Book Title: Vitrag Vigyana Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 36
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ૭ અહિંસા : એક વિવેચન આચાર્ય અમૃતચન્દ્ર (વ્યક્તિત્વ અને કર્તૃત્વ ) આધ્યાત્મિક સંતોમાં કુન્દકુન્દ્રાચાર્ય પછી જો કોઈનું પણ નામ લઈ શકાય તો તે છે આચાર્ય અમૃતચંદ્ર. ખેદની વાત છે કે ૧૨મી સદીની લગભગ થયેલા આ મહાન આચાર્યના વિષયમાં તેમના ગ્રંથો સિવાય એક રીતે આપણે કાંઈ પણ જાણતા નથી. લોક-પ્રશંસાથી દૂર રહેનાર આચાર્ય અમૃતચંદ્ર તો અપૂર્વ ગ્રંથોની રચના કરવા છતાં પણ એમ જ લખે છે: वर्णैः कृतानि चित्रैः पदानि तु पदैः कृतानि वाक्यानि । वाक्यैः कृत पवित्रं शास्त्रमिदं न पुनरस्माभिः ।। - पुरुषार्थसिद्ध्यु पाय જાત-જાતના વર્ષોથી પદ બન્યાં, પદોથી વાકય બન્યાં અને વાકયોથી આ પવિત્ર શાસ્ત્ર બન્યું છે; મેં કાંઈ પણ કર્યું નથી. એવો જ ભાવ તેમણે તત્ત્વાર્થસારમાં પણ પ્રગટ કર્યો છે. પં. આશાધરજીએ તેમને “ ઠકકુર ” શબ્દથી સંબોધ્યા છે, તેથી જણાય છે કે તેઓ કોઈ ઊંચ ક્ષત્રિય કુટુંબના હશે. ૩૨ Please inform us of any errors on rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56