________________
asta/aanada/2nd proof
બંધબેસતો નથી. આનંવ જૈન રૂપ ? સંતનો અર્થ છે હરખાવું. આ નો અર્થ છે બધી રીતે. ઞ = બધી રીતે, તંદ્ર = હરખાવું—તે આનંદ. આ પ્રતિભાવચેતનાવાળી વ્યાખ્યા છે. અધ્યાત્મની પરિભાષામાં બીજો શબ્દ છે, નિજાનંદ. પોતાની સંપૂર્ણ ગુણવત્તાથી હરખાવું તે નિજાનંદ. આ નિજ=આનંદ માટે જ, આત્માનંદ, પરમાનંદ-શબ્દ પ્રયોજાય છે. આ ગુણોનો સાક્ષાત્કાર દેહાતીત છે, શબ્દાતીત છે. જેણે આ ગુણો પોતાનામાં અનુભવ્યા તે કૃતાર્થભાવે પરમશાંત બની ગયો. બીજાને, એના એ ગુણો દેખાતા નથી ને એ ગુણોનો સઘન અનુભવ શું છે તે સમજાતું નથી. અનુભવ કરનાર, પોતે ગુણસંવેદનાની તંદ્રાતુલ્ય અનુભૂતિમાં એવો વહી ગયો છે કે તેને પોતાને આત્મા અને ગુણ બેયને જુદા કરવાનું આવશ્યક નથી લાગતું તેથી માત્ર ગુણ-અવસ્થામાં વર્તી રહ્યો છે. ગુણો સિવાયની કશી સૂજ્ઞવૂજ્ઞ નથી તો અનુભવકર્તાનું અસ્તિત્વ અલગથી દેખાય શી રીતે ? જૈન આનંધન ?
બે બાબત અગમ અગોચર છે. ગુણનો અનુભવ થાય અને ગુણાનુભવની ક્ષણે આત્માનો અલગ અસ્તિત્વબોધ થાય, આ બે સ્પષ્ટ રીતે સમજાતા નથી તેથી એનું વર્ણન પણ મુશ્કેલ લાગે છે. आनंद गुण कौन लखावे ?
પ્રશ્ન એક અવશ્ય થશે : જો આનંદ નથી તો, ચેતનાને ગમે તેવું શું છે ? જવાબમાં કાઠિયાવાડી શબ્દ યાદ આવે છે : ધરવ. મળવાનું હતું તે મળી ગયું અને માણવાનું હતું તે માણી લીધું. હવે કશું મેળવવું નથી ને કશું માણવું નથી આ અહેસાસને ધરવ કહે છે. સંસ્કૃતનો શબ્દ છે, તૃપ્તિ.
૨૭ -
सहज संतोष आनंद गुण प्रगटत
પેટ ભરીને જમી લીધું, ઉપર એક દોઢ ગલાસ છાસ ગટકાવી લીધી, હવે ખાવાનું-પીવાનું યાદ ન આવે. પેટ ભરાઈ ગયું, ધરાઈ ગયા. હવે લાંબા થઈને સૂઈ જવાનું. સંતોષ. જે કરવાનું હતું તે બરોબર થઈ ગયું. એ બદલ સંતોષ. હવે કશું જ કરવાની જરૂર નથી, એ સંતોષ. સંસારનું ભૌતિક સુખ થોડી થોડી વારે પજવે છે. નઈ ગિલ્લી અને નયા દાંવની રમત સંસારનાં સુખ માટે ચાલતી રહે છે. આત્મા સિવાયનું તત્ત્વ કશુંક આપે છે તે સહજ નથી હોતું. આત્મા અને સાધના દ્વારા જે પ્રગટે છે તે સહજ હોય છે. તેમાં તૃપ્તિ હોય, નિજાનંદ હોય અને આત્મગુણનો આવિર્ભાવ હોય. આના પછી કશું બાકી નથી રહેતું.
सब दुविधा मीट जावे
બે ટુકડા જોડાય તો તિરાડ બચે. બે ટુકડા ઓગળી જાય તો ભેદભાવ મટી જાય. સુખ અને દુઃખ, દુવિધા છે. રાગ અને દ્વેષ, દુવિધા છે. જનમ અને મરણ, દુવિધા છે. વિષય અને કષાય, દુવિધા છે. આત્મગુણોને આ તત્ત્વો ઢાંકી રાખે છે. સાધનાની ઉત્ક્રાંતિમાં દુવિધાઓનો અંત આવી જાય છે. શૂન્યની પછીના આંકડા દુવિધા સર્જે છે. એક, બે, ત્રણ, ચાર. સંસારનું કાઉન્ટડાઉન એકથી શરૂ થાય છે. સાધનાનું કાઉન્ટડાઉન, દસથી શરૂ થાય છે. દસ, નવ, આઠ, સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક. અને પછી શૂન્ય. સંસાર એકથી શરૂ કરે છે માટે લાખો, કરોડો, અબજો સુધી પહોંચીનેય ધરાતો નથી. સાધના એક પર આવીને કામ ખતમ કરે છે. એકથી નીચે ઉતરવું તે સાધના. એકથી આગળ વધવું તે
~૨૮×