________________
ભાન આવવા માંડે છે. એમને કાયમી ઈલાજ નથી ગણતા. નિમિત્ત હોય અને તે જરાય અસર કરી ન શકે તેવું કાઠું કાઢવું તે લક્ષ્ય સાચું જરૂર છે પરંતુ આ લક્ષ્ય સુધી પહોચવા માટે નિમિત્તને દુમન ગણીને દૂર કરવાનું પણ નિતાંત આવશ્યક છે. નિમિત્ત બહારનો સંસાર છે. રતિ-અરતિ ભીતરનો સંસાર છે. માત્ર ભીતરનો સંસાર ખરાબ છે તેવું નથી, બહારનો સંસાર પણ ખરાબ જ છે. નિમિત્તો પર દ્વેષભાવ ન રાખવો, એટલું સાચવવું, બાકી નિમિત્તમાત્રથી દૂરી તો બનાવવી જ જોઈએ. નિમિત્તની ભાગોળમાં ચાલનારો, નિશ્ચયનો સીમાડો આંબી શકતો નથી. નિશ્ચયના અનુભવ પછી નિમિત્ત નિરર્થક બની જાય છે તે સાચું છે અને નિમિત્તની હાજરીમાં નિશ્ચય સુધી પહોંચાતું નથી તે પણ સાચું છે.
रति अरति दोउ संग लिय वरजित
अरथ ने हाथ तपाया બે મુદ્દા એકદમ સ્પષ્ટ છે :
સંસારનાં તમામ આલંબનો કૂડાં ભાસે છે, એક. આલંબનની તમામ અસરો પરિહાર્ય લાગે છે, બે. આ બંને સંગાથે ચાલે છે, ડાબી-જમણી આંખની જેમ. સં] તિય વરનતનો એક ભાવ એ પણ છે કે આલંબનને લીધે રતિ-અરતિ ન થાય તે સર્વોત્તમ બીના છે. પણ જો રતિ-અરતિ થાય જ છે તો એ પણ નિમિત્તની જેમ કૂડી ભાસે છે. નિમિત્તની અસર થઈ તે સમજાય અને તે બદલ રંજ અનુભવાય તે પણ સંગનું વર્જન છે. હેય વસ્તુ છૂટી તો શ્રેષ્ઠ, ન છૂટી તો હેય વસ્તુ માટેનો ઉપાદેય ભાવ તો છૂટવો જ જોઈએ.
ઊંચા લક્ષ્યને પણ પૂરવાર થવું પડે છે. કઠિન હોય છે એ
લક્ષ્ય, તેથી તુરંત તો ગમતું જ નથી. એ સ્પષ્ટ થાય તો જ ગમે. અન્યથા એનાથી દૂર ભગવાનું મન થાય.
कोऊ आनंदघन छिद्र ही पेखत
जसराय संग चडी आया આત્માની વાતો બધા સ્વીકારવાના નથી. ઘણાને આ વાતો કંટાળો આપે છે. ઘણા આનો વિરોધ કરે છે. ઘણા તો આત્માને સ્વીકાર્યા બાદ, ક્રિયામાર્ગ કે ભાવનામાર્ગમાંથી એકને માને છે ને બીજાને ઉવેખે છે. કાંટાળી કેડી છે. બજારમાં સમજવા નીકળશો તો ગૂંચવાડા થવાના છે. એક ચોક્કસ માર્ગદર્શક મળી જાય તો બચાશે. માનંદ્ર ની શોધ કરવા નીકળે તેને રોકવાવાળા મળે છે અને મારવાવાળા પણ મળે છે. વાંધો આત્માની સામે હોય છે. પોતાને હું આત્મા છું' એ માનવું નથી. બીજાને ‘હું આત્મા છું' એવું માનવા દેવું નથી. સાધનાના રસ્તે આવા માણસો ભટકાય છે. એમની વાત પર ધ્યાન ન અપાય. સંસારનાં નિમિત્તોથી બચવું તેનો વ્યાપક અર્થ છે અનાત્મભાવ-નાં તમામ આલંબનોથી બચવું. સંસારનાં નિમિત્તોથી બચવા માટે મનને સમજાવવું પડે છે તેમ આત્મવિરોધી વાતોથી બચવા માટે મનને મજબૂત બનાવવું પડે છે. ઊંધા માણસો સાથે ચર્ચામાં પડવાનું જ નહીં. એને હરાવવાની ધૂનમાં ક્યાંક આપણે અટવાઈ ગયા તો નુકશાન મોટું થઈ જાય. એ લોકો ચર્ચા કરીને સમજવા માંગે છે એવું નથી. એ લોકો ચર્ચા કરીને કેવળ આપણને હરાવવા માંગે છે. આવી બાજી નહીં રમવાની.
સાધના એકલા રહીને કરવાની છે, આત્મસાક્ષીએ. સાથે સાથે
૩૭૦
- ૩૮ -