Book Title: Yashovijayji Jivan Guj Sahitya
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ] સાં અને તે ખરે ધર્મોપદેટા છે એમ માનો. હું તે સંત છું અને તે તે જૈન શાસ નને રક્ષક-ગીતાર્થ અને જૈનધર્મને પ્રવર્તક મહા આત્માર્થી પુરૂષ છે. આનન્દઘનજીનાં આવાં વચનોથી આનન્દઘનજીની દશા અને તેમની ગુણનુરાગ દષ્ટિ, અને જૈન શાસનના રક્ષક ઉપાધ્યાયની પરિક્ષા સંબંધી ઘણું શિખવાનું મળે છે. એક વખતે કોઈ પ્રતિપક્ષી શ્રાવકે યશોવિજયજીને ઉદેશીને કહ્યું કે-સંમતિના સડસટ બેલની સજાય તમે બનાવી છે, તેમાં વ્યવહાર પક્ષની ઘણી પુષ્ટી છે. સ્થાનિક સંબંધી વિશેષ વ્યાખ્યાન નથી માટે તે બાબતનો ઘણો અનુભવ નથી એમ લાગે છે. ઉપાધ્યાયજીએ આ વાતના ઉત્તર તરીકે પ્રસ્થાનક ચોપાઈ નામને ગુર્જર ભાષાનો ગ્રન્થ લખીને તેમાં ઘણે અનુભવ લખી દીધે તેથી પેલા પ્રતિપક્ષી શ્રાવકનું મુખ બંધ થયું. હાલના વિધાનો પણ તેમના પ્રત્યેનું અનુકરણ કરીને કેટલાક ગ્રન્થને લખવા પ્રયત્ન કરે છે. એવી દંતકથા સાંભળવામાં આવી છે તે નીચે મુજબ-“શ્રીમદ્દ યશોવિજયજીની નસોનસમાં સજીવ કરું શાસન રસી” એવી ભાવના વર્તતી હતી. આનન્દઘનની પાસે સુવર્ણ સિદ્ધિ છે એમ તેમણે જાણ્યું હતું. તેમણે વિચાર કર્યો કે સુવર્ણ સિદ્ધિથી જૈનોનો ઉદય કરી શકાશે. ઘણું લેકોને જૈન ધર્મમાં લાવી શકાશે. મડતા લગભગમાં આનન્દઘનજી રહેતા હતા. ઉપાધ્યાયે બહુ સત્કારથી આનન્દઘનજીને ગામમાં તેડાવ્યા, અને બહુ માનથી કહ્યું કે આપની પાસે સુવર્ણ સિદ્ધિ છે તેને લેવા મારી પ્રાર્થના છે. આનન્દઘનજીએ આ અયોગ્ય પ્રાર્થના છે એમ કહી ત્યાંથી ચાલી નીકળ્યા. ઉપાધ્યાયજીના મનમાં જૈન શાસનનો ઉદય કરવાની તીવ્રછા વર્તતી હતી. તેમને કેટલાક દેવીઓ પજવતા હતા અને તેમની નિન્દા કરતા હતા તેથી કેટલીક વખત ઉપાધ્યાયજીનામાં તેના માટે કરૂણું પ્રગટ થતી હતી. આ બાબતને ઉભરા તેઓ સંખેશ્વર દર્શન કરવા ગયા તે વખતે સંખેશ્વરનું સ્તવન રચીને તેમાં કાઢયા છે. અધ્યાત્મજ્ઞાનની . પ્રરૂપણા અને અધ્યાત્મક ગ્રન્થ લખવાથી કેટલાક મૂઢ દેવીઓ તેમની નિન્દા કરવા લાગ્યા. તે સંબંધીને ઈશારે શ્રીમદ્ ઉપાધ્યાયે અધ્યાત્મસારના અને કર્યો છે. શ્રીમદે રચેલા ગ્રન્થો. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ સંસ્કૃત ભાષામાં નીચે મુજબ ગ્રન્થ બનાવ્યા છે. લભ્ય ગ્રન્થા – ૧ અધ્યાત્મસાર. ૨ અધ્યાત્મપનિષત. '૩ અધ્યાત્મિક મતખંડન ટિક. ': અધ્યાત્મ મતપરીક્ષા સટિક. ૫ નરહસ્ય. ૬ નયપ્રદીપ. 9 નોપદેશ. અમૃત તરંગગિણી ટીકા સહિત ૮ ન્યાયાલોક. ૮ જૈન તી પરિભાષા. ૧૦ જ્ઞાન બિન્દુ૧૧ ન્યાયખં? ખાધ (મહાવીરસ્તવન પ્રકરણ ). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48