________________
જ રહે છે? ના. મીઠાઈ, હંમેશા એવી ને એવી જ રહે છે? ના. કેમ એમ ? એ બધું સહજ નથી. એ બનાવવામાં આવેલી વસ્તુઓ છે. આત્માનું સહજ સુખ, પ્રગટ થયેલું તત્ત્વ છે. વસ્તુઓ વિનાશી હોય, તત્ત્વ અવિનાશી હોય. વસ્તુ બને ને પછી બગડી જાય. સહજ સુખ ભલે, ધીમે ધીમે, લાંબા પરિશ્રમના અંતે પ્રગટે પણ સહજ સુખ પ્રકટે પછી હંમેશા એમનું એમ જ રહે. અવત..
એકેન્દ્રિય જીવની કાયસ્થિતિ, અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીની હોય છે તેનો પણ અંત આવી શકે છે, અનુત્તરદેવનું આયુષ્ય તેત્રીસ સાગરોપમની અધધ, અવધિ ધરાવતું હોય છે. તેનો પણ અંત આવી શકે છે. સરંગ સુખ સર્વત્ર છે. એ આવે પછી ક્યારેય અંત પામતું નથી. સાચા સુખને સરહદો બાંધી નથી શકતી. સાચું સુખ સદાનો સંગાથ આપે છે માટે જ તેને સારું ગણવામાં આવે છે.
આ સુખ સમજાવી શકાતું નથી, તd, ઓળખવા માટે પાત્રતા જોઈએ, આલેખવા માટે પ્રભાવ જોઈએ. અનુભવવા માટે પરિણતિ જોઈએ. શબ્દોની રમતથી આ સુખનો અંશ પણ સમજાતો નથી. ભાવનાશીલ હૃદય અને જિજ્ઞાસાશીલ માનસ જ સાધનાને સમજી શકે છે. સાધનાને સમજે તે સિદ્ધિનાં સુખનાં કલ્પના કરી શકે. બીજાનું કામ નથી. કલ્પના કરવા છતાં, એ સુખ પૂરેપૂરું સમજાતું પણ નથી અને હાથમાં પણ નથી આવતું, સાધનાના તમામ કોઠાઓ વીંધી લો પછી જ એ સુખ મળે છે. સંસારી અને સાધક, બંને માટે એ સુખ, ખૂબ દૂર છે, અનરd.
वा सुख सुजस वखाने સહજ સુખ મળે એવા સંયોગો નથી તેનું દુ:ખ થાય છે. પાંચમા આરામાં આવો અલખરસ પીવા નથી મળવાનો તે જાણીને
સખ્ખત હતાશાનો અનુભવ થાય છે. છતાં એક ખુશી પણ મનમાં જાગે છે : અનg સુરવની કલ્પના તો થઈ શકે છે ? અત્તર સુરવું છે અને તે મેળવવાનો મ7 ઉપલબ્ધ છે. આટલું જાણવા મળ્યું તે નાનીસૂની ઘટના નથી. આતમજીને અલખ સુખ ગમે છે માટે આતમજી અલખસુખની પ્રશંસા કરી શકે છે. સહજ સુખની સાધના દુર્લભ છે. પ્રશંસા દુર્લભ નથી. સહજ સુખની પ્રશંસા કરવાથી સહજ સુખ માટેનો રાગ વધે છે. સહજ સુખ માટેનો રાગ, સાધનાની તાત્ત્વિક પાત્રતા સુધી પહોંચાડે છે.
પ્રશંસા કરી તેનો વિચાર કરવો જ પડે છે, એનું મહત્ત્વ સમજાય ત્યારે જ પ્રશંસા થતી હોય છે. સહન સુરવું પૂરેપૂરું મળશે ત્યારે કેવો અનુભવ થશે અને કેવો આનંદ મળશે એની ચિંતનયાત્રા રાતદિન ચાલુ જ રહેવી જોઈએ.
सुजस विलास जब प्रगटे आनंद रस
आनंद अक्षय खजाने આતમાનો મૂળ સ્વભાવ છે સુજસવિલાસ. કર્મોને બંધાવનારા આનંદપ્રમોદ સંસારી વિલાસ છે. કર્મોને ખતમ કર્યા પછીનો આનંદ અને પ્રમોદ એ સુજસ વિલાસ છે. આત્મામાં જે કાંઈ પણ હતું તે પ્રગટ થઈ ગયું છે, ચાંદ સોળે કળાએ ખીલ્યો છે, સૂરજ હજાર કિરણ સાથે ઉગ્યો છે, કમળની પ્રત્યેક પાંખડી મહેકી ઊઠી છે. આત્મા, આત્માને, વર્તમાન અવસ્થામાં કેવળ આત્મા તરીકે સંવેદે છે. પૂર્ણજ્ઞાનથી સરખામણી કરી શકે છે કે પૂર્વે શરીર હતું તે અત્યારે નથી, શરીરને કારણે જે દુ:ખો હતાં તે અત્યારે નથી, દુઃખોને કારણે કર્મોનો આશ્રવ ચાલ્યા કરતો હતો તે અત્યારે નથી. આશ્રવની સામે સંવર કરવો પડતો હતો તે અત્યારે નથી. સંવર
- ૫૭ -
- ૫૮ -