SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ जोई पावे सो कछु न कहावत અલખ લગી પહોંચી ગયો તે બોલવાનું ભૂલી જાય. સાચી અનુભૂતિને તત્ત્વસંવેદન કહેવાય છે. પામનારો અવાક્ થઈ જાય. આત્માનો આછેરો સાક્ષાત્કાર જબરદસ્ત જુવાળ જગાડી દે છે. સ્તબ્ધ કરી દે એવો અનુભવ. આ દુનિયાની કોઈ ભાષા સાક્ષાત્કારનું વર્ણન ન કરી શકે. ભાષા માર્ગદર્શન જ આપે, ભાષા અનુભવ કરાવી આપતી હોત વર્ણન દ્વારા, તો સાધના કરવાની આવશ્યકતા રહેત જ નહીં. ભાષા કેવળ નકશો છે. ભાષા ગતિ નથી, પ્રગતિ નથી. એટલે જે ગતિ સાધીને પ્રગતિ પામી ચૂક્યો છે તે ભાષાને છોડી દે છે. એ મૂક ન થઈ જાય. એ બોલે ખરો. પરંતુ આત્માની અનુભૂતિનું વર્ણન એ કરે જ નહીં. જ્ઞાની અશક્ય પ્રવૃત્તિ આદરે નહીં. અશક્ય પ્રવૃત્તિ આદરે તે જ્ઞાની નહીં. ન શહીંવત. અનુભૂતિ પામનારો પોતાની પ્રશંસામાં ન માને, પોતાની નિશ્રામાં પ્રસંગો થાય એમાં ન માને, પોતે પ્રભાવના કરી રહ્યો છે તેવું ન માને. ઔદયિક ભાવે જે થાય છે તે પાપપુણ્યનો ખેલ છે. ક્ષયોપશમભાવે જે થાય છે તે આશ્રવ-સંવરનો ખેલ છે. સાધકને પાપોદય કે પુણ્યોદયની પરવા ન હોય. જેનો ઉદય ચાલતો હોય તેને પસાર થઈ જવા દે. પોતાનું ધ્યાન આશ્રવસંવર પર રાખે. આવો સાધક પોતાનો પ્રચાર ન કરાવે, પોતાના ભક્તો વધારવામાં રસ ન લે. પોતાનું વર્ચસ્વ જમાવવાનો એને મુદ્દલ શોખ ન હોય. પોતાનું નામ ઇતિહાસના ચોપડે નોંધાય તેમાં સાધકને રસ ન હોય. સાધક ચબરખી જેવો હોય. લખાય, ને કામ પતે એટલે ખોવાઈ જાય. દસ્તાવેજનાં પાનાઓ ભરવામાં સાધકને શો રસ ? ચક્રવર્તીનાં નામો અમર નથી રહ્યા તો બીજા કોનાં નામ અમર થઈ શકવાના હતા ? નિશ્ચયની ભૂમિકાએ પહોંચેલા આવા સાધકને કશું ખપતું નથી. પણ, ખીલેલા ફૂલની સુવાસ તો ફેલાય જ છે. શ્રીખેમઋષિજી જયાં પારણા કરતા ત્યાં ભક્તો પ રચાવતા કેમકે આ મહાત્માજી ભક્તોથી દૂર ભાગતા હતા. સાધનામાં ઉપરની તરફ નજર રાખવી એ નિયમ છે. નિશ્ચયના યોગી એટલા ઉપર છે કે એમને આત્મા સિવાય કાંઈ દેખાતું નથી, વ્યવહારના સાધકોની નજર ઉપર છે. તેમને આ નિશ્ચયયોગીનાં દર્શન થાય છે. सुजस गावत ताको वधावो સિદ્ધયોગીનાં મૌનને વ્યાખ્યાન કહેવાય છે. મૌન વ્યારાન. સાધકની ગુણદૃષ્ટિને બોધ કહેવાય છે. સાધક માટે, ઉપરની ભૂમિકાનો સાધક સિદ્ધ છે. નિશ્ચયનો સાધક સિદ્ધ. વ્યવહારનો સાધક, પ્રક્રિયાવર્તી સાધક. નિશ્ચયના સાધકને પૂર્વે વ્યવહારના સાધક બનવા મળ્યું તે પછી જ એ નિશ્ચયનો સાધક બન્યો.વ્યવહારનો સાધક, નિશ્ચયના સાધકને જોઈને પોતાનાં ભવિષ્યની સુરેખ કલ્પના કરે છે. સિદ્ધ બનેલા સાધકની સિદ્ધિને સાધના કરી રહેલો સાધક વધાવે છે. જિનશાસનની યોગસાધનામાં હંમેશા આ અનર9ની સાધના થતી આવી છે. ઇતિહાસમાં નોંધાયા વિના જ સિદ્ધિ સુધી પહોંચેલા સિદ્ધપુરુષો પણ છે અને પોતાની સાધનાના ઉત્કર્ષથી સહસા પ્રસિદ્ધ બનેલાં પૂજય પુરુષો પણ છે. આપણે સાધનાથી વંચિત છીએ તે આપણું જ કમનસીબ. જિનશાસને તો સૌને ન્યાલ કર્યા છે.
SR No.009088
Book TitleAnandghan Ashtapadi
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2009
Total Pages43
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Gujarati & Worship
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy