Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha
Author(s): Devchandra Maharaj
Publisher: Nenshi Anandji Sha

View full book text
Previous | Next

Page 167
________________ (૧૫૮) વિવિધ પુષ્પવાટિકા મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચડી, ને શ્રાવકે કે સાધુઓને ધર્મ પણ પાળ્યો નહિ; પાગ્યે પ્રભુ નરભવ છતાં રેણુમાં રડ્યા જેવું થયું, બેબી તણા કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું. ૧૮ હું કામધેનુ કહપતરૂ ચિંતામણિના પ્યારમાં, ખાટાં છતાં ઝંખે ઘણું બની લુબ્ધ આ સંસારમાં; જે પ્રગટ સુખ દેનાર હારે ધમ તે સે નહિ, મુજ મૂખ ભાવેને નિહાળી નાથ! કર કરૂણા કંઈ. ૧૯ મેં ભેગ સારા ચિંતવ્યા તે રેગ સમ ચિયા નહિ, આગમન ઈછયું ધનતણું પણ મૃત્યુને પ્રીછયું નહિ; નહિ ચિંતળ્યું મેં નર્ક કારાગ્રહ સમી છે નારીઓ, મધુબિંદુની આશા મહીં ભય માત્ર હું ભૂલી ગયે; ૨૦ હું શુદ્ધ આચરવડે સાધુસુદયમાં નવ રહ્યો, કરી કામ પરઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યો; વળી તીર્થના ઉદ્ધાર આદિ કે કાર્યો નવ કર્યા, ફેગટ અરે ! આ લક્ષ રાશી તણા ફેરા ફર્યા. ૨૧ ગુરૂવાણીમાં વૈરાગ્ય કે રંગ લાગ્યું નહિ અને, દુર્જન તણા વાકયે મહીં શાંતિ મળે કયાંથી મને? તરૂં કેમ હું સંસાર આ અધ્યાત્મ તે છે નહિ જરી, તુટેલ તળીયાને ઘડે જળથી ભરાયે કેમ કરી ? ૨૨ મેં પરવે નથી પુન્ય કીધું ને નથી કરતે હજી, તે આવતા ભવમાં કહે કયાંથી થશે હે નાથજી ! ભૂત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ નાથ ! હું હારી ગયે, સ્વામી ! ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184