिर्वृता ।। आनंदघन के संग सुजस ही मिले जब तब आनंद सम भयो सुजस पारस संग लोहा जो फरसत कंचन होत ही ताके कस खीर नीर जो मिल रहे आनंद जस सुमति सखि के संग भयो हे एकरस भव खपाइ सुजस विलास भये सिद्धस्वरूप लिये धसमस ચિંતન સંભાવના એ અધૂરી પાત્રતા છે. પરિણામ એ સંપૂર્ણ પાત્રતા છે. સંભાવનાને પરિણામ બનાવવાનો આનંદ સાધના દ્વારા મળે છે. -७२ -११ Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્ન થયેલા સંતે સેવકને પારસમણિ આપ્યો. ઘણી સેવા કરી હતી સેવકે. સંત દૂરદેશાંતરથી ઘણા વખતે સેવકનાં ઘરે આવ્યા. સંતને થયું : ‘પારસમણિથી ઘણું કમાયો હશે.” દરવાજો ઠોક્યો. સંતે ઘર જોયું. એ જ પુરાણા હાલહવાલ હતા ઘરનાં. સંતે પ્રશ્ન કર્યો : પારસમણિ ક્યાં છે ? સેવકે કબાટમાંથી કાઢીને સંતને બતાવ્યો. સંતે પૂછયું : આનો ઉપયોગ ના કર્યો ? સેવકે કહ્યું : આ પારસમણિ લોઢાને સોનું બનાવે તેની મને ખબર છે. લાખ રૂપિયાનું લોઢું લઉં તો આ મણિ તેનાં મૂલ કરોડોનાં કરી દેશે, પોક્કો ખ્યાલ છે. મને એમ થયું કે મારા આત્માને આનો સ્પર્શ આપીને હું જ સોનું બની જાઉં. રોજ મારી છાતીએ બાંધીને સૂઈ જતો. મારું મન, મારા વિચારો બદલાયા જ નહીં. આપે આપેલો મણિ તો ચમત્કારી છે પણ હું કટાયેલું લોઢું છું. હું સોનું ન જ બન્યો. ગુરુદેવ ! મને માફ કરી દો. હું આ પારસમણિને લાયક નથી. મેં આનો ઉપયોગ ના કર્યો. સંતે એ સેવકને હંમેશ માટે પોતાની સાથે રાખી લીધો. પાત્રતાના બે પુત્ર છે. એક પાત્રતા છે મૂળ સ્વભાવ. બીજી પાત્રતા છે સ્વભાવની ઉપલબ્ધિ માટેની યોગ્યતા. દરેક આત્માનો મૂળ સ્વભાવ અનંત આનંદમય છે. દરેક આત્મા પાસે એ મુળ સ્વભાવ સુધી પહોંચવાની યોગ્યતા નથી હોતી. યોગ્યતા નામની પાત્રતા વિના, સ્વભાવ નામની પાત્રતા સુધી પહોંચી શકાતું નથી. શરીરને આહાર બળ આપે છે કે પાચનશક્તિ બળ આપે છે ? આ પ્રશ્નનો જવાબ સરળ છે. પાચનશક્તિ જ બળ આપે છે. આ પાત્રતા છે. મૂળ સ્વભાવ તો ઊંચી દશા છે. એ દશાનો અલખ આનંદ આજે દૂરસુદૂર દેખાય છે પરંતુ એ આનંદ મળે તેવી સંભાવના તો છે જ. સંભાવના ઉપર કામ કરવાનું મન થાય તે પાત્રતા છે. બીજી પાત્રતા. સુગમ અને માતંત્રે આ બેનો મેળાપ તે સંભાવના અને પરિણામનો મેળાપ છે. સંભાવના હોવાની ખુશી એ પ્રાથમિક આનંદ છે. સંભાવના દ્વારા એક નક્કર પરિણામ ઉપલબ્ધ થયું તેની ખુશી એ તાત્ત્વિક આનંદ છે. રમવાનો મોકો મળે ટીમમાં, એ પહેલી ખુશી. ટીમમાં રહીને રમતા રમતાં ટીમને જીતાડવાનો