Book Title: Vitrag Vigyana Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 22
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચાર અનુયોગ વિદ્યાર્થી- મોક્ષમાર્ગ પ્રકાશકમાં કોની વાર્તા છે? શિક્ષક- મોક્ષમાર્ગ પ્રકાશકમાં વાર્તા થોડી જ છે? તેમાં તો મોક્ષનો માર્ગ બતાવ્યો વિદ્યાર્થી- ઠીક, તો મોક્ષમાર્ગ પ્રકાશક શું શાસ્ત્ર નથી ? શિક્ષક- કેમ? વિદ્યાર્થી- શાસ્ત્રમાં તો કથાઓ હોય છે. મારા પિતાજી તો કહેતા હતા કે મંદિર જતા રહો. ત્યાં સાંજે શાસ્ત્ર વંચાય છે, તેમાં સારી સારી વાર્તાઓ આવે છે. શિક્ષક- હા, હા, શાસ્ત્રોમાં મહાપુરુષોની કથાઓ પણ હોય છે. જે શાસ્ત્રોમાં મહાપુરુષોના ચરિત્ર દ્વારા પુણ્ય-પાપનાં ફળનું વર્ણન હોય છે અને અંતે વીતરાગતાને હિતકારી બતાવવામાં આવે છે, તેને પ્રથમાનુયોગના શાસ્ત્ર કહે છે. વિદ્યાર્થી- તો શું શાસ્ત્ર જુદા જુદા પ્રકારના હોય છે? શિક્ષક- શાસ્ત્ર તો જિનવાણીને કહે છે. તેમાં તો વીતરાગતાનું પોષણ હોય છે. તેનું કથન કરવાની રીત ચાર છે; તેને અનુયોગ કહે છે. પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. વિદ્યાર્થી- અમને તો વાર્તાઓ વાળું શાસ્ત્ર જ સારું લાગે છે, તેમાં ખૂબ આનંદ આવે છે. શિક્ષક- ભાઈ, શાસ્ત્રનું સારાપણું તો વીતરાગતારૂપ ધર્મના વર્ણનમાં છે, કોરી વાર્તાઓમાં નહિ. વિદ્યાર્થી- તો પછી આ કથાઓ શાસ્ત્રમાં લખી જ શા માટે ? શિક્ષક- તમે જ કહેતા હતા કે અમારું મન કથાઓમાં ખૂબ લાગે છે. વાત એ જ છે કે રાગી જીવોનું મન કેવળ વૈરાગ્યના કથનમાં લાગતું નથી. તેથી જેવી રીતે બાળકને પતાસા સાથે દવા આપે છે, તેવી જ રીતે તુચ્છ બુદ્ધિવાળા જીવોને કથાઓ દ્વારા ધર્મ (વીતરાગતા) માં રુચિ કરાવે છે ૧૮ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56