Book Title: Yogshastra
Author(s): Vijaykesarsuri
Publisher: Jain Shwe Mu Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 15
________________ '૮ શ્રી સુવિધિનાથ સ્વામીની જમણી તરફ શ્રી કાઉસ્સગ્ગીયા પ્રતિમાજી રૂા. ૫૧/ ની બોલીથી શેઠ માણેકચંદ કાનજીભાઈએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. ૯ શ્રી સુવિધિનાથ સ્વામીની ડાબી તરફ કાઉસ્સગ્ગીયા પ્રતિમાજી રૂા. ૨૫/ની આ બોલીથી વકીલ મૂલચંદ ચતુરભાઈએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. ૧૦ શ્રી મૂળનાયક ભગવંતના ગભારાના શિખર ઉપર ઈંડુ રૂા. ૨૫૧ની બોલીથી | શેઠ સુંદરજી ઓધવજીએ ચડાવેલ હતું. ૧૧ શ્રી મૂળનાયક ભગવંતના ગભારાના શિખર ઉપર જવા રૂા૧૦૧/ ની બોલીથી શેઠ માનસંગ ઓધવજીએ ચડાવી હતી પ્રતિષ્ઠા બાદ સંઘની આબાદી વધતી ગઇ : પ્રતિષ્ઠા બાદ અકલ્પનીય રીતે શ્રી સંઘની આબાદી વધતી ગઈ, સાથે સાથે શહેર પણ સમૃદ્ધ અને આબાદ થતું ગયું. દીર્ધદષ્ટિ દોડાવી. પૂર્વજોએ વિશાળ જમીન લઈ રાખી હતી જેથી જુદાં જુદાં પ્રકારના ધર્માયતને વિકસાવવામાં ભારે અનુકૂલતા સાંપડી. જિનમંદિરના નિર્માણ પછી સંવત ૧૯૪૯માં ઉપાશ્રય બંધાયો. સંવત ૧૯૫૨ માં બહેને માટે ઉપાશ્રય નિર્માણ થયું. આજુબાજુના શહેરો અને ગામડામાંથી શ્રાવકકુટુંબો આવીને વસવા લાગ્યા. બાળકોની ધાર્મિક કેળવણી, ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક આચાર સંસ્કાર માટે પાઠશાળાની આવશ્યકતા જણાતા સંવત ૧૯૫૪માં પરમ પૂજ્ય મુનિરાજશ્રી મુક્તિવિજયજી ગણિવરશ્રી (મુલચંદજી મહારાજ) ના નામાભિધાન સાથે “શ્રી ગણિમુક્તિવિજયજી જૈન પાઠશાળા શરૂ કરવામાં આવી. સંવત ૧૯૬૭-૬૮ માં ભોજનશાળા બનાવવામાં આવી અને તે જ અરસામાં ધર્મશાળા પણ બની. સંવત ૧૯૭૧માં વકીલ મુલચંદ ચતુરભાઈ જ્ઞાનમંદિરની સ્થાપના થઈ. આજે આ જ્ઞાનમંદિરમાં તાડપત્ર પર પિસ્તાલીશ આગમ હસ્તલિખિત અને મુદ્રિત પિસ્તાલીસ આગમ, પ્રાચીન પંચાંગી સુવર્ણ અક્ષરી અને રૌથ્વઅક્ષરી આગમગ્રંથો અને કલ્પસૂત્રો, હજારે પ્રતે, ગ્રંથ, રાસાઓ-પુસ્તકે સુવ્યવસ્થિત રીતે સચવાઈ રહ્યા છે. ક્રમે ક્રમે સંઘની જરૂરીયાત મુજબ ઘણું નાના-મોટા મકાન બન્યાં. સંવત ૧૯૪૬ ની પ્રતિષ્ઠા બાદ પૂજ્ય મુનિ ભગવંતના ચાતુર્માસ-આગમન અને સ્થિરતાથી શ્રી સંધમાં અનેક પ્રકારની ધાર્મિક જાગૃતિ આવી. શ્રાવકગણની સંખ્યા વધી. પૂજા કરનારાઓની ભીડ વધતી ચાલી. આ જોઈ શ્રી વાસુપૂજ્યસ્વામી પ્રાસાદ ફરતો. ગઢ હતા તે તેડીને ત્રેવીસ દેવકુલિકાઓ અને પૂજા ભણાવવા માટેનો વિશાળ રંગમંડપ નિર્માણ કરવાને શ્રી સંઘે સંકલ્પ કર્યો સંવત ૨૦૦૩ માં શ્રાદ્ધગુણરત્ન શ્રીયુત કેશવલાલ તારાચંદભાઈના વરદ્ હસ્તે ખાતવિધિ કરવામાં આવી હતી. શિલ્પશાસ્ત્રના જ્ઞાતા કાબેલ શિલ્પીઓ દ્વારા શાસનસમ્રાટથી વિજય

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 462