Book Title: Yashovijayji Jivan Guj Sahitya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લધુ. ૧ [ ૧૬ ] પ્રગટ થાય છે. પ્રેમભક્તિના ઉદ્ગારો ખરેખર પરાભાષારૂપ હોવાથી ભક્તિના આધિન ભગવાન એવું જે થવામાં આવે છે તે અક્ષરેઅક્ષર સત્ય કરે છે. પરાભાષાથી ઉઠતા ભક્તિના શબ્દોમાં એવી શક્તિ હોય છે કે તે ભક્તિના વિચારોને ફેલાવીને અપૂર્વ આનન્દ રસ પ્રગટાવી શકે છે. ભક્તિના રસમાં મસ્ત બનેલા ભક્ત પ્રભુને પોતાના હૃદયમાં લાવી શકે છે. યોગીઓ, પણ જે પ્રભુને હૃદયમાં લાવવા અસમર્થ બને છે તે કાર્યને ભક્ત સહેજે સાધી શકે છે. ભક્ત પિતાના હૃદયમાં ધ્યેય પ્રભુની મૂર્તિને ભક્તિ બળથી ખડી કરે છે, અને ત્રણ ભુવનના નાથને પિતાના અણુ જેવા હૃદયમાં અર્થાત નેહાના હૃદયમાં સ્થાપન કરવા સમર્થ થાય છે. અને તેની શાબાશી ભક્તને મળે છે. ભક્તિની ધૂનમાં મસ્ત બનેલા ભક્તો પ્રભુની સાથે જાણે સાક્ષાત વાત કરતા હોય એવો મનઃસૃષ્ટિને દેખાવ અન્યોને આપે છે. આવી ઉત્તમ ભક્તિની ધૂનમાં સાત્વિક આનન્દ રસનું આસ્વાદ કરીને શ્રીમદ્દ યશોવિજયજી સુવિધિનાથના સ્તવનમાં ઉપરના વિચારોને મળતા શબ્દોમાં પ્રભુને ભક્તિના માહામ્યથી હૃદયમાં ધ્યેયરૂપે પ્રગટ કરીને નીચે પ્રમાણે કથે છે. सुविधिनाथ स्तवन લધુ પણ હું તુમ મન નવિ માવુંરે, જગગુરૂ તેમને દીલમાં લાવુંરે, કુણને એ દીજે શાબાશીરે, કહે શ્રી સુવિધિ જીણંદ વિમાસરે. મુજમન અણુ માંહે ભક્તી છે ઝાઝીરે, તેહ દરિને તું છે મારે; યોગી પણ જે વાત ન જાણેરે, તે અચરિજ કુણથી હુએ ટાણેરે. લધુ. ૨ અથવા થિર માંહે અરિ નમાવેરે, મોટો ગજ દરણમાં આવે; જેહને તેજે બુદ્ધિ પ્રકાશીરે, તેહને દીજે એ શાબાશીરે. લધુ. ૩ ઉર્ધ્વમૂલ તરૂવર અધ શાખા, છંદ પુરાણે એહવી છે ભાષાશે. અરિજ વાલે અચરિજ કીધુંરે, ભગતે સેવક કારજ સિંધુરે. લઘુ. ૪ લાડ કરી જે બાલક બેલેરે, માતપિતા મન અમિયને તોલેરે; શ્રી વિજય વિબુધને શિશારે, જરા કહે એમ જાણો જગદિશેરે. લધુ. ૫ સુવિધિનાથના સ્તવનમાં ભક્તિનું આકર્ષણ અને ભક્તિરસથી ભક્તના કાર્યની સિદ્ધિને અપૂર્વ ભાવ દેખવામાં આવે છે. ધ્યેય પ્રભુને ધ્યાનમાં ધારીને ભક્તમહાત્મા પોતાના સહજાન્ટને ભક્તા બને છે. ભક્તિમય શબ્દોના આન્દોલનોથી જગતમાં ભક્તિના વિચારોથી વૃદ્ધિ થાય છે. અને તેથી દુનિયાને પ્રભુની ભક્તિને અપૂર્વ લાભ સંપ્રાપ્ત થાય છે. ભક્તની પરાભાવાથી જે ભક્તિના ઉદ્ગાર નીકળ્યા હોય છે તે શબ્દદ્વારા ઉદ્ગારેને જાણવાથી અન્ય મનુષ્યોના હૃદયમાં પણ તેવા કારને આનન્દ ખીલી ઉઠે છે. ભકત ખરેખર ભક્તિની ધુનમાં ચઢી જઈને પટાદિ દેના સત્વર નાશ કરીને પોતાના હૃદયને ચન્દ્રની પેઠે નિર્મળ બનાવે છે. અને તે પ્રભુની આગળ ન્હાના બાળક જેવો બની જઈને પિતાના મનમાં જે જે આવે છે તે પ્રભુને કહે છે. શ્રીમદ્દ આવી ભક્તિના પરિણામમાં પ્રભુના બાળક બની ગયા છે અને પોતાના હદયની શુદ્ધતા કરીને તેમાંથી અપૂર્વ ભક્તિ રસના ઝરાને વહેવરાવીને આત્માની શીલતાને પ્રાપ્ત કરે છે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી પોતેજ ભક્તિના પાત્ર ભક્તરૂપ પિતે બનીને પિતાના હૃદયના ઉભરાઓ બહાર કાઢીને ભક્ત કવિના ખરા નામને દીપાવીને અન્યોને અનુકરણીય બને છે. શ્રીમદ્ શુદ્ધ ભક્તિરસના રસીલા થઈને પરમાત્માની સ્તુતિ કરીને પ્રભુને એમ કહે છે કે હે પ્રભુ તમોએ મારા ઉપર કંઇ કામણું કર્યું છે કે જેથી મારું મન આપના ઉપર લાગી રહ્યું છે. પ્રભુના ઉપર પિતે કામણ કરવાનું કહીને એમ પ્રકાશે છે કે હું પણું ભક્તિના કામણથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48