________________
ગુરુએ આશીર્વાદ આપતાં કહ્યું : ‘ખૂબ આગળ વધજે.’
શિષ્ય સ્તબ્ધ. ગુરુએ આશીર્વાદ આપ્યા કે ઠપકો આપ્યો ? ગુરુની વાત આમ જુઓ તો સ્પષ્ટ હતી. વડીલ હોય તે આ જ આશીર્વાદ આપે ‘આગળ વધજે.'
શિષ્યને એમ લાગ્યું કે મારે હજી આગળ વધવાનું બાકી છે માટે ગુરુ આમ કહે છે.
તેણે પૂછ્યું : હજી આગળ વધવાનું છે ? ગુરુએ કહ્યું : તારી તો શરૂઆત જ થઈ નથી.
તારે એકડો શીખવાનો છે. શિષ્ય મૂંઝાયો. ગુરુએ હસીને કહ્યું: ‘સાધનામાં આગળ અને પાછળનો હિસાબ નથી હોતો. ભાષામાં અટવાયો તે સાધના ચૂકયો. સાધનામાં પ્રવેશ કરો તે પુરુષાર્થની બાબત છે. પ્રવેશ થયા બાદ આપોઆપ આગળ વધવાનું ચાલતું રહે છે. તને હું કહું છું—આગળ વધજે. તું એમ સમજે કે તે બધું મેળવી લીધું છે તેથી તું ગુંચવાય છે. તે કશું મેળવ્યું નથી. તે કશુંક છોડ્યું છે. સાધના, છૂટતા જવાની ઘટના છે. તે જે છોડ્યું તે મહત્ત્વનું નહોતું. તું જે છોડીશ તે પણ મહત્ત્વનું નહીં હોય. મહત્ત્વની ઘટના હશે, છોડવું. ‘તું કશુંક કરે છે.’ તેવો ભાવ પણ છોડી દે. તું છોડી શકે છે માટે તને કહું છું. આગળ વધ.' શિષ્ય ગદ્ગદ.
લાયક જ હોય છે એવું પણ નથી હોતું. લાયક હોય છે તેને પણ સાધના કરતાં આવડી જ જાય એવું પણ નથી હોતું. આવડે તેને પણ સાધના તુરંત સિદ્ધ થઈ જાય તેવું નથી હોતું. સાધના, ટીપ ટીપે ભરાતું સરોવર છે. ભરાઈ જાય પછી સમજાય કે આ સરોવર ટીપાઓનું બન્યું છે. ટીપું ટીપું અલગ પાડી શકાતું નથી. ઝીણવટ હોય છે પણ એ ઝીણવટનો હિસાબ થઈ શકતો નથી. - સાધના દુર્લભ છે. સાધના પ્રત્યે લક્ષ હોય કે દુર્લક્ષ, સાધના તો દુર્લભ જ છે.
आनंद ठोर ठोर नहीं पाया સાધના પીડા હોઈ શકે, સાધના ચિંતા હોઈ શકે. ધ્યાનનું આલંબન અને ધ્યાનની તીવ્રતા દ્વારા ધ્યાનનું સ્તર નક્કી થાય છે. આનંદ્ર આત્મસાક્ષાત્કારની અવસ્થા છે. આનંદ્ર મળતો નથી તેની વેદના એ ધ્યાન છે. આનંઃ મળશે જ તેવો વિશ્વાસ એ ધ્યાન છે. આનંદ્ર આ રીતે મળે છે એવી શ્રદ્ધા એ ધ્યાન છે. માતંદ્ર અત્યંત મહત્ત્વનું સાધ્ય છે અને એ શ્રમસાધ્ય લક્ષ્ય છે તેવું મૂલ્યાંકન પણ ધ્યાન છે. વિચાર અને ભાવનાનું જોડાણ જે વિષયમાં થાય તે વિષયનું ધ્યાન ઘટિત થાય.
આનંઃ મળશે ખરો પણ ઘણીબધી મહેનત કરવી પડશે. આનંદ મળી જશે તો ખબર પણ નહીં પડે કે આનંદ આવી ગયો, આનંદ ખરેખર તો મળ્યો જ નહીં હોય છતાં તેવું લાગવા માંડશે કે–આ આનંદ મળ્યો. દુર્ગમ છે, ન સમજાય તેવો છે આનંનો લાભ, આનંદ્રની સાધના, આનંદ્ર નામનું સાધ્ય અને આનંદ્રની પ્રાપ્તિ બધું જ દુર્ગમ છે. સાધના જેણે કરી તેણે એ આનંઃ પામી લીધો. એ
સાધનાની પ્રવૃત્તિ સૌને નથી મળતી. જેને મળે છે તે સૌ એને
૩૩
- ૩૪ -