Book Title: Yashovijayji Jivan Guj Sahitya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલીક કિંવદ-તાઓના આધારે લખવામાં આવે છે. કેટલાક યતિઓના મુખેથી સાંભળવા પ્રમાણે સત્યવિજયજીએ અને જ્ઞાનવિમળજીએ સુરતમાં પીતવસ્ત્ર ધારણ કરવાનો અને ક્રિયા ઉદ્ધાર કરવાનો ઠરાવ કર્યો હતો, અને દેવતાનું આરાધન કરીને તેમણે પોતાનો માર્ગ ચલાવવામાં સહાય મેળવી હતી. બીજી એક એવી કહેવત છે કે તે વખતમાં ઢીઆ સાધુઓની બાહ્ય દયા, તપશ્ચર્યા વગેરે ક્રિયાઓથી ઘણા અજ્ઞજનો ટુંકમતમાં દાખલ થવા લાગ્યા અને મૂર્તિ માનવાવાળી જૈનોની સંખ્યા કમી થવા લાગી. યતિયોમાં શિથિલાચાર વધવા લાગે તેમજ પરસ્પર અદેખાઈ બહુ વધવા લાગી અને તેઓ એક બીજાની નિજા કરીને પોતે જ પોતાની મેળે હલકા પડવા લાગ્યા આથી તેઓ અજ્ઞ શ્રાવકની આગળ ઉપદેશ દેવામાં ફાવવા લાગ્યા; ત્યારે લીંબડી વગેરેના સંધે અમદાવાદમાં શ્રી વિજયસિંહરિની આગળ પિકાર કર્યો. તે વખતે શ્રી વિજયસિંહરિની પાસે અઢાર મોટા શિષ્યો હતા. યતિના વે ટુંઢીયાઓને ઉપદેશ થઈ શકાશે નહિ એવું તે વખતમાં પ્રાયઃ કેટલાકના મનમાં આવ્યું. કારણ કે યતિઓએ પિતાની તે વખતમાં એ વેષે પ્રાયઃ શિથિલતા બતાવી હતી, તેથી ઢીયાઓના મનમાંથી બુરી છાપ ઉઠાવીને શુભ છાપ સ્થાપન કરવાની શ્રી સત્યવિજયજીના મનમાં જણાયું. આચાર્યું અઢાર શિષ્યો સામું જોયું પણ કોઈની હિમ્મત ઢુંઢીયાઓની સાથે બાથ ભીડીને સનાતન માર્ગની રક્ષા કરવાની જણાઈ નહિ. આ બી શ્રી સત્યવિજયજીએ ઝડપી લીધું. અને આચાર્યની આજ્ઞા માગીને પીત્તવસ્ત્ર ધારણ કરીને ક્રિોદ્ધાર કર્યો. અને લીંબડી વગેરે ઠેકાણે ચોમાસું કરીને સ્થાનકવાસીઓને પુનઃ તપાગચ્છમાં લાવ્યા. શ્રી સત્યવિજયજીના આ કાર્યને ઉપાધ્યાયજીએ કે આપ્યો હતો. એમ તેમણે લીંબડીમાં ચોમાસું કરીને પ્રથમ કહેલા શ્રાવકને બોધ દેવાને પ્રતિમાનું સ્થાપન જેમાં છે એવા સ્તવનથી સિદ્ધ થાય છે. સત્યવિજયજીને ઉપાધ્યાયે સહાય આપી હતી અને નિયોના શિથિલાચાર હઠાવવા પુસ્તક રચીને ઘણા ઉપદેશ દીધો હતો. કેટલીક કિંવદનીના આધારે યશોવિજયજીએ, અને વિનયવિજયજીએ સુરત, રાંદેરમાં કાથીયાં વસ્ત્ર ધારણ કર્યો અને પાછળથી દૂર કર્યા હતાં એમ સાંભળવામાં આવે છે. પણ તેમણે પોતાના કોઈ ગ્રન્થમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી તેથી આ બાબતમાં કંઈ કહી શકાતું નથી. દશમતના વનમાં મત જા મેતો મૂક્યો આ વાક્ય આવે છે. તેથી જો તે શ્રીમદ્ ઉપાધ્યાયનું કરેલું સિદ્ધ થતું હોય તે યતિયોના કહેવા પ્રમાણે તેમણે અમદાવાદમાં પીતવસ્ત્ર ત્યજીને પુનઃ વેતવસ્ત્ર ધારણ કર્યો એ વાત સિદ્ધ થઈ શકે છે. અથવા તેઓના વિચારો થી આચાર્યના વિચારોથી બદલાયા હોય, અને તે વખતના આચાર્યને પ્રથમ નહિ માનવાને મત હોય અને પાછળથી તેમને માન્યા હોય તેથી મત કરીને પડતો મૂક્યો હોય એમ કહેવાયું હશે. યતિઓના કહેવા પ્રમાણે પતવસ્ત્ર ત્યાગ્યા ત્યારે તેમને ઉપાધ્યાય પદવી અમદાવાદમાં આપવામાં આવી હતી. કેટલાક ચોક્કસ પુરાવા વિના યતિયોની ચાલતી આવેલી વાત ઉપર વિશ્વાસ મૂકી શકાય તેમ જણાતું નથી. આવા મહા પુરૂષ સંબંધીમાં કોઈ પણ અભિપ્રાય બાંધતા પહેલાં બહુ વિચાર કરવાની જરૂર છે. કેટલાક આધુનિક વિદ્વાન કહે છે કે ઉપાધ્યાયનું બનાવેલું દશ મતનું સ્તવન નથી. આ બાબતમાં તેઓ એટલું કહે છે, કે ઉપાધ્યાયજી જેવા મહાસમર્થ જ્ઞાની પુરૂષ, ખરતર આદિ ગચ્છનું ખંડન કરવા પ્રયત્ન કરે નહિ. ૮દક અને દિગંબરના ખંડન વિના તેમના અન્ય ગ્રન્થોમાં ખરતરાદિ ગચ્છના ખંડનને ધસારો જણાતું નથી. માટે કોઈ અન્ય વિદ્વાને આ સ્તવન બનાવીને તેમનું નામ : લખ્યું છે. ઉપાધ્યાયજીના વખતમાં પતવસ્ત્રધારા ક્રિોદ્ધાર કરનાર પન્યાસ સત્યવિજય હતા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48