________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
| ૨૧ ]
આ તેમના સ્તવન ઉપરથી અને વિદન્તીના આધારે આવા ઉલ્લેખ કરવામાં આવે છે. એટલું તેા કહેવું પડે છે કે ઉપાધ્યાયજીને સમ્યકત્વ પ્રાપ્ત થયું હતું અને એ વાત તેમણે . મુનિસુવ્રતસ્વામિના અધિષ્ઠાયક દેવ પાસેથી સાંભળીનેજ મુક્તિરૂપ સ્ત્રી વરવાનું સમ્યકવરૂપ તિલક પ્રભુએ મારા કપાળપર કર્યું એવા ઉલ્લેખ કર્યો છે. ઉપાધ્યાયની આવી ઉચ્ચ ભક્તિ જોતાં તેમને સમ્યકત્વ પ્રગટયું હતું એમ કહ્યા વિના ચાલતું નથી. પ્રભુની ભક્તિથી જેણે કષાયાદિને નાશ કર્યાં છે એવા ઉપાધ્યાયજીને અ૫ભવ સ`સાર બાકી હોય અને ઘેાડાજ ભવમાં તેમને મુક્તિ મળવાની હોય એમ અમારૂ હૃદય કહે છે. શ્રીવાસ્ડ રાલમાં પણ તેમણે નીચે પ્રમાણે કહ્યું છે:
મારે તે ગુરૂ ચરણપસાયે, અનુભવ દિલમાંહી પેઢા; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહી, આતમ રતિ હુઇ એડીરે. ઉગ્યેા સમકિત રવિ ઝલહલતા, ભરમ તિમિર સિવ ના; લગતગતા દુર્નય જે તારા, તેહના અલ પણ ધારે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુજ. ૧૦
મુજ.
(શ્રીપાળ રાસ-ચોથો ખંડ )
For Private And Personal Use Only
૧૧
ઇત્યાદિ જોતાં તેમને સમ્યકત્વ પ્રગટયું હતું એમ નિશ્ચય થાય છે.
ભક્તિના પ્રવાહ.
ઉપાધ્યાયજી ભક્તિમાર્ગના પ્રદેશમાં બહુ ઉંડા ઉતરેલા લાગે છે. શુદ્ધ પ્રેમથી મનુષ્ય પરમાત્માને ઉપાસક અને છે. શુદ્ધ પ્રેમ ર્સના મહાસાગરમાં અહં અને મમત્વ વૃત્તિરૂપ લુણના ગાંગડા ગળી જાય છે. શુદ્ધ પ્રેમરસમાં હૃદય જ્યારે લદબદ હોય છે ત્યારે હૃદયમાં દિવ્યદૃષ્ટિ ખીલે છે અને તેથી પરમાત્માના સ્વરૂપની ઝાંખી અવલોકી શકાય છે. ભક્તના મનમાં પ્રભુના સદ્ગુણૢr વ્યાપી રહે છે અને તેથી તે પરમાત્માના સંબંધમાં આવતા જાય છે. પરમાત્માના ગુણામાં લીન અનેલા ભક્ત ખરેખર પોતાના આત્માને પરમાત્મ રૂપે નિહાળવા સમર્થ થાય છે. ભક્તના મનરૂપ ત્રાંબાને પરમાત્માના પ્રેમ ખરેખરઃ સુવર્ણરૂપ કરી દે છે., પરમાત્મા ઉપર સ્નેહ ધારણ કરવાથી મનમાં રહેલા દુર્ગુણાના સંસ્કારા ટળી જાય છે અને મન ખરેખર પરમાભાના સ્નેહવડે ઉચ્ચ શુદ્ધ બને છે. ઉદકના લેશ માત્ર જલધિમાં ભળીને અક્ષયપદને પામે છે, તેમ પ્રભુના ગુણાની સાથે શુદ્ધ પ્રેમ ધારણ કરીને ભક્તજન પણ અક્ષયપદને પામે છે. ચંદ નની ગંધ તેની સ્વાભાવિક ગંધ છે, તેમ પરમાત્માની સાથે મળવું એ. પણ શુદ્ધ સ્વાભા વિક સંબંધ છે. આત્મા તે પરમાત્મારૂપે થાય છે. પરમાત્માની સાથે શુદ્ધ પ્રેમ ધારણ કરતાં કરતાં શુદ્ધ પ્રેમના પ્રવાહ અગ્નિના તણુખાની પેઠે એટલા બધા વૃદ્ધિ પામે છે કે તેથી સઘળુ જગત્ એક આત્મસમાન ભાસે છે, અને તેથી તે ભક્તના રાગદ્વેષના વિલય થાય છે અને મુક્તદશા પ્રાપ્ત કરે છે. શુષ્ક જ્ઞાનીએ પ્રભુના ઉપર પ્રેમ ધારણ કરી શકતા નથી. તેથી તેએ સાત્વિક ગુણના આનંદના અભિમુખ થઇ શકતા નથી, અને શુદ્ધ પ્રેમરસની ગંગામાં સ્નાન કરીને દિવ્યસૃષ્ટિમાં પ્રવેશ કરી શકતા નથી. ભક્તને પરમાત્મા ઉપર અચળ પ્રેમ હોય છે તેથી તે શુદ્ધ પ્રેમ વડે પ્રભુની સેવના કરીને દિવ્યજીવનપ્રદ આનન્દ રસને આસ્વાદે છે. શ્રીમદ્ યોાવિજયજી ઉપાધ્યાય ભક્ત બનીને ઉપર્યુક્ત પ્રેમથી પ્રભુનું સેવન કરે છે તે નીચેના સ્વપ્નથી જણાઈ આવશેઃ