Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
૧૦.
સંભવિત હોઈ મેક્ષ અસંભવિત નથી. આવી બધી ધારદાર દલીલથી સ્ત્રીઓમાં “મુક્તિની સિદ્ધિ કરીને પછી ગ્રન્થકારે અધ્યાત્મની પરમરહસ્યને જણાવ્યું છે. સંયમ“ગમાં અપ્રમત્તપણે પ્રવર્તતાં રહેવું એ જ પરમરહસ્યભૂત છે, એજ શ્રેષ્ઠ આજ્ઞા છે. છે આ અધિકારમાં પણ ગ્રન્થકારે નીચેના વિષયોનું સુંદર આલેખન કર્યું છે. (૧) અભવ્ય* વાદિશંકા (૨) યોગ માટે પહેલાં ભેગો ભેગવી લેવા એ અનાવશ્યક (૩) ભેગેચ્છાને 'વિચ્છેદ ભેગો ભોગવવાથી નથી થતું, પણ, “આ ભેગો ભવિષ્યમાં ભયંકર દુર આપનારા છે? આવા જ્ઞાનથી ભોગો પ્રત્યેના ઉત્પન્ન થયેલા છેષથી જ થાય છે. (૪) આરાધના કરવામાં વિલંબ કરવાની ઈચ્છાવાળાને ધર્માધિકાર નથી (૫) શક્તિની ઓછાશ વગેરેના રોદણું રોનારા અંતે પસ્તાય છે. (૬) અપ્રમત્તની પ્રાર્થના સફળ છે, - આળસુની નિષ્ફળ છે. (૭) મિચ્છામિ દુક્કડમનું રહસ્ય (૮) ગચ્છને છોડી એકાકી બનનારાને અનેક નુકસાન થાય છે.
છેવટે, ગ્રન્થકારે પોતાના દિલમાં રહેલી એક અગત્યની વાત જણાવી છે. તેઓશ્રી કહે છે કે “મન-વચન-કાયાની તેવી તેવી પ્રવૃત્તિ કરવી કે જેનાથી રાગદ્વેષ શીવ્ર વિલય પામતાં જાય. આવી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છે.” ગ્રન્થની વિસ્તૃત અનુકમણિકા પર નજર નાખીએ તે પણ ખ્યાલ આવે છે કે ગ્રથકારે કેટકેટલા વિષય પર
આ ગ્રંથમાં પ્રકાશ પાથર્યો છે. . હવે મારા દિલની વાત, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાયશ્રી યશે" "વિજયજી મહારાજાના ન્યાયગર્ભિત, મહાર્થ મિતાક્ષરી વચનો કયાં ? અને મારે મંદ 3 ક્ષયોપશમ કયાં? તેઓશ્રીના વચનોને હું પરિપૂર્ણ ન્યાય આપી શકું એવું મારુ 'ગજું જ નથી. તેમ છતાં અનુગ્રહતત્પર પૂની કૃપાદ્રષ્ટિથી મારો જે કાંઈ થડે ઘણે ક્ષયે પશમ ખીલે છે તેને અનુસરીને મેં આ ભાવાનુવાદ કરવાનો પ્રયાસ કર્યો છે. સંભવ છે એમાં 'ત્રુટિઓ રહી જવા પામી હોય, કથનનું હાઈ બરાબર સ્પષ્ટ થયું " ન હોય, ક્યાંક વિપરીત અર્થઘટન પણ થઈ ગયું હોય. કેટલાંક સ્થળો એવા પણ છે કે
મને યે પૂરેપૂરો સંતોષ થાય એવો નિશ્ચિત અર્થ પકડી શકાયો નથી. બે ત્રણ અર્થે . “ભાસતાં હોય. એમાંથી કો અર્થ સંપૂર્ણ રીતે બંધબેસત છે એનો નિર્ણય થઈ
શક્યો નથી. તેથી જે વધુ એગ્ય લાગે છે તે અર્થ રજૂ કર્યો છે. કેટલાક સ્થળે એવા " પણ છે કે લહિયા વગેરેની ભૂલના કારણે સુસંબદ્ધ–સુસંગત પાઠ કરતાં જુદા પ્રકારને - પાઠ મળે છે, એવા સ્થળોએ વધુ સુસંગત લાગે એ પાઠ કપીને ભાવાનુવાદ કર્યો
છે. શક્ય છે કે આવા સ્થળોએ પણ મારાથી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના અભિ* પ્રાયોને અન્યાય થઈ ગયો હોય.. પરમ પવિત્ર શ્રી જિનાજ્ઞાને અસંમત હોય કે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાના અભિપ્રાયથી વિરુદ્ધ હોય એવું આવું જે કઈ આ ભાવાનુ