મોકો મળે તે બીજી ખુશી. સંભાવના એ અધૂરી પાત્રતા છે. પરિણામ એ સંપૂર્ણ પાત્રતા છે. સંભાવનાને પરિણામ બનાવવાનો આનંદ સાધના દ્વારા મળે છે. आनंदघन के संग सुजस ही मीले जब तब आनंद सम भयो सुजस સાધનાની એકમાત્ર પૂર્વશરત છે : પાત્રતા. ગુરુમાં ગુરુ તરીકેની પાત્રતા હોવી જોઈએ. શિષ્યમાં શિષ્ય તરીકેની પાત્રતા હોવી જોઈએ. તાળી બે હાથે વાગે છે. બે સાધક ભેગા રહેતા હોય તો બંનેની પોતપોતાની સ્વતંત્ર પાત્રતા હોવી જોઈએ. પાત્રતા સ્વતંત્ર હોય, સક્રિય હોય અને સમર્પિત હોય તો વિકાસ થાય. Page #40 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof पारस संग लोहा जो फरसत कंचन होत ही ताके कस લોઢું સંભાવના લઈને બેઠું છે. પિત્તળ કે પ્લાસ્ટિકને પારસમણિ અડે તો કોઈ ચમત્કાર થતો નથી. ચમત્કાર લોઢા પર જ થાય છે. લોઢાની ભીતરમાં છૂપાયેલું સોનું પારસમણિને દેખાય છે. ગુરુ પારસમણિ છે. સ્પર્શ દ્વારા ચમત્કાર થાય છે. સિદ્ધ અને સાધક થવાની પાત્રતા જીવમાં છે. ગુરુ જીવને પ્રેરણાનો સ્પર્શ આપે છે. જીવ, સાધારણ વ્યક્તિમાંથી અસાધારણ શક્તિ બની જાય છે. કર્મ અને આત્મા, ખીર અને નીરની જેમ એકરૂપ હોય તે વિભાવદશા છે. સંસારની દશા છે આ. કર્મ છે માટે ચેતના અવરૂદ્ધ છે. ચેતના પરાધીન છે, તે મૂળભૂત દુ:ખ છે. દુ:ખનું નિવારણ ઇચ્છાપૂર્તિમાં નથી, ઇચ્છામુક્તિમાં છે. માંડ આ વાત જીવને સમજાય છે. જીવને આ વાત સાંભળવા છતાં ન સમજાય ત્યાર સુધી તે ભવાભિનંદી ગણાય છે. ભવ્યજીવ પણ એક તબક્કે ભવાભિનંદી હોય છે. બીજી પાત્રતાનો અભાવ આ તબકે ભવ્યજીવમાં પણ હોય છે. લોઢું કેવળ લોઢું જ હોય છે તેવું નથી, તેની પર ખાસ્સો એવો કાટ ચડેલો હોય છે. ભવાભિનંદી જીવને ગુરુ કે શાસ્ત્રની કોઈ અસર નથી થતી. નિમિત્તોની અસર પણ પાત્રતા હોય ત્યારે જ જોવા મળે છે. પાત્રતા ન હોય ત્યાં નિમિત્ત પણ નિષ્ફળ જાય. જીવ અપુનબંધક બને છે. પાપ કરવામાં તીવ્ર રસ નથી રહેતો, સંસાર પ્રત્યે ગાઢ આસક્તિ રહેતી નથી અને મર્યાદાનું પાલન વ્યવસ્થિત થતું રહે છે. આ પહેલો ઉજાસ છે. અહીંથી આલંબન કામ કરવા માંડે છે. અપુનબંધક અવસ્થા એ ધર્મની પહેલી પાત્રતા છે. યોગની પૂર્વસેવા અપુનબંધકમાં હોય છે. સાધનાની ભૂમિકા પૂર્વસેવામાં ઘડાય છે. લોઢું છે પણ કાટ ઉતરી ગયો છે. પારસમણિ અડે એટલી જ વાર છે. ચમત્કાર થવાનો જ છે. શુભ આલંબનના પ્રભાવળે જીવનું વિચારવાનું ચાલુ થાય છે. મનોયોગનું શુભદિશા તરફ વળવું એ સાધનાક્ષેત્રની