________________
asta/aanada/2nd proof
पारस संग लोहा जो फरसत
कंचन होत ही ताके कस લોઢું સંભાવના લઈને બેઠું છે. પિત્તળ કે પ્લાસ્ટિકને પારસમણિ અડે તો કોઈ ચમત્કાર થતો નથી. ચમત્કાર લોઢા પર જ થાય છે. લોઢાની ભીતરમાં છૂપાયેલું સોનું પારસમણિને દેખાય છે. ગુરુ પારસમણિ છે. સ્પર્શ દ્વારા ચમત્કાર થાય છે. સિદ્ધ અને સાધક થવાની પાત્રતા જીવમાં છે. ગુરુ જીવને પ્રેરણાનો સ્પર્શ આપે છે. જીવ, સાધારણ વ્યક્તિમાંથી અસાધારણ શક્તિ બની જાય છે.
કર્મ અને આત્મા, ખીર અને નીરની જેમ એકરૂપ હોય તે વિભાવદશા છે. સંસારની દશા છે આ. કર્મ છે માટે ચેતના અવરૂદ્ધ છે. ચેતના પરાધીન છે, તે મૂળભૂત દુ:ખ છે. દુ:ખનું નિવારણ ઇચ્છાપૂર્તિમાં નથી, ઇચ્છામુક્તિમાં છે. માંડ આ વાત જીવને સમજાય છે. જીવને આ વાત સાંભળવા છતાં ન સમજાય ત્યાર સુધી તે ભવાભિનંદી ગણાય છે. ભવ્યજીવ પણ એક તબક્કે ભવાભિનંદી હોય છે. બીજી પાત્રતાનો અભાવ આ તબકે ભવ્યજીવમાં પણ હોય છે. લોઢું કેવળ લોઢું જ હોય છે તેવું નથી, તેની પર ખાસ્સો એવો કાટ ચડેલો હોય છે. ભવાભિનંદી જીવને ગુરુ કે શાસ્ત્રની કોઈ અસર નથી થતી. નિમિત્તોની અસર પણ પાત્રતા હોય ત્યારે જ જોવા મળે છે. પાત્રતા ન હોય ત્યાં નિમિત્ત પણ નિષ્ફળ જાય. જીવ અપુનબંધક બને છે. પાપ કરવામાં તીવ્ર રસ નથી રહેતો, સંસાર પ્રત્યે ગાઢ આસક્તિ રહેતી નથી અને મર્યાદાનું પાલન વ્યવસ્થિત થતું રહે છે. આ પહેલો ઉજાસ છે. અહીંથી આલંબન કામ કરવા માંડે છે. અપુનબંધક અવસ્થા એ ધર્મની પહેલી પાત્રતા છે. યોગની
પૂર્વસેવા અપુનબંધકમાં હોય છે. સાધનાની ભૂમિકા પૂર્વસેવામાં ઘડાય છે. લોઢું છે પણ કાટ ઉતરી ગયો છે. પારસમણિ અડે એટલી જ વાર છે. ચમત્કાર થવાનો જ છે. શુભ આલંબનના પ્રભાવળે જીવનું વિચારવાનું ચાલુ થાય છે. મનોયોગનું શુભદિશા તરફ વળવું એ સાધનાક્ષેત્રની મહત્ત્વપૂર્ણ ઘટના છે. મોહનાં સામ્રાજય સામે આ ખતરાની ઘંટડી વાગી એવું કહી શકાય છે.
લડવાનું ઝનૂન ચડે ને લડતા ન આવડતું હોય તો જીતની સંભાવના છે કેમ કે એક મરણિયો સોને ભારે પડે છે. લડતા આવડતું હોય પણ લડવાનું ઝનૂન ન હોય તો જીતની સંભાવના નથી. રોતા જાય એ મૂવાના જ ખબર લાવે, અપુનબંધકને લડતા આવડતું નથી પણ તેનામાં લડવાનું ઝનૂન આવ્યું છે. લડશે જરૂર. લડતો જશે ને શીખતો જશે. મંદ મિથ્યાત્વ, અપૂર્વકરણ, ગ્રંથિભેદ, અનિવૃત્તિકરણ અને સમ્યગ્દર્શનનો આવિર્ભાવ, આગળ વધતી લડાઈનાં આ લક્ષણો છે. સમ્યગ્દર્શનથી પતન પામેલો જીવ, મિથ્યાત્વ પામે તો પણ ઉત્કૃષ્ટકક્ષાનો કર્મબંધ કરતો નથી આ મુદ્દો, રસબંધસાપેક્ષ છે તો પણ સમ્યગ્દર્શનની સ્પર્શનાનો મહિમા બતાવે છે. જે કર્મદશા પૂર્વે હતી તેની પાસે હવે નથી જ જવાનું–આ સિદ્ધિ અનિવૃત્તિકરણથી મળી જાય છે. આ અનિવૃત્તિકરણ, બીજા અપૂર્વકરણ પાસે લઈ જાય છે. આઠમું ગુણસ્થાનક ક્રમશઃ આવી પહોંચે છે. આ અપૂર્વકરણ બારમે લઈ જાય છે. ક્ષીણમોલ અવસ્થા. હવે કષાય નથી. લડાઈ પૂરી થઈ ગઈ છે. તેરમું ગુણસ્થાનક તો વિજયની ઉદ્ઘોષણા છે. અપુનબંધકથી પ્રારંભ પામેલી કષાયસહકૃત વિચારધારા શુભતત્ત્વકેન્દ્રિત રહી તે અર્થમાં તેને સુમતિ કહેવાય છે. આ સુમતિ થકી જ પરમ આનંદ પ્રગટ થયો છે.
ઉદ