________________
સંસારી જીવ, પોતાના શરીરમાં વસેલા ચેતનજીને કહી શકે છે કે “આજ સુધી આપણે શરીર દ્વારા એક હતા. આજ સમજાયું છે કે આપણે શરીર દ્વારા જ જુદા પડ્યા છીએ. શરીર મિત્ર નથી. શરીર શત્રુ નથી. શરીર માધ્યમ છે. સંસાર ગમે તો શરીર સંસાર સાધવાનું માધ્યમ. ધર્મ ગમે તો શરીર ધર્મ સાધવાનું માધ્યમ. શરીર વિનાનો એકલો આત્મા મળવાલાયક છે તે હવે સમજાતું થયું છે. આપણે હવે શરીર વિના મળીશું.’
આ સંકલ્પ થયો. સંકલ્પ કર્યો છે તેની સિદ્ધિ તો મળશે જ. એ ક્ષણે કેટલો આનંદ હશે ?
સાહિબનું નામ લઈને પર્વત ચડી ગયા. થાકી જવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો નથી. પહેરણ ઉપરના ડાઘની સામે ન જો એ દોસ્ત દિલનો ખૂણો જરાય કલંકિત થયો નથી.
સંસારી જીવ, સંસારથી બચવાનો અને મુગતિ પામવાનો સંકલ્પ કરીને ભાવધર્મ પ્રારંભ તે માર છે. સાધક શરીરથી મુક્ત થવાનો અને સિદ્ધ બનવાનો ઉત્કંઠ સંકલ્પ કરે તે મારે છે. મારી ખુદ એક ગતિ છે, ગાન છે. વેનત વર્તત TIત.