Book Title: Vitrag Vigyana Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 14
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેવ-શાસ્ત્ર-ગુરુ સુબોધ- કેમ ભાઈ, વહેલી સવારે જ સંન્યાસી બનીને કયાં જઈ રહ્યા છો? પ્રબોધ- પૂજા કરવા જઈ રહ્યો છું. આજે ચૌદશ છે ને ? હું તો દરેક આઠમ અને ચૌદશે પૂજા જરૂર કરું છું. સુબોધ- કેમ ભાઈ, તમે કોની પૂજા કરો છો? પ્રબોધ- દેવ, શાસ્ત્ર અને ગુરુની પૂજા કરું છું. સુબોધ- કયા દેવની? પ્રબોધ- જૈનધર્મમાં વ્યક્તિની મુખ્યતા નથી. તે વ્યક્તિને બદલે ગુણોની પૂજામાં માને છે. સુબોધ- ઠીક, તો દેવમાં કયા ગુણો હોવા જોઈએ ? પ્રબોધ- જે વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશી હોય તે જ સાચા દેવ છે. જે કોઈના પ્રત્યે રાગેય કરતા ન હોય અને દ્વષ પણ કરતા ન હોય તે જ વીતરાગ કહેવાય છે. વીતરાગને જન્મ-મરણ વગેરે ૧૮ દોષ હોતા નથી. તેમને ભૂખ-તરસ પણ લાગતી નથી. જાણે કે તેમણે બધી ઈચ્છાઓ ઉપર વિજય મેળવી લીધો છે. સુબોધ- વીતરાગનો અર્થ તો સમજ્યો પણ સર્વજ્ઞપણું શું વસ્તુ છે ? પ્રબોધ- જે બધું જ જાણે છે, તે જ સર્વજ્ઞ છે. જેમના જ્ઞાનનો પૂરેપૂરો વિકાસ થઈ ગયો છે, જેઓ ત્રણલોકની બધી વાતો-જે ભૂતકાળમાં થઈ ગઈ, વર્તમાનમાં થઈ રહી છે અને ભવિષ્યમાં થવાની છે-તે બધી વાતોને એકસાથે જાણતા હોય, તે જ સર્વજ્ઞ છે. સુબોધ- ઠીક, તો એમ સિદ્ધ થયું કે જે રાગ-દ્વેષ (પક્ષપાત) રહિત હોય અને પૂર્ણજ્ઞાની હોય, તે જ સાચા દેવ છે. પ્રબોધ- હા, વાત તો એમ જ છે, તેઓ જે કાંઈ ઉપદેશ આપશે તે સાચો અને ભલો હશે. તેમનો ઉપદેશ હિત કરનાર હોવાથી જ તેમને હિતોપદેશી કહેવામાં આવે છે. સુબોધ- તેમનો ઉપદેશ સાચો અને ભલો કેમ હશે? ૧O Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56