________________
asta/aanada/2nd proof
આ સાધના કરવા માટે એક માર્ગદર્શકનો સંગ પણ જીવંત રાખવાનો છે. સાધના, શરીરમાં રહીને થાય છે ને શરીર સંસાર ચાળે ફરતું રહે છે. કોઈ પણ ક્ષણે કોઈ પણ અકસ્માત થઈ શકે છે. ખોટો તર્ક આવીને વિચારનું ગળું ઘૂંટે, અસ્ફટ ભાવના વિકાસને મુંધવા માંડે, બૂરા અનુભવ પછી મન પડી ભાંગે, નવી માન્યતામાં અટવાઈ જવાય, સાધક સાવ એકલો હશે તો ભેરવાઈ જશે. સાધનો સાધનાવિકાસ થતો હોય છે ગુરૂસાક્ષીએ. ગુરુ સમક્ષ મનની મૂંઝવણ વ્યક્ત કરતો રહે તે સાધક અનાત્મભાવથી પોતાને બચાવી શકે છે. આ એક વાત છે. બીજી વાત એ છે કે સાધક મનમાં મૂંઝાયેલો છે એની સાધકને ખબર પડે કે ન પડે પણ ગુરુને તેની અવશ્ય ખબર પડે છે.
जसराय संग चडी आया ગુરુ પણ વહારે ધાય ને સહસાધક પણ વહારે ધાય. સાધનાનો સાધર્મિક સાધકને સલામતી બક્ષે છે. સાધક આત્માની દૃષ્ટિએ એકલો હોય છે. જીવનચર્યામાં સાધક ગુરુ સાથે હોય અથવા સમાનધર્મી સાથે હોય. મનને બચાવવા, સહવર્તી સાક્ષીઓ સતત આવશ્યક ગણાય છે સાધનામાં. સહવર્તીની સાધનામાંથી સતત પ્રેરણા લે છે સાધક, પોતાનું મન કમજોર થઈ રહ્યું છે તેવું સાધકને સમજાય તો સાધક, ગુરુ કે સમાનધર્મીની સાધનાને જોવા લાગે છે. મન થોડું કમજોર થયું છે પણ સાધનાના સંસ્કારો તો છે જ. ગુરુ કે સમાનધર્મી કેવું મજબૂત મન લઈને બેઠા છે ? એનું મૌન અને અંગત અવલોકન કરીને સાધક પોતાને હિંમત, ઠપકો, તાકાત, સમજણ આપે છે.
आनंदघन आनंद रस झीलत
देखत ही जस गुण गाया સાધકની સાધનાને જોવા માટે સમ્યગુ દૃષ્ટિ જોઈએ અને એમાંથી પ્રેરણા પામવા માટે સુવર્ણપાત્રતા જોઈએ.
સાધકનું જગત કર્મોની સામે વાવંટોળ લાવતું હોય છે. કર્મો સામું જોર કરીને મોટી આંધી લાવે તેવું અકસર બને છે. સાધકનું લક્ષ્ય છે સાધનામાં ટકી રહેવાનું ને આગળ વધવાનું. સાધનામાં જે ચુસ્ત રીતે પાલનરત છે અને કટ્ટરભાવે ક્રિયામગ્ન છે તેને સાધક જોયા કરે છે. સંસારના રાગદ્વેષની પક્કડને સાવ કમજોર બનાવી દેનાર સાધકનું મન, એ સાધનાને એકરાગ ભાવે નિહાળે છે. સાધકને સ્થિરતા આપે છે એ અવલોકન, મન જરા થાકેલું ત્યારે એ અવલોકનમાંથી તાકાત મેળવેલી. મન મજબૂત થયું એટલે એ અવલોકનમાંથી સતત જુસ્સો મળવા લાગ્યો.
અનાત્મભાવની નાગચૂડને તોડનારા સાધકોને સલામ.
70