________________
‘તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ’ આ શબ્દો અક્ષરશઃ સાચા છે. આ અનુભૂતિ સુધી પહોંચવાની એક પ્રક્રિયા છે.
___ मनमंजन करके निर्मल कियो है चित्त વિચારના બે પ્રકાર છે.
આવી રહેલા વિચાર. આવી ચૂકેલા વિચાર. આવી રહેલા વિચાર સારા જ હોય તેનો આગ્રહ રાખ્યો છે. આવી ચૂકેલા વિચારમાંથી ખરાબી દૂર થતી રહે તેનો ઉપયોગ રાખ્યો છે. મનોવર્ગણાના પુદ્ગલો તો જડ છે. તે આત્માનું શું બગાડી લેવાના હતા ? સમસ્યા ભાવમનની છે. મોહનીય કર્મ સત્તામાં છે, ઉદયમાં છે અને બંધાઈ પણ રહ્યું છે. આ કર્મની પક્કડમાંથી મુક્ત હોય તેવો વિચાર જ કામનો ગણાય. ચાર સ્તરે કષાય જીવતા હોય છે. એક એક સ્તરને તોડતાં તોડતાં આગળ વધવાનું છે. પહેલું સ્તર અનંતાનુબંધીને તોડવું પડે. આનાથી મિથ્યાત્વનો નાશ થાય છે. આ સ્તર તુટ્યું તેને જે ગડો જીત્યો કહેવાય કેમ કે આ સ્તર અનાદિકાળની ઓથ લઈને બેઠું હોય છે.
મનમેનનનો અર્થ છે મોહનીય કર્મનું પરિમાર્જન, ક્રમિક શુદ્ધિકરણ. સાધક બીજા સ્તરને ભેદીને, ત્રીજા સ્તરને ભેદીને ચોથા સ્તરે ઊભો છે. અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાનાવરણની આગળનો રસ્તો છે સાધકનો. સંજવલનની ગલીમાં સાધક પગલાં માંડી રહ્યો છે. અહીંથી સીધું બારમાં ગુણઠાણે પહોંચવાનું છે. સંજવલને છટ્ટ સાતમે રોકી રાખ્યા છે સાધકજીને. કષાયો પાતળા પડ્યાં છે તે મનમંજન, કષાયો મટ્યા નથી પણ કષાયની પક્કડ ઘટી ગઈ છે તે નિર્મળ ચિત્ત, આટલું ઓછું હતું તો એની પર વિર્ડ ન લગાવ્યો.
સંજવલન કષાયનો રાગ, ઊંચા આલંબનને જ પસંદ કરે છે. સંજવલન કષાયમાં જ્ઞાનીને રાગ હોય તેથી રાગનું આલંબન પ્રશસ્ય જ હોવાનું. સવાલ કેવળ, નિરાલંબનથી દૂરી હોવાનો હોય છે. પ્રશસ્ત આલંબન પોતાનો પૂરેપૂરો પ્રભાવ સાધકને બતાવે છે. અપ્રશસ્ત આલંબન પોતાનો પૂરેપૂરો પરાજય સાધક સમક્ષ સ્વીકારી લે છે. પ્રભુવીરને શ્રમણઅવસ્થાનાં સાડાબાર વરસમાં વૈષનાં, દુ:ખી થવાનાં અગણિત આલંબનો મળ્યાં હતાં, બધાં જ હાર્યા. ઇન્દ્ર જેવા ભક્તો પણ આવતા હતા. રાગનાં, સુખી થવાનાં આલંબનો હતા એ સૌ. પ્રભુને તેની અસર ના થઈ. મહાત્મા બલભદ્રજી, મહાત્મા બાહુબલીજી, મહાત્મા મેતાર્યજી સમક્ષ આલંબનો હતા જ દુ:ખી થવાના. તેમણે આલંબનોને નિષ્ફળ બનાવ્યા. આ જ તો છે મન मंजन कर के निर्मल कियो है चित्त ।
આની પર સુવાસ છે વિદ રંગની. આત્માના અનંત ગુણોની સમૃદ્ધ કલ્પના સાધક કરી શકે છે. વિભાવદશાથી દૂર થવામાં સાધક સફળ તો બને છે, સાધકને હિંમત આપે છે આત્મગુણની સ્મૃતિ. બધા જ ગુણો જાણ્યા નથી. થોડા જાણ્યા છે. જે જાણ્યા છે તે તમામ મેળવ્યા નથી, સાવ થોડાક મેળવ્યા છે. એ ગુણો થકી મળેલો આનંદ, નવા ગુણો મેળવવાની પ્રેરણા આપે છે. સાધક પોતાને કહેતો હોય છે : નવા ગુણો આવશે તેમ નવો આનંદ મળશે. મળેલા ગુણો મળ્યા છે તેનો આનંદ વિદ૬ રંગ છે. નથી મળ્યા તે ગુણો મળશે તેનો આનંદ વ૬ રંગ છે. પરિણામની કલ્પના પ્રવૃત્તિને વેગવાન અને સ્કૂર્તિવાન બનાવી દે છે.
जशविजय कहे सुनत ही देखो
- ૧૭ -
- ૧૮ -