________________
શ્રી આનંદઘનજી કૃત ચતુર્વિશતિ જિન રતવન (૧૯) શાંતિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂ૫ રે; આગમ માહે વિરતર ઘણે, કહ્યો શાંતિ જિન ભૂપ રે. શાં. ૧૪ શાંતિ સ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે, આનંદઘન પદ પામશે, તે લહેશે બહુમાન છે. શાં. ૧૫
(૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન.
(રાગ રામકલી. ) હે કુંથુજિન મનડું નિમહિ ન બાઝે, હે કુંથુજિન મ; જિમજિમ જતન કરીને રાખું. તિમતિમ અવગું ભાંજે છે. કું.૧ રજની વાસરે વસતી ઉજડ, ગયણ પાયાલે જાય; સાપ ખાયે ને મુખડું થયું, એહ ઉખાણે ન્યાય છે. કું. ૨ મુક્તિ તણું અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઇ એહવું ચિંતે, નાખે અવળે પાસે . કું. ૩ આગમ આગમધરને હાથે, નવે કિણ વિધ આંકું; કિહા કણે જે હઠ કરી અટકું, તે વ્યાલ તણી પરે વાંકું હે. કુંક જે ઠગ કહું તે ઠગતે ન દેખું, સાહુકાર પણ નહિ, સર્વમાંહે ને સહુથી અલગું, એ અચરજ મન માંહિ હો. કું. ૫ જે જે કર્યું તે કાને ન ધારે, આપ મતે રહે કાલે સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મારે સાલે છે. કું. ૬, મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાતે સમરથ છે નર, એહને કેઈ ન જેલે હા. કું. ૭ મન સાધ્યું તેણે સઘલું સાધ્યું, એહ વાત નહિં ટી; એમ કહે સાધયું તે નવી માનું, એક હી વાત છે મોટી છે. કું. ૮
૧ પાઠાંતરતિલાં. ૨ પા હટકું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com