Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 16
________________ નેમિસૂરીશ્વરજી મહારાજા પ. પૂઆચાર્યદેવશ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પ. પૂ. આચાર્યદેવશ્રી વિજયનંદનસુરીશ્વરજી મહારાજ સાહેબની સલાહ સૂચના મુજબ નિર્માણ કાર્ય આગળ વધતું રહ્યું. શ્રી સંઘના પરમ ભાગ્યોદયે સંવત ૨૦૦૪ માં આ મહાત્માઓનું ચાતુર્માસ સુરેન્દ્રનગરમાં થયું. ત્રેવીસ દેવકુલિકાયુક્ત વીસ જિનાલયનું નિર્માણકાર્ય તેઓશ્રીની નિશ્રામાં ત્વરિત ગતિએ થવા પામ્યું. દેવકુલિકાઓ માટે જિનપ્રતિમાજીના, વિવિધ પ્રકારના તીર્થોના પટ્ટના ઓર્ડર અપાઈ ગયા. સાથે સાથે દેવકુલિકાના-તીર્થ પટ્ટોના પણ આદેશ અપાવા લાગ્યાં અને અંજનશલાકા-પ્રતિષ્ઠાની વિનંતી કરાઈ. સંવત ૨૦૦૬ ની સાલનું ચાતુર્માસ શાસનસમ્રાશ્રીના પ. પૂ. આ. શ્રી વિજયદર્શનસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. આ. શ્રી વિજયઉદયસુરીશ્વરજી મ. સા., પ. પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ. સા. આદિનું નકિક થયું અને અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવવાને નિર્ણય થયો. સંવત ૨૦૦૬ના શ્રાવણ માસમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ રચાયો અને શ્રાવણ વદિ ૧ સોમવાર તા. ૨૮-૮-૧૯૫૦ ના રોજ ત્રેવીસ દેવકુલિકાઓ તથા રંગમંડપમાં જિનપ્રતિમાજીની અંજનશલાકા સહિત સ્થિર પ્રતિષ્ઠા અને ચલ પ્રતિષ્ઠા હજારો ભાઈબહેનોની હાજરીમાં અદ્ભુત ઉત્સાહ અને અમાપ આનંદપૂર્વક તે મહાત્માઓના હસ્તે કરાવવામાં આવી હતી. વરસ સુધી રાત્રે નાટારંભ થતા રહ્યાં : * સંવત ૧૯૪૬ના શ્રાવણ વદિ ૧ શુક્રવાર તા. ૧-૮-૧૮૯૦ના શુભદિને બારમા તીર્થપતિ શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવંત આદિ જિનબિંબની પ્રતિષ્ઠા થયા બાદ વરસો સુધી દેરાસરજીમાં રાત્રે નિરવ શાન્તિમાં દિવ્ય નાટારંભ થતાં હતાં. જેની સાક્ષી ઘણાં પૂ.સાધ્વીજી મહારાજ સાહેબો અને તે વખતના ચયિાતો પુરતાં હતાં. શ્રાવકના કુળા અને શહેરની આબાદી અને સમૃદ્ધિ ચમત્કારના પ્રત્યક્ષ પુરાવા રૂપે મેજુદ છે. . સંવત ૨૦૩૪, ર૦૩૫, ૨૦૩૮ અને ૨૦૪૦માં આ જિનમંદિરમાં થયેલ અમીઝરણાના પ્રસંગે તે ઉપરાંત સંવત ૨૦૩૪માં પરમ પૂજ્ય મુનિરાજ શ્રી દાનવિજયજી મહારાજ સાહેબના ચાતુર્માસ દરમિયાન શ્રી વાસુપૂજ્યસ્વામી પ્રાસાદની ૮૮ મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે શ્રાવણ વદિ ૧ જિનમંદિરના શિખરે-ઘુમ્મટા, દિવાલો, ગભારામાંથી અને જિનપ્રતિમાજીના અંગ ઉપરથી અમી ઝર્યા હતાં. જે સતત છ કલાક સુધી ચાલુ રહ્યાં હતાં. હજારે જેને અને જૈનેતરેએ આવી પ્રત્યક્ષ રીતે અમીઝરણું અને દેશરવર્ષા નિહાળી હતી. અને પોતપોતાના સાધનમાં

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 462