________________
પ્રભુને પ્રેમ કરવો છે. શું કરું ? : ભક્તનો પ્રશ્ન. પ્રભુ સિવાયનું બધું જ ભૂલી જાઓ : સંતનો જવાબ. ભૂલવા માટે શું કરવું ? : ભક્તનો પ્રશ્ન. પ્રભુમાં ખોવાઈ જવું ? : સંતનો જવાબ. ખોવાઈ જવા માટે શું કરવું ? : ભક્તનો પ્રશ્ન. ‘વાણીનો અભ્યાસ.’ : સંતે ભાર આપીને કહ્યું .
-.
asta/aanada/2nd proof
ભગવાન્ ગમે છે કેમ કે ભગવાન્ આત્માનું પ્રકટ સ્વરૂપ છે. આત્મા ન ગમતો હોય તો ભગવાન્ ગમે જ નહીં. ભગવાન્ ન ગમતા હોય તો આત્મા ગમે જ નહીં. આપણે આત્મા છીએ પણ આપણું સ્વરૂપ અપ્રગટ છે. ભગવાન આત્મા છે અને ભગવાનનું સ્વરૂપ પ્રકટ છે. ભગવાને પ્રગટ સ્વરૂપ મેળવ્યું છે માટે ભગવાનને વિશ્વનું સાચું જ્ઞાન છે. ભગવાનનું પ્રકટ સ્વરૂપ, ભગવાનનાં જ્ઞાનની અનંત અવધિ દર્શાવે છે. ભગવાનનાં જ્ઞાનને પ્રેમ કરવો એ ભગવાનની સાચી ભક્તિ છે કે કેમ કે એ જ્ઞાન જ ભગવાનની સાચી શક્તિ છે.
આત્માસ્વરૂપે ભગવાન્ અલખ છે. જ્ઞાનસ્વરૂપે ભગવાન્ સુલખ છે, મળે તેવા છે. મોક્ષની કલ્પના કરી છે અને મોક્ષમાં જવાનો સંકલ્પ પણ કર્યો છે. મોક્ષમાં ગયેલા પ્રભુનાં જ્ઞાનની કલ્પના, અલગથી કરવી હોય તો એ ઓછી મહેનતે થઈ શકે છે કેમ કે આજે જે શાસ્ત્રો ઉપલબ્ધ છે તે પ્રભુનાં જ્ઞાનનું જ પ્રતિબિંબ છે. શાસ્ત્રો વાંચતા જઈએ, પ્રભુનું જ્ઞાન કેવું વિશાળ અને વિરાટ હતું તે સમજાતું જાય. ખૂબ આનંદ થાય પ્રભુને મળ્યાનો.
-૬૩
િ
ऐरी आज आनंद भयो मेरे तेरो मुख निरख
મોઢું જોઈને પ્રેમ કરવાનું પામર ગણિત અધ્યાત્મમાં નથી હોતું. મુખ પ્રતીક છે, ઉદ્ગારનું, વાણીનું.
હોઠ બોલે, આંખ બોલે, એક ઈશારો થાય ને વાત તમામ સમજાઈ જાય. મુખ પર સૌથી વધુ સુંદરતા આંખની જોવાય. આંખ એ જ મુખ. આંખ એ જ જ્ઞાન. સાધકને મન તો હોય જ. સાધકનું મન પરોવાય છે સૂત્રમાં. પદ ચિંતવે, પદાર્થ ચિંતવે ને મહાપદાર્થ ચિંતવે. સાધકને એ શબ્દોમાં પ્રભુ દેખાય. સાધકને એ શબ્દોના અર્થમાં પ્રભુનો અવાજ સંભળાય. સાધક એ શબ્દોના આધારે ચિંતન કરે તેનો પ્રવાહ, સમવસરણમાં ચાલતી દેશનામાં ભળી રહ્યો છે તેવું તે અનુભવે. શાસ્ત્રનો અભ્યાસ ગહનતાથી કરવો જોઈએ, તેનાથી સાધનામાં ઊંડાણ આવે છે.પોપટિયું જ્ઞાન, સાધનામાં ન ચાલે. ગોખણિયું જ્ઞાન, બુદ્ધિનું પ્રદર્શન છે. સાધના, હૃદયથી થાય છે, સાધના સદ્બોધ દ્વારા થાય છે.
સાધક શાસ્ત્ર વાંચતો જાય ને પ્રભુને કહેતો જાય : ‘મેય સામી ! અવિતમેય સામી ! અસંવિમેય સૌ !' આ વાત સાચી છે, આ વાત અફર છે, આ વાતમાં શંકાને કોઈ અવકાશ નથી. પ્રભુ ! શું આપનું જ્ઞાન. પ્રભુ ! શું આપનું નિરૂપણ ?’ શાસ્ત્રનું વાંચન એ પ્રભુ સાથેનો ગૂઢ વાર્તાલાપ છે.
निरख रोम रोम
शीतल भयो अंगोअंग
શાસ્ત્રનું વાંચન ફટાફટ પતાવવાનું નથી. ઝીણવટથી વાંચવાનું
- ૬૪