________________
શાસને. શાસ્ત્ર તો પ્રભુએ લખેલો પત્ર છે. ધ્યાનથી, એકરસ થઈને વાંચવાનું શાસ્ત્રને, એટલી લગનથી વાંચવાનું કે આખેઆખું યાદ રહી જાય બધું. અક્ષરેઅક્ષર મોઢે થઈ જાય, દરેક અર્થ, ફુટ અને અષ્ટ હોય, ભૂમિકા અને વિશ્લેષણ પણ એકદમ સુજ્ઞાત હોય. ગુરુ વિના જેમ સાધક અધૂરો, તેમ શાસ્ત્ર વિના પણ સાધક અધૂરો. સૂત્રો અને શાસ્ત્રો પર સૌથી વધુ મહેનત કરે શ્રમણ. ગોખે, પુનરાવર્તન કરે, અર્થની વાચના લે, વિષયનું સંકલન કરે, અન્ય શાસ્ત્રો સાથે તુલના કરે, જીવનમાં જે નથી ઉતાર્યું તેનું વિશેષ ધ્યાન રાખી તાત્ત્વિક ચિંતન કરે. શાસ્ત્રનો સંબંધ, સાધકને મા જેવો મીઠો ને પિતા જેવો હૂંફાળો લાગે. ભગવાન, મોલમાં રહીને પણ સાધકને સથવારો આપે છે આ શાસ્ત્ર દ્વારા. સાધકને સિદ્ધ થવું છે, સિદ્ધ શાસ્ત્રના શબ્દ રૂપે સાધકની સંગે હોય છે તે કેટલી મોટી વાત છે ? તબિયત બાગ બાગ થઈ જાય. સદેહ અવસ્થામાંથી અદેહ અવસ્થામાં પ્રવેશેલા, સિદ્ધિસ્વરૂપ તીર્થંકરભગવંતોએ પોતાનું શરીર છોડ્યું, કર્મો છોડ્યા તે–પોતપોતાની મહાવર્ગણામાં ભળી જાય છે. ઔદારિકવર્ગણામાં શરીરનાં અણુ જતા રહે કાર્મણવર્ગણામાં કર્મના અણુ જતાં રહે, તેજસુ-કાશ્મણ શરીર પણ પોતપોતાના ઠેકાણે ગોઠવાઈ જાય. ભાષાવર્ગણાનાં પુદ્ગલો કેવા વિશિષ્ટ ? પ્રભુએ જે આકાર અને જે સંજ્ઞા સાથે એમને ઉચ્ચર્યા હતા તેનો પ્રમુખ ભાવાર્થ આજેય જીવે છે. પ્રભુની વાચા અટકે છે, ઉપદેશ નથી અટકતો. પ્રભુના શબ્દો અટકે છે, અર્થસંકેત અને પ્રેરણાબોધ નથી અટકતા. શાસ્ત્રોનાં પાને પાને જાણે પ્રભુની ભાષા જ લખાયેલી હોય છે. નામ તે તે ગ્રંથકારોનાં હોય ને કામ, એકમાત્ર ભવગાન્ કરતા હોય.
ગ્રંથને, ગ્રંથના એકાદ શ્લોકને, શ્લોકના એકાદ પદને વાંચીને
ચિત્ત ઝંકૃત થતું હોય તો એ પ્રભુનો સાક્ષાત્કાર છે.
निरख रोम रोम
शीतल भयो अंगोअंग દોષોનું સૂથમ દિશાદર્શન, પાપભાવનાનું ઊંડું અર્થઘટન, કર્મબંધનાં વિશિષ્ટ કારણો, નિશ્ચય-વ્યવહારની સજ્જડ ભેદરેખાઓ, ચૌદરાજલોકની અલાયદી સૃષ્ટિ....આ બધું શાસ્ત્રોના શબ્દોમાં વાંચતા વાંચતા એવો અનુભવ થાય છે કે ભગવાન્ આંગળી ચીંધીને બધું સમજાવી રહ્યા છે. ભગવાનનો, શુદ્ધ આત્માનો આટલો બધો નજીદીકી અનુભવ રોમરોમને હરખથી ભરી દે છે.
(આ પદની કડી મુદ્રિત પુસ્તકમાં નિરખ રોમ રોમ એ રીતે છપાઈ છે તે છપાઈભૂલ હોય ને નિરd ને બદલે હર શબ્દ હોય તો–ચિંતન વધુ નીખરે છે.)
નિરવું જેમ જેમ–મુખને ધ્યાનથી જોવાની ક્રિયા. ચહેરા પર પાંપણ છે, ભવાં-ની કેશરે ખાઓ છે, માથા પર ઉગેલા કજલશ્યામ વાળ ચહેરાને રૂપાળો બનાવે છે, આંખ-નાક-હોઠ હડપચી-ગાલ-કાન, બધાને એકીટસે પ્રશસ્તભાવે જોવાનો આનંદ. સૌન્દર્યદર્શન આંખોને ટાઢક આપે.
મુખ જો શાસ્ત્રવચન છે તો તેનાં એકએક અક્ષર, પદ, વાર્ચ, ફકરો, પ્રકરણ, અધ્યાય, ખંડ, ભાગ-સમાન લયમાં વાંચતા રહેવાનો આનંદ. વાંચન થતું જાય તેમ જિજ્ઞાસા વધતી જાય. વાંચન થતું જાય તેમ જિજ્ઞાસા સંતોષાતી જાય. દરેક શાસ્ત્ર અને ગ્રંથ, પુસ્તક અથવા ક્તિાબ, વાંચવાના શરૂ થાય તેનો એક ઉમંગ હોય છે અને વાંચવાનું પૂરું થાય તેનો એક સંતોષ હોય છે. વિષય નવો હોય તો, મગજ કસાય
પર