મહત્ત્વપૂર્ણ ઘટના છે. મોહનાં સામ્રાજય સામે આ ખતરાની ઘંટડી વાગી એવું કહી શકાય છે. લડવાનું ઝનૂન ચડે ને લડતા ન આવડતું હોય તો જીતની સંભાવના છે કેમ કે એક મરણિયો સોને ભારે પડે છે. લડતા આવડતું હોય પણ લડવાનું ઝનૂન ન હોય તો જીતની સંભાવના નથી. રોતા જાય એ મૂવાના જ ખબર લાવે, અપુનબંધકને લડતા આવડતું નથી પણ તેનામાં લડવાનું ઝનૂન આવ્યું છે. લડશે જરૂર. લડતો જશે ને શીખતો જશે. મંદ મિથ્યાત્વ, અપૂર્વકરણ, ગ્રંથિભેદ, અનિવૃત્તિકરણ અને સમ્યગ્દર્શનનો આવિર્ભાવ, આગળ વધતી લડાઈનાં આ લક્ષણો છે. સમ્યગ્દર્શનથી પતન પામેલો જીવ, મિથ્યાત્વ પામે તો પણ ઉત્કૃષ્ટકક્ષાનો કર્મબંધ કરતો નથી આ મુદ્દો, રસબંધસાપેક્ષ છે તો પણ સમ્યગ્દર્શનની સ્પર્શનાનો મહિમા બતાવે છે. જે કર્મદશા પૂર્વે હતી તેની પાસે હવે નથી જ જવાનું–આ સિદ્ધિ અનિવૃત્તિકરણથી મળી જાય છે. આ અનિવૃત્તિકરણ, બીજા અપૂર્વકરણ પાસે લઈ જાય છે. આઠમું ગુણસ્થાનક ક્રમશઃ આવી પહોંચે છે. આ અપૂર્વકરણ બારમે લઈ જાય છે. ક્ષીણમોલ અવસ્થા. હવે કષાય નથી. લડાઈ પૂરી થઈ ગઈ છે. તેરમું ગુણસ્થાનક તો વિજયની ઉદ્ઘોષણા છે. અપુનબંધકથી પ્રારંભ પામેલી કષાયસહકૃત વિચારધારા શુભતત્ત્વકેન્દ્રિત રહી તે અર્થમાં તેને સુમતિ કહેવાય છે. આ સુમતિ થકી જ પરમ આનંદ પ્રગટ થયો છે. ઉદ Page #41 -------------------------------------------------------------------------- ________________ खीर नीर जो मील रहे आनंद जस सुमति सखिके संग તેરમું કે ચૌદમું ગુણસ્થાનક સશરીર અવસ્થા છે, પછીનો મોક્ષ અશરીર અવસ્થા છે, આનંદ ત્રણેયનો સમાન છે. આત્માની ચેતનાનો સંપૂર્ણ ઉઘાડ થયો છે તેનો ગજબનાક આનંદ અંતરાત્મા અવિકલ ભાવે અનુભવે છે. ચેતના તે જ આનંદ, આનંદ તે જ ચેતના. આતમા પાસે, સંવેદના તરીકે સમસ્ત વિશ્વનો સાક્ષાત્કાર હાજર છે. લોક-અલોકનો પૂર્ણ બોધ. આતમા પાસે, શુદ્ધિ તરીકે નિર્મોહ અવસ્થાનું અભંગ સામ્રાજય હાજર છે. આતમા પાસે, અનુભૂતિ તરીકે આતમાના = પોતાના અનંત ગુણો અખંડ ભાવે અનાવૃત્ત છે. આતમા પાસે, સુખ તરીકે પોતાનું સર્વાગીણ ચૈતન્ય ઉદ્ઘાટિત છે. આ બધું જ અવર્ણનીય આનંદ આપે છે. આનંદ મળે એવું બોલાતું નથી કેમ કે જે આનંદ પારકો હોય તે મળે છે, મળ્યા પછી થોડા વખતમાં ઓસરી જાય છે. આમાનો જ આ આનંદ હોય છે. દૂધનો પ્રવાહી અંશ પાણી છે. પાણી ઊડી જાય તો દૂધ ચીકણો માવો બની જાય. દૂધમાં જેમ પાણી એકરૂપ છે તેમ આતમામાં આ આનંદ એકરૂપ છે. આતમાને