________________
એ વિષયથી પ્રભાવિત નથી થતી. ચેતનાની શુદ્ધિ થાય છે, પ્રભાવિત ન થવાને લીધે અને ચેતનાની શુદ્ધિ થવાને લીધે, ચેતનાનું દેશ્યમાન વિશ્વ વિશાળ બનતું જાય છે. વિરાટ સ્વરૂપે દુનિયા દેખાય છે, કર્મોના ગંજ દેખાય છે, શાસ્ત્રાભ્યાસથી જાણેલાં પદ્રવ્યોના અનેક અનેક પર્યાય દેખાય છે.
સમી સાંજે, કેસરિયા રંગે રંગાયેલાં વાદળાઓ જોઈને આપણે વિસ્મય અને આનંદ અનુભવીએ છીએ. સૃષ્ટિનાં ગંજાવર સત્યો અને રહસ્યો દશ્યમાન હોવા છતાં સાધક વિસ્મય અને આનંદથી અલિપ્ત રહે છે. સાધકે ખુશ થવા માટે, રાજીપો રાખવા માટે કાંઈ કર્યું જ નહોતું. સાધકે મુક્ત બનવા માટે જ બધું કર્યું હતું. સાધકનું હૃદય જ્ઞાનચેતનાથી ભરાઈ ગયું છે, ત્યાં ક્ષુલ્લક ભાવનાઓને અવકાશ નથી રહ્યો. સાધનામાં શુભ તત્ત્વ સાથે અનુસંધાન અને શુદ્ધ સ્વરૂપનું ધ્યાન આટલું જ ઉપલબ્ધ હોય છે.
जोई पावे सोई आनंदघन ध्यावे આનંદ, ઘન બને છે ત્યારે પરમ તૃપ્તિ આવે છે. વહેતો અને ઉછળતો આનંદ પ્રારંભિક ભૂમિકાએ હોય છે. સ્થિર અને શાંત અનુભૂતિને પ્રસન્નતા ગણો અને એ પ્રસન્નતાને આનંદ ગણો તો એવો આનંદ ઉચ્ચ ભૂમિકાએ હોય છે. એ અવસ્થા પરમ ધ્યાનની હોય છે, પ્રતિભાવશૂન્યતાએ દિવ્ય તૃપ્તિ આપી છે તેનો ખુમાર હોય છે ત્યાં. એ જ ઉપલબ્ધિ. એને આનંદ ગણીએ તો પણ એ આનંદ ગહન-ગંભીર છે. પ્રાણાયામના ધારાબદ્ધ ઊંડા શ્વાસ જેવો એ ધીર પ્રશાંત અનુભવ હોય છે. ધ્યાન, એ ભૂલી જવાથી માંડીને ખોવાઈ જવા સુધીની અવિરત યાત્રા છે. રોગ મટવો એ આનંદ છે. થાક
ઉતરવો એ આનંદ છે. એમ રાગ અને દ્વેષ મંદ થાય તે, ધ્યાન છે, રાગ-દ્વેષ મટે તે ધ્યાન છે અને આ ધ્યાન સાધનાનું પરિણામ છે માટે સફળતાનું પ્રતીક ગણાય છે. સાધારણ આદમી માટે સફળતા એ આનંદની બાબત છે. સાધનાની વાતો ન સમજી શકે તેને એમ લાગે કે સાધના પૂરી થાય તેમાં આનંદ મળતો હશે. એ ધારણાને બદલવા માટે જ આ સ્પષ્ટતા કરી છે.
आनंद कौन रूप? कौन आनंदघन ?
आनंद गुण कौन लखावे ? અચ્છા, માન્યું કે સાધનાની સફળતાનું ચરમ શિખર ખુશીથી ઘડાયું છે. એ ખુશીની રૂપરેખા શું ? હસતો ચહેરો ? ઉછળતો અવાજ ? અમાપ નૃત્ય ? તાળીઓનો ગડગડાટ ? તુમુલ જયઘોષ? તેજતર્રાર સંગીત ? પંચમ સૂરનો આલાપ ? આભને રંગતા અબીલગુલાલ ? સાતરંગી ફૂલોનો વરસાદ ? જવાબ છે ના. આ બધું તો ભૌતિક અને માનસિક આનંદની અભિવ્યક્તિમાં બને છે. સાધના આપે છે આત્માનો વાસ્તવિક અનુભવ. શરીર અને મન, બંનેને ગૌણ બનાવી દેતી સાધનામાં–ઉપરછલ્લો આનંદ હોઈ શકતો નથી. સાધારણ વ્યક્તિને તો કેવળ જોવાની આદત હોય, ઉપરછલ્લો આનંદ દેખાય છે માટે આનંદ છે તેવું સાધારણ વ્યક્તિ સમજે છે. જે આનંદ ભીતરછલ્લો છે તે, છે જ નહીં એવું સાધારણ વ્યક્તિ માની ન લે માટે આ અલગ અનુભવની યાદ અપાવી છે. આત્મા, આનંદથી ઉપર ઊઠીને પોતાના ગુણોની અનુભૂતિ પામવા સુધી પહોંચી ગયો છે. ત્યાં ગુણો સિવાય કાંઈ જ નથી. ગુણોની અનુભૂતિ ઉત્કૃષ્ટ છે માટે–આનંદ જેવો નાનો શબ્દ તેનામાં
- ૨૫ જ
- ૨૬ -