________________
સંતે સભાને પૂછ્યું : શૂન્યનો સરવાળો શૂન્ય સાથે થાય તો જવાબ શું આવે ?
સભા કહે : શૂન્ય.
સંતે પૂછ્યું : શૂન્યનો ગુણાકાર શૂન્ય સાથે કરો તો ? સભા કહે : શૂન્ય.
સંતે પૂછ્યું : શૂન્યનો ભાગાકાર શૂન્ય સાથે કરો તો ? સભા કહે : શૂન્ય.
સંતે પૂછ્યું : શૂન્યની બાદબાકી શૂન્યમાંથી કરો તો ? સભા કહે : શૂન્ય.
asta/aanada/2nd proof
સંતે કહ્યું : સાધનાની ચરમ અવસ્થાએ આત્મામાં વિરાટ શૂન્યતા આવી જાય છે. સાધકને સંસાર શૂન્ય ભાસે છે. સાધક ખુદ શૂન્ય થઈ જાય છે. આ શૂન્યતા જ સિદ્ધિ છે.
O
સંસારી જીવને ન સમજાય એવી વાત છે. અરીસાની સામે કોઈ દૃશ્ય જ ન હોય તો અરીસો શેનું પ્રતિબિંબ બતાવશે ? દૃશ્યની સામે અરીસો જ ન હોય તો પ્રતિબિંબ પડશે શી રીતે ? દૃશ્ય અને અરીસો બંને ગાયબ હોય તો દૃષ્ટિ જોશે શું ? અને દૃષ્ટિ જ નહીં હોય તો દશ્ય, અરીસો અને પ્રતિબિંબ કામનાં જ નહીં રહે.
શરીરનો એક અંશ તૂટે તો શરીર, શરીર જ ગણાય છે. શરીરમાંથી આત્મા નીકળી જાય તો શરીર, મૃતક ગણાય છે. પરિવર્તન અને પૂર્ણતામાં ફરક હોય છે. પરિવર્તનમાં થોડો ફેરફાર થાય છે. પૂર્ણતામાં આખી વાત જ બદલાઈ જાય છે. શૂન્યતા એ
~ ૨૩૦
પૂર્ણતાની ઉપરનું તત્ત્વ છે. જોવાનું દશ્ય હાજર હોય, જોવાની દૃષ્ટિ સતેજ હોય પણ જોવાનું મન જ ન હોય તો દશ્ય અને દૃષ્ટિ કશા ખપનાં રહેતાં નથી. આત્માએ શૂન્યતા સાધી લીધી એટલે પછી સંસાર આપમેળે શૂન્ય લાગવા માંડે છે. સંસાર રાગ કરાવતો હતો એ અનાદિની ઘટના હતી. ધર્મનાં પ્રશસ્ત આલંબનો રાગ કરાવતા હતા તે યોગસાધનાની પવિત્ર ઘટના હતી. સરનામું બદલાવાથી જગ્યા બદલાય છે, માણસ નથી બદલાતો. રાગ થવો—એ સમસ્યા જીવંત હતી. આખરે એ સમસ્યા પણ મટી ગઈ. રાગ મટી ગયો, રાગની પાછળ ચાલી આવતો દ્વેષ મટી ગયો. વહેતું પાણી બરફ બની ગયું. હવે પથ્થર ફેંકો તો એ અંદર ડૂબતો નથી ને તરંગો ઉઠતા નથી. રોગમુક્ત થવાનો જેમ આનંદ હોય છે તેમ રાગમુક્ત થવાનો પણ આનંદ હોય છે. પણ એ આનંદનું સંવેદન કોણ કરે ? પ્રતિભાવચેતના રહી જ નથી, અંદર ઉમળકો જાગે તેવું વાતાવરણ જ આત્મા પાસે બચ્યું નથી.
आनंद कोऊ नहीं पावे
સંસારમાં ખોવાયેલો જીવ વિભાવમાં અટવાયો છે, એને આનંદ નથી મળતો. સાધનામાં ખોવાયેલો જીવ સ્વભાવમાં ડૂબેલો છે, એને આનંદ નથી સ્પર્શતો. એક આનંદથી દૂર છે, એક આનંદથી નિર્લેપ છે. અષ્ટપદીમાં નિર્લેપ અવસ્થાનું સંકીર્તન છે. શૂન્યતાની પ્રાપ્તિ થાય એ વાક્ય ખોટું. શૂન્યતા ઘટિત થાય એ વાક્ય સાચું. શૂન્યતામાં વિષયનો અભાવ નથી. આખું જગત શૂન્યતામાં દૃશ્યમાન હોય છે. તે પૂર્વેની શૂન્યતા, સમાધિભાવમાં હોય ત્યારે સંપર્કવર્તી જગત અને આત્મવર્તી કર્મો તથા સંસ્કારો દૃશ્યમાન હોય છે. ચેતનાની સામે વિષય અવશ્ય હોય છે, ચેતના
~૨૪૦