આનંદથી અલગ નિહાળી નથી શકાતો. આનંદને આતમાથી અલગ નિહાળી નથી શકાતો. આ અવસ્થા લાવી આપનાર સુમતિ છે. ભલેને એ સુમતિ નું કર્મસાપેક્ષ સ્વરૂપ આજે એ અવસ્થામાં મળતું ન હોય પરંતુ સુમતિ નો અનુભવ તો જીવંત જ છે. રાગ નથી, દ્વેષ નથી, મોહ કહેતાં અજ્ઞાન નથી. આનો અર્થ જ સુત થાય ને. સુમતિ અને આનંદ્ર પણ એક બની જાય છે. भयो हे एकरस દોષનો અભાવ સુમતિ છે. ગુણનો આવિર્ભાવ આનંદ છે. પૂર્ણ દોષાભાવ સુત છે. પૂર્ણ ગુણાવિર્ભાવ પૂર્ણ આનંદ છે. સુમતિ પૂર્વે વિચારધારા હતી. હવે સુમતિ વિશુદ્ધ પરિણતિ બની ગઈ છે. સુમતિના ત્રણ સ્તર થાય છે. ૧. મંદ મિથ્યાત્વથી સમકિત સુધી ૨. સમકિતથી સર્વવિરતિ સુધી ૩. સર્વવિરતિથી સર્વજ્ઞભાવ સુધી. ક્ષાયિક ભાવની અજરામર સુમતિ સિદ્ધ અવસ્થામાં છે. પ્રારંભ હતો ત્યારે આત્માનાં અસ્તિત્વનો સ્વીકાર કરવા રૂપે સુમતિ આવી હતી. સિદ્ધિ મળી ત્યારે આત્માની અનુભૂતિ રૂપે સુમતિ આવી, આવી અને હંમેશાની સખી બની ગઈ. સુમતિ નિમિત્ત ભાવે હતી તે ઉપાદાનભાવે એકાકાર બની ગઈ. આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર બને છે તેનો યશ સુમતિને મળવો જોઈએ. સુમતિ સાથેની એકતાનો જ પ્રભાવ છે કે અનાદિનો ભાવ તૂટી જાય છે. भयो हे एकरस भवखपाइ सुजस विलास - ૭ - Page #42 -------------------------------------------------------------------------- ________________ asta/aanada/2nd proof સંસાર સામે વિજયના વાવટા ફરકે છે. ધાર્યું લક્ષ્ય સિદ્ધ થયું છે. મનની પેલે પારનો મલક મળી ચૂક્યો છે. સાધના કરતા હતા ત્યારે સંસારની ક્રિયા નહોતી પણ-કરવાનું સંવેદન હતું જ, કર્તુત્વભાવ બન્યો રહેતો હતો. ભવનો અંત આવ્યો એટલે—હોવાનું સંવેદન જ બચ્યું છે, દૃષ્ટાભાવ આવી ગયો છે. બધું જ દેખાય છે. દેખાય છે છતાં અક્ષરશઃ કોઈની કશી અસર નથી, અરીસામાં પ્રતિબિંબ પડે પણ અરીસો તો જડ જ રહે તેમ આતમાને બધું જ દેખાય પણ આતમા તો નિર્લેપ જ રહે. કર્મો ખતમ થઈ ગયા છે. સંસાર ખતમ થઈ ગયો છે. એકલરાજા આતમરામ જ પૂર્ણ સ્વરૂપે વિલસી રહ્યા છે. भये सिद्ध स्वरूप लिये धसमस આસમાનને અડી લીધું છે. એટલો જુસ્સો અને એટલું જોશ છે કે જીતવાનું કશું બાકી નથી ને હાર આપવા જવું પડે તેવી જગ્યા બચી નથી, તેનો થનગનાટ છે. કર્મો એક આત્મા પર જેટલા હતા તે બધા જ ખપાવી દીધા, અનંત આત્માને લાગુ પડેલાં અનંત કર્મોની સામે, એક જ આત્માને લાગુ પડેલાં કર્મોની શી ગણના થાય? સિદ્ધ બનેલા આત્માએ પોતાના એક જ આત્મા પરના કર્મોને ખાખ કર્યા છે. તેટલું નાનું કાર્યક્ષેત્ર કેમ રહ્યું? બીજા કર્મો બીજા આત્મા પર રહ્યા હતા એ કર્મો જો આ આત્મા પર હોત તો આ આત્મા એમને ખાખ કરી નાંખત. કર્મો જ થોડા હતા, કર્મોને બાળવાનું બળ તો ઘણું હતું. આગ હતી મોટી પણ, જંગલ ખૂટી પડ્યું તેમાં આગ શું કરે ? કર્મો સામેની બગાવત જબ્બર હતી આત્માની, પણ કર્મો એક જ આત્માપૂરતા તોડવાના હતા તો તૂટી ગયા સૌ. મજા તો જુઓ. પોતાનાં કર્મોને તોડી પડ્યા પછી આત્મા સામે કાર્યણ મહાવર્ગણા નિષ્ફળ પૂરવાર થઈ રહી છે. થોડાક કોડાકોડી સાગરોપમની સ્થિતિ ધરાવનારાં કર્મો માથે હતાં તેને ઢીલા પાડીને ક્રમબદ્ધ રીતે તોડી નાંખ્યા. એ કર્મો વિખૂટા પડીને પોતાના મૂળધરે જમા થઈ ગયા. હવે એક પા સિદ્ધ છે, બીજી પા આખી કાર્મણ મહાવર્ગણાનો ગંજાવર સ્કંધ છે. મજાલ છે એ સ્કંધની કે આત્માને કાંઈ પણ કરે ? ચૈતન્યનો જુસ્સો અને આત્મસ્વભાવનું જોશ-એ સ્કંધને દૂર અટકાવી રાખે છે, યેિ ધસમસ. આત્માની અનંત અનંત શક્તિ જાજવલ્યમાન બની ગઈ છે. કોઈ નહીં નડી શકે, સિદ્ધ સ્વરૂપ મળે તેને લીધે સિદ્ધભગવંતોની સમકક્ષ અવસ્થા મળે છે. એક નહીં, બે નહીં, લાખ કે કરોડ નહીં બલ્ક અનંત સિદ્ધ ભગવંતોની હરોળમાં બેસવા મળે છે. શો ઠાઠ? શો દબદબો ? એ સિદ્ધભગવંતોમાં ને આ સિદ્ધમાં કશો જ ફરક નહીં. બોધ, અનુભવ, અવસ્થા બધું જ એ સિદ્ધભગવંતોની હરોળમાં છે. જરાય ઓછું કે ઝાંખું નથી. અનંત સિદ્ધભગવંતોના આનંદને એ જુએ. એના આનંદને અનંત સિદ્ધભગવંતો જુએ. જે જુએ તે બધું જ પાછું અનુભવે પણ ખરું. સિદ્ધશિલા પર બિરાજે એ આતમામાં અનંતની સરહદનો અભેદભાવ આલોકિત થતો હોય છે. આ સ્થાને કોઈ હલાવી નથી શકવાનું, આ સ્થાનની ગરિમાને કોઈ ખંડિત નથી કરી શકવાનું. સંસાર નીચે ખળભળાટ ભલે મચાવતો. આ સ્થાને કશો ફરક નથી પડતો. આ સ્થાને આવેલા આત્માઓમાંથી કોઈ પાછું જતું નથી અને સમય વીતતો જાય છે તેમ આ સ્થાને નવા નવા આત્માં આવતા જ જાય છે. સંસારના તમામ જીવોનાં તમામ સુખસંવેદનો દૃશ્યમાન છે, - ૭૯ - - ૮૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ તમામ દુ:ખસંવેદનો પણ દૃશ્યમાન છે. એ બધું જ જડ પુદ્ગલની રમત છે. સિદ્ધને એની કોઈ અસર નથી. ભૂતકાળ સંપૂર્ણ ખરી ગયો છે. ભવિષ્યકાળ સંપૂર્ણ સલામત છે. વર્તમાનકાળ સંપૂર્ણ સ્વસ્થ છે. સિદ્ધ અવસ્થામાં શું ઘટિત થયું છે? વ્યક્તિત્વની સંપૂર્ણ બાદબાકી, અસ્તિત્વની સંપૂર્ણ અનુભૂતિ. = 81 - - 8 -