________________
asta/aanada/2nd proof
મારા પ્રશ્નનો જવાબ આપ જ આપી શકશો.’ શિષ્ય બોલે
‘પ્રશ્ન પૂછવાવાળો તું કોણ ?' ગુરુ કહે છે.
આપ જવાબ દેશો તેવો વિશ્વાસ છે માટે શ્રદ્ધાથી પૂછું છું’. શિષ્ય ફરી બોલે છે.
જવાબ આપવાવાળો હું કોણ ?” ગુરુ કહે છે.
સાધનામાં એક ક્ષણ એવી પણ આવે છે, જેમાં સાધકને મુંઝવણ પારાવાર થવા લાગે છે, મનને શાંત અને શુદ્ધ કરવાનો પ્રામાણિક પુરુષાર્થ કર્યા પછી પણ અંદરથી સમજાય કે ઊંડે ઊંડે અશાંતિ છે, અશુદ્ધિ છે. અત્યારે ભલે નડી નથી શકતી પણ, કચરો અંદર હોય તો, ગમે ત્યારે વાસ મારશે જ. જે આવડતું હતું, જેટલું થઈ શકતું તે બધું જ કરી લીધું. હજી પણ પરિણામ અધૂરું રહે તો ક્યાં જવું ?
आनंद कोउ हम दिखलावो કદાચ, ક્રિયા કરતાં આવડી નથી માટે ક્રિયાનું ફળ નથી મળ્યું. કદાચ, અર્થનો બોધ જ નથી માટે સૂત્રનો ઉચ્ચાર શુદ્ધ નથી. કદાચ, વિધિનો ક્રમ જાળવ્યો નથી માટે ધર્મ જીવંત બનતો નથી. સંભાવના ઘણી છે આપણામાં જ કમી હોવાની. પોતાની અધૂરપ સમજાતી નથી ત્યાર સુધી વાંક બીજાનો જ દેખાય છે. સાધના કરું છું એવું માનીને ચોક્કસ શુભ પ્રવૃત્તિ સાથે જોડાયા તો ખરા. સમય ઘણો ગયો ને સ્વભાવ બદલાયો નહીં એટલે પ્રામાણિક મને શોધખોળ આદરી. મારા ધર્મનો પ્રભાવ મારા સ્વભાવ પર પડ્યો કે નહીં ?
આજે તપાસ ચાલીએ છીએ તેથી વધુ સારા થવાનું લક્ષ્ય હતું. દેખાયું કે છીએ એવા જ છીએ. હવે શું કરવું ? થોડું મનોમંથન પોતાની પાત્રતા બાબત ચાલ્યું. ધીમેધીમે અપ્રામાણિક મને બળવો પુકાર્યો : આ પંથમાં મજા નથી. વીતરાગપ્રણીત માર્ગ પ્રત્યેની અનાસ્થા જાગી. અન્યમાર્ગો માટેની જિજ્ઞાસા ઊભી થઈ. કોઈ રજનીશ, કોઈ રવિશંકર, કોઈ રામદેવ તરફ આકર્ષણ જાગ્યું.
મા પ્રેમ ન કરે એટલે મા તરીકે મટી નથી જતી. ધર્મ પ્રભાવ ન દેખાડે એટલે ધર્મ તરીકે મટી જતો નથી, પ્રેમ અને ધર્મ પામવાના હોય છે. એમાં હેરાફેરી ન હોય.
कहां ढूंढत तू मूरख पंखी પંખી ડાળે ડાળે આસન બનાવે, ઠરીઠામ ન બેસે, પંખી બગીચે બગીચે ઊજાણી મનાવે, એક જગાએ જંપીને ન બેસે. પંખીનું નામ જ ચંચળતા. એ મનુષ્ય નથી એટલે એનો સ્વભાવ એને મુબારક. આપણામાં એકનિષ્ઠા હોવી જોઈએ. શાંતિની ખોજ ચાલવી જોઈએ, પણ સવળા મને જ એ ચલાવાય. સાધનાનું પરમ લક્ષ્ય છે : વીતરાગ અવસ્થા. વીતરાગ ભગવંતની પ્રધાનતા, વીતરાગભગવંતની ઉત્કૃષ્ટતા અને વીતરાગ ભગવંતની તારકતા પ્રત્યેની શ્રદ્ધા ડામાડોળ થઈ જાય તેવું ચિંતન કે આચરણ આપણી માટે કશા કામનું નથી. એક કવિતા વાંચી હતી એનો ભાવાર્થ એ હતો કે ‘વરસાદમાં મજા ન આવી એમ ન બોલાય, વરસાદ આવ્યો પણ મજા લેતાં ન આવડી—એવું જ બોલાય.' સાધનાથી શાંતિ ન મળી એવું ન બોલાય. સાધના પાસેથી શાંતિ મેળવતા ન આવડી એવું બોલાય. બીજા માર્ગોનું સાચુંખોટું તત્ત્વ સોચવાનો આ સમય