Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 16
________________ [[ગ્રન્થકારની જીવનગરિમા] ઉત્તર ગુજરાતમાં પાટણની નજીક કનડુ નામનું ગામ છે. ચોમાસાની ઋતુ છે. એકદિવસ મેઘરાજાએ મન મૂકીને મહેર કરી છે. એક ઘરમાં એક નાનકડો તેજસ્વી છોકરો પોતાની માને ભક્તિપૂર્વક કહી રહ્યો છે-“મા! ભજનવેળા થઈ જવા છતાં તું આજે ખાતી કેમ નથી ?” “ભક્તામર સ્તોત્ર સાંભળ્યા વિના ભોજન ન કરવાનો બેટા ! મારે નિયમ છે. દરરોજ ગુરુદેવના મુખે તે સાંભળીને પછી જ હું ભોજન કરું છું. આજે મુશળધાર વરસાદને કારણે ઉપાશ્રયે જઈ શકાયું નથી. ભક્તામરનું શ્રવણ થયું નથી. તે ભજન શી રીતે થાય?” સ્નેહપૂર્ણ વચનોથી માતાએ દિલની વાત કહી. આ વાતને સેકેલો પાપડ ભાંગવા જેવી સરળ માનતાં દીકરાએ માને આશ્ચર્ય પમાડતાં કહ્યું કે એહતું ખાતી નથી એમાં આવું સાદું કારણ છે ! ભક્તામર સ્તોત્ર તો હું તને સંભળાવી દઉં!” “પણ બેટા! તે ક્યાં ગોખ્યું છે ?? માએ જાણે કે દિલની મૂંઝવણ સ્પષ્ટ કરી. ‘પણ મા ! હું દરરોજ તારી સાથે ભક્તામર સાંભળવા આવું છું ને! મને યાદ રહી ગયું છે એટલું કહીને દીકરાએ પોતાની મીઠી-મધુરવાણીમાં શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક આખું ભક્તામર સ્તોત્ર સંભળાવીને માને આશ્ચર્યના અફાટ સમુદ્રમાં ગરકાવ કરી દીધી. આવી તીવ્ર બુદ્ધિપ્રતિભા અને ધારણશક્તિના સ્વામી તે તેજસ્વી બાળકનું નામ હતું જશવંતકુમાર, નારાયણ નામના જૈન વણિક શ્રેષ્ઠીની સૌભાગ્યદેવી નામની ધર્મપત્નીની કુક્ષિને અજવાળનાર આ રત્નના લઘુસહોદરનું નામ હતું પાસિંહ, [જશવંતમાંથી યશોવિજય] કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પરમહંત કુમારપાળરાજા પાસે કરાવેલા અમારી પ્રવર્તનની ઝાંખી કરાવે એવી, મેગલ સમ્રાટુ અકબરબાદશાહ પાસે અહિંસાનો પ્રસાર કરાવનાર જગદગુરુશ્રી હીરસૂરીશ્વરજી મહારાજાની પરંપરામાં થયેલા શ્રીનવિજયજી મહારાજ આદિમુનિઓએ વિ.સ. ૧૬૮૭નું ચોમાસું કુણઘેર કર્યું. એ પછી કડું ગામમાં પધારી થડે કાલ સ્થિરતા કરી. મહારાજ સાહેબના નિકટના પરિચયમાં આવવાથી, જશવંતકુમારના અંતરમાં પડેલા જ્ઞાન-દર્શન-ચારિત્રના સંસ્કારો જાગ્રત થઈ ગયા. દીક્ષા લેવાની ભાવના થઈ. શ્રીનવિજયજી મ. સાહેબે પણ બાળકની તેજસ્વિતા અને સંસ્કારિતા જોઈ હોવાથી તેના માતા-પિતાને કહ્યું કે “આ બાળક દીક્ષા લેશે તો જનશાસનના ગગનાંગણમાં સૂર્યની પેઠે ઝળહળી ઊઠશે. લાખે ભવ્યાત્માઓ પર અજોડ ઉપકાર કરનારો બનશે.” બનેએ સહર્ષ અનુમતિ આપી જોરદાર શાસનપ્રભાવના થાય એ હેતુથી દીક્ષા પાટણ નકકી થઈ. સ્નેહાળભાઈને પ્રભુના માર્ગે જતે જાણી પસિંહને પણ દીક્ષાની ભાવના થઈ. એને પણ સહર્ષ સંમતિ મળી. ધન્ય માતા-પિતા! વિ સં. ૧૬૮૮માં મહેસવપૂર્વક બને ભાઈઓ અનુક્રમે યશવિજય અને પદ્યવિજયના નામે શ્રીનયવિજય મ. સા. ના શિષ્ય બન્યા.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 544