Book Title: Vitrag Vigyana Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 46
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૯ ભગવાન પાર્શ્વનાથ કવિવર પં. ભૂધરદાસજી (સંવત્ ૧૭૫૦-૧૮૮૬). વૈરાગ્યરસથી ઓતપ્રોત આધ્યાત્મિક પદોના પ્રણેતા પ્રાચીન જૈન કવિઓમાં ભૂધરદાસજીનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એમનાં પદ, છન્દ અને કવિતા સમસ્ત ધાર્મિક સમાજમાં ખૂબ આદર પૂર્વક ગવાય છે. તેઓ આગ્રાના રહેવાસી હતા. તેમનો જન્મ ખંડેલવાલ જૈન જાતિમાં થયો હતો. જેમ કે જૈનશતકના અંતિમ છન્દમાં તેઓ પોતે લખે છે – આગરેમેં બાલબુદ્ધિ, ભૂધર ખંડેલવાલ; બાલકકે ખ્યાલ સો કવિત્ત કર જાને હૈ. તેઓ હિન્દી અને સંસ્કૃતના સારા વિદ્વાન હતા. અત્યાર સુધીમાં તેમની ત્રણ રચનાઓ પ્રાપ્ત થઈ છે. જેમનાં નામ-જૈન-શતક, પાર્શ્વપુરાણ અને પદ-સંગ્રહ છે. જૈન-શતકમાં લગભગ સો વિવિધ છંદનો સંગ્રહ છે કે જે ખૂબ સરળ અને વૈરાગ્યોત્પાદક છે. પાર્શ્વપુરાણને તો હિન્દીના મહાકાવ્યોની કોટિમાં રાખી શકાય છે. એમાં ર૩માં તીર્થકર ભગવાન પાર્શ્વનાથના જીવનનું વર્ણન છે. એ ઉત્કૃષ્ટ કોટિનાં કાવ્યતત્ત્વોથી યુક્ત તો છે જ, સાથોસાથ એમાં અનેક સૈદ્ધાન્તિક વિષયોનું પણ રોચક વર્ણન છે. તેમનાં આધ્યાત્મિક પદ તો તેમની લોકપ્રિયતા, સરળતા અને કોમળકાન્ત પદાવલીના કારણે જનમાનસને આજ પણ આનંદથી ઉછાળી રહે છે. પ્રસ્તુત પાઠ તેમણે લખેલા પાર્વપુરાણના આધારે લખવામાં આવ્યો છે. ૪ર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56