________________
રસબંધ સૌથી ખરાબ ગણાય છે. કર્મનો ઉદય, રસની તીવ્રતા અનુસાર પ્રભાવ બતાવતો હોય છે. ક્ષયોપશમ ભાવ પ્રગટે છે તેમાં તે તે કર્મોનો ૨સ, પોતાનો પ્રભાવ બતાવવામાં નબળો પૂરવાર થાય છે. કર્મ, મૂળે ખરાબ હતું ને રસ તીવ્ર હતો તેથી કર્યોદય હેરાન કરતો હતો. કર્મનો રસ નબળો પડી ગયો એટલે કર્મ ઉદયમાં આવવા છતાં પહેલાની જેમ હેરાન કરી શકતું નથી. હેરાન ન થઈએ એટલે, મજા આવી જાય છે. હેરાન થવાનું ઘટતું જાય છે, મજા આવવાનું વધતું જાય છે. આનંદ્ર મો અનંતરંગ. કર્મની રસશક્તિ તૂટે છે તેનાથી આત્મગુણો ઉઘડવા લાગે છે. દરેક ગુણ અલગ અલગ આનંદ આપે છે. ગુણો ઘણા. આનંદ ઘણો. ગુણો અસીમ. આનંદ અસીમ.
ऐसी आनंद दशा प्रगटी चित्त अंतर
ताको प्रभाव चलत निरमल गंग
મનમાં ગંગા જેવો અગાધ આનંદરાશિ વહેવા લાગે છે. સૂત્રનું આલંબન અને ગુરુનું માર્ગદર્શન, બંનેના આધારે સાધના થઈ રહી છે. હવે આત્માના દોષો દૂર થવા લાગ્યા છે. આત્માનો આનંદ કર્મનિરપેક્ષ બની રહ્યો છે તેથી નિર્મળ છે. સંસારને વધારનારો આનંદ મલીન ગણાય. સંસારને ઘટાડનારો આનંદ નિર્મળ ગણાય.
કંઠસ્થ થઈ ચૂકેલા સૂત્રોનું પુનરાવર્તન, અર્થચિંતન સાથે કરીએ તો નિર્મળ આનંદ મળે છે. અર્થચિંતનના આધારે મનને વહેતું રાખીએ તો નિર્મળ આનંદ મળે. એક શાસ્ત્રનો એક વિષય, અન્ય અનેક શાસ્ત્રોમાં ક્યાં, કેવી રીતે વર્ણવાયો છે તે વિચારીએ તો નિર્મળ આનંદ મળે. અનેક શાસ્ત્રોના વિષયોને એક શાસ્ત્ર કેવી રીતે આવરી લે છે તેનો વિશદ અભ્યાસ કરીએ તો નિર્મળ આનંદ મળે. આનંદ મહત્ત્વનો નથી, આનંદમાં રહેલી નિર્મળતા મહત્ત્વની છે. નિર્મળતા,
• ૬૯
આલંબનશુદ્ધિની તો છે જ. નિર્મળતા આશયશુદ્ધિની પણ છે. वारी गंगा समता दोउ मील रहे
સમતા શબ્દ બીજી વાર આવ્યો. એક સમતા, શુદ્ધ સમજણ દ્વારા આવી છે, આશયશુદ્ધિ. બીજી આ સમતા, આલંબનશુદ્ધિ દ્વારા આવી છે. શાસ્ત્ર સિવાયનાં આલંબનો મન સ્વીકારતું નથી, શાસ્ર સિવાયનો વિચાર મનમાં ઉઠતો નથી, શાસ્ત્ર છોડીને અન્ય વિષયોની વિચારણા મન કરતું નથી, મનમાં ઉઠતા તમામ વિચારોનું સ્પષ્ટ મૂલ્યાંકન શાસ્ત્રના આધારે થાય છે અને મન સમક્ષ આવી રહેલા વિષયોને શાસ્ત્રના આધારે જ જોવામાં આવે છે આ આલંબનશુદ્ધિ છે. પોતાની સ્વતંત્રતા છોડવી તે સમતા છે, તત્ત્વચિંતનમાં. રાગદ્વેષની પરાધીનતા તોડવી તે સમતા છે, જીવાતાં જીવનમાં ક્યાંક સ્વતંત્રતા તોડવાથી સમતા મળે છે. ક્યાંક પરાધીનતા તોડવાથી સમતા મળે છે. સમતા વહેતી રહે છે, સમતા અધ્યવસાય રૂપ છે ને કર્મોની નિર્જરા સ્વરૂપ પણ છે. નિર્જરા ગંગાની જેમ વહી રહી છે, સમાધિનો અનુભવ આત્માને સાંપડી રહ્યો છે, બંને જુદી બાબત છે છતાંય ભેળી થઈ ગઈ છે. બંનેનો મેળાપ સુખદ છે. जस विजय झीलत ताके संग
સાધક સિદ્ધ બને, સાધનામાં અગ્રસર બને કે બીજી કોઈ અવસ્થામાં હોય, તેને નિર્જરી રહેલા કર્મો અલગ દેખાય અને ઉઘડી રહેલા આત્મગુણો અલગ દેખાય. સાધક બેયમાં તરબોળ બને. સાધકને નિસબત કેવળ આત્માથી છે. કર્મો ઘટે છે તે આત્મા માટે સારું છે, ગુણો પ્રકટે છે તે આત્મા માટે સારું છે. કાર્ય અને કારણની ચર્ચામાં સાધકને રસ નથી. સાધકને શુદ્ધિમાં રસ છે, નિર્જરામાં પણ અને સમતામાં પણ.
~ ૭) ~