Book Title: Yashovijayji Jivan Guj Sahitya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૯ ] मुनिसुव्रत स्तवन મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાયરે; વદન અનુપમ નિરખતાં, મારાં ભવભવનાં દુઃખ જાયરે. માહર ભવભવનાં દુઃખ જાય, જગતગુરૂ જાગતે સુખકારે. સુખકંદ અમંદ આણંદ, પરમગુરૂ જાગતા, નિશદિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દરરે; જબ ઉપકાર સંભારીએ, તવ ઉપજે આનન્દ પૂરરે. પ્રભુ ઉપકાર ગુણે ભર્યા –મન અવગુણ એક ન સમાયરે: ગુણ ગુણ અનુબંધી હુઆ, તે અક્ષયભાવ કહાયરે. તે...જસુ. ૩ અક્ષયપદ દીએ પ્રેમ છે, પ્રભુનું તે અનુભવ રૂપરે; અક્ષર સ્વર ગોચર નહિ, એ તો અકલ અમાય અરૂપરે. એ..જ...સુ. ૪ અક્ષર થોડો ગુણ ઘણા, સજજનના તે ન લિખાયરે: વાચક જણ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાયરે. ૫જ.સુ. ૫ શ્રીમદ્દ સમ્યગાન ગાભત શુદ્ધ પ્રેમ વડે અપૂર્વ વિદ્યાસ પ્રગટાવીને પ્રભુને ધ્યેયરૂપે પિતાના હૃદયની આગળ ખડા કરીને અને તે સાક્ષાત મળ્યા હોય સમ્યકત્વ પ્રાપ્ત. એવી વૃત્તિને બનાવીને બીજા મુનિસુવ્રતના સ્તવનમાં નીચે પ્રમાણે વદે છે – આજ સફલ દિન મુજ તણો, મુનિ સુવ્રત દીઠા; ભાગી તે ભાવઠ ભવતણી, દિવસ દુરિતના નીઠા આજ. ૧ આંગણે કલ્પવેલી ફળી, ઘન અભિયના જુઠા; આપ ભાગ્યા તે પાસા ઢળ્યા, સુરસમકિત તુઠા. આજ. ૨ નિયતિહિત દાન સન્મુખ હુયે, સ્વપુર્ણોદય સાથે; જશ કહે સાહિબે મુગતિનું, કરિયું તિલક નિજ હાથે. આજ. ૩ ઉપરના સ્તવનમાંથી શ્રીમદ્ ગૂઢ આન્તરિક રહસ્ય બહાર કાઢવાની અત્યંત આવશ્યકતા છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી ભરૂચમાં જ્યારે ગયા હશે તે વખતમાં આ સ્તવન રચાયું હોય એમ માલુમ પડે છે. ભરૂચમાં મુનિસુવ્રત સ્વામીનું જિન મન્દિર છે. “જગ ચિંતામણી” ચૈત્યવંદનમાં પણ ભરૂચમાં મુનિસુવ્રત સ્વામી છે તેનું દિગદર્શન કર્યું છે. જેના કેટલાક ગ્રોમાં લખ્યું છે કે કોઈને અમુક સંયોગમાં પ્રાયશ્ચિત્ત લેવું હોય તો ભરૂચ જઈ ત્રણ ઉપવાસ કરીને મુનિસુવ્રત સ્વામીની આરાધના કરવી. આરાધના કરવાથી મુનિસુવ્રત સ્વામીના અધિષ્ઠાયક દેવતા પ્રસન્ન થાય છે અને જે જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેના ઉત્તર આપે છે. આલોચના દેવી, કેટલા ભવમાં મુક્તિમાં જવું, ઇત્યાદિ પ્રશ્નોના ઉત્તર શાસનદેવતા આપે છે. જૈન ગ્રન્થના આધારે શ્રીમદ્દ ઉપાધ્યાયજીએ પણ મુનિસુવ્રત સ્વામીનાં દર્શન કરીને ત્રણ ઉપવાસની તપશ્ચર્યા કરી હતી અને તેથી સમ્યકત્વીદેવ તેમના ઉપર પ્રસન્ન થયા હતા અને તેમને મુક્તિવધુની પ્રાપ્તિ અમુક ભવમાં થશે એમ કહ્યું હતું, તેવી બીના ઉપરના સ્તવનમાંથી નીકળી આવે છે. ભવિતવ્યતાના યોગે તેઓ અમુક ભવમાં મુક્તિ જવાના છે એમ દેવતાના મુખે સાંભળવાથી “સાહિબે મુગતિનું કરિયું તિલક નિજ હાથે” એવું ગાન કર્યું જણાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48