Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 15
________________ વિજય ગણિવરશ્રીને ઉપકાર અપરંપાર છે. જેઓશ્રીએ પ્રવજ્યાના પુનિત પંથે પહેલ કરી તે તેઓશ્રીના પગલે પગલે કુટુંબમાંથી નીચે પ્રમાણે દીક્ષાઓ થઈ. તેઓશ્રીના સંસારપણે (૧) લઘુબંધુ (રીક્ષામાં શિષ્યરત્ન) પ૦૫ પંન્યાસ પ્રવર શ્રી જયશેખરવિ. ગણિવર (૨) માતુશ્રી સાધવીશ્રી મહાનંદાશ્રીજી મ૦, ૪ ભગિનીઓ (૩) સા. શ્રી નયાનંદાશ્રીજી (૨) સા. શ્રી જયાનંદાશ્રીજી (૫) સા. શ્રી કીર્તિસેનાશ્રીજી (૬) સા. શ્રી જયસેનાશ્રીજી, ભત્રીજી (સંસારીપણે મારી બેન) (૭) સા શ્રી નયરનાશ્રીજી, બે ભત્રીજા (૮) હું અને (૯) (સંસારીપણે મારાં લઘુબંધુ) મુનિરાજ શ્રી અજિતશેખર વિજયજી. આમ તેઓશ્રીના પગલે પગલે કુટુંબમાંથી બીજા ૯ જણાની ક્રમશઃ દીક્ષાઓ થઈ. અને હવે તેમના સંસારીભાભી (મારા ઉપકારી માતૃશ્રી) શ્રીમતી સુશીલાબેન મેહનલાલ જરી પણ સંયમપંથે વિચરવા કટિબધ થયા છે. બંધવિધાન મહાશાસ્ત્ર અન્તર્ગત મૂલપ્રકૃતિરસબંધ ગ્રન્થની લગભગ ૧૬૦૦૦ કલેક પ્રમાણ સંસ્કૃત વૃત્તિના આલેખક પ્રભુભક્તિરસિક ગુરુદેવ પ. પૂ. પંન્યાસપ્રવરશ્રી જયશેખરવિજય ગણિવરના શુભ આશીર્વાદ ગ્રન્થની આદિથી અન્ત સુધી કાર્યાન્વિત ૨હ્યા છે. આ બધા ઉપકારી ગુરુદેવ ઉપરાંત સિદ્ધાન્તદિવાકર, જ્ઞાનની જીવંત પરિણતિ સમાન ૫ પૂ આચાર્ય ભગવંત શ્રીમદવિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની આ ભાવાનુવાદ અંગેની અને સંયમજીવન અંગેની પ્રેરણાઓ અને સૂચનાઓ અવિસ્મરણીય છે. ' પ. પૂ. સંયમૈકલક્ષી નિવૈકાશની પંન્યાસપ્રવેરશ્રી જગચ્ચન્દ્ર વિ. ગણિવરે તથા વિદ્વર્ય મુનિરાજ શ્રી અજિતશેખર વિજયજીએ સાથે બેસીને સંપૂર્ણ ભાવાનુવાદનું અવલોકન કર્યું છે અને ઘણા કીમતી સુધારા-વધારા સૂચવ્યા છે જે પુનઃ પુનઃ સ્મર્તવ્ય છે. તકસમ્રાટ ત્યાગી મહાત્મા પ૦પૂ. જયસુંદરવિજય મહારાજે આ આખા ગ્રન્થનું અધ્યયન કરાવીને તે ઉપકાર કર્યો જ છે, પણ તે પછી પણ સંપૂર્ણ ભાવાનુવાદનું સંશોધન કરીને સોનામાં સુગંધ ભેળવી છે. - ૫૦પૂ. શ્રુતભક્ત શ્રી પાસેનવિજય મહારાજે મુદ્રણ અંગે અનેક ઉપયોગી સૂચન આપ્યા છે તે, તેમજ આ ભાવાનુવાદના આલેખન વખતે તમામ સહવતી સાધુભગવતે અને વિદ્યાથી મુનિરાજ શ્રી કુલબોધિ વિજયજીએ ઘણી અનુકૂળતા કરી આપી છે તે ચિરસ્મરણીય છે. . પ્રાન્ત, આ ભાવાનુવાદ-ગ્રન્થસંપાદન વગેરે કરવામાં જે પુણ્ય પાર્જન થયું હોય તેના પ્રભાવે ભવ્ય ધર્મમાં રત બની અધ્યાત્મભાવને ઉત્તરોત્તર વિકસાવી અક્ષયઅનંત સુખના સ્વામી બને એ જ શુભેચ્છા...... મુનિ અભયશેખરવિજય

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 544