________________
(૧૩૬ ) વિવિધ પુષ્પવાટિકા. તે આણ વ્યવહાર કહીએ, એ ત્રીજો પણ બહુ સરિખે; ગૂઢ આલેચના પર જે ભાખ્યા, તે પ્રાયશ્ચિત્ત પર રે. આ. ૧૧ છત વ્યવહાર સુણે હવે પંચમ, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ: પુરૂષ સાહસ ને પડિસેવા, ગાઢ અગાઢ હેતુ દાવ રે. આ. ૧૨ ઈત્યાદિક બહુ જાણે ગીતારથ, તેણે જે શુભ આચરિયે; આગમમાં પણ જે ન નિષેધ્યું, અવિધિઅશુદ્ધ નવિ ધરિ.આ.૧૩ પૂરવ ચાર વ્યવહાર ન બાધે, સાધે ચારિત્ર ગ; પાપભીરુ પંચાંગી સસ્મત, સંપ્રદાયી ગુરૂગ છે. આ. ૧૪ ગછગત અનુયેગી ગુરૂસેવી, અનિયતવાસી આઉત્ત;
એ પણ ગુણ સંયમને ધારી, તેહજ છત પવિત્તરે. આ. ૧૫ પાસન્થ ઉસન્ન કુશીલે, સંસનો અહાદે, એ પંચ દેવને દૂર ન કરે, અને મુનિપણું ભાખે મંદો રે. આ. ૧૬ ગુણહીણે ને ગુણાધિક સરિ, થાય જે અન્નાણી; દર્શન અસાર તે ચરણ કિહાંથી, એ ધર્મદાસ ગણિ વાણું રે. આ. ૧૭ ગુણ-પક્ષી ને ગુણને રાગી, શક્તિ વિધિ ઉજમાલ; શ્રદ્ધા જ્ઞાન કથે ને કરણ, તે મુનિ વંદું ત્રિકાલ રે આ. ૧૮ વિષમ કાળમાંહે પણ એ ગુણ, પરમી જે મુનિ વંદે પ્રવચનને અનુસારણી કિયા, કરતે ભવ ભય છેદે છે. આ. ૧૯ એહ સુત્ત વ્યવહાર તણે બલ, શાસન જિનનું દીપે, સંપ્રતિ દુuસહ સૂરિ લગે એ, કુમતિ કદાગ્રહને છપે છે. આ. ૨૦ ઈશુ વ્યવહારે જે વ્યહરશે, સંયમને ખપ કરશે, જ્ઞાનવિમલ ગુરૂને અનુસરશે, તે ભવસિંધુને તરશે રે. આ. ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com