Book Title: Vitrag Vigyana Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 40
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હિંસા બે પ્રકારની છે :(૧) દ્રવ્ય હિંસા (૨) ભાવ હિંસા જીવોના વાતને દ્રવ્ય હિંસા કહે છે અને વાત કરવાના ભાવને ભાવ હિંસા. આટલું તો મોટા ભાગે જીવ સમજી જાય છે; પરંતુ બચાવવાનો ભાવ પણ વાસ્તવમાં સાચી અહિંસા નથી-કેમકે તે પણ રાગભાવ છે, ઘણું કરીને એવી સમજ હોતી નથી. રાગભાવ ભલે કોઈ પણ પ્રકારનો હોય, તેની ઉત્પત્તિ તે નિશ્ચયથી તો હિંસા જ છે, કેમ કે તે બંધનું કારણ છે. જ્યારે રાગ-ભાવની ઉત્પત્તિને હિંસાની વ્યાખ્યામાં અમૃતચંદ્ર આચાર્ય સામેલ કરી હશે ત્યારે તેના વ્યાપક અર્થ (શુભ રાગ અને અશુભ રાગ ) નો ખ્યાલ તેમને નહીં રહ્યો હોય, એમ માની શકાતું નથી. અહિંસાની સાચી અને સર્વોત્કૃષ્ટ વ્યાખ્યા અમૃતચંદ્રાચાર્યે કરી છે કે રાગભાવ કોઈ પણ પ્રકારનો હોય, તે હિંસા જ છે. જો તેને કયાંય અહિંસા કહી હોય તો તેને વ્યવહાર (ઉપચાર) નું કથન જાણવું. અહીં એ પ્રશ્ન થઈ શકે કે આવી અહિંસા તો સાધુ જ પાળી શકે છે, તેથી એ તો એમની વાત થઈ. સામાન્ય મનુષ્યો ( શ્રાવકો ) ને તો દયારૂપ (બીજાને બચાવવાનો ભાવ) અહિંસા જ સાચી છે. પણ અમૃતચંદ્રાચાર્ય શ્રાવકના આચરણના પ્રકરણમાં જ આ વાત લઈને એ સિદ્ધ કર્યું છે કે અહિંસા બે પ્રકારની હોતી નથી. અહિંસાને જીવનમાં ઉતારવાના ભાગ બે હોઈ શકે છે. હિંસા તો હિંસા જ રહેશે. જો શ્રાવક પૂર્ણ હિંસાનો ત્યાગી ન થઈ શકે તો તે અલ્પ હિંસાનો ત્યાગ કરે. પણ જે હિંસા તે છોડી ન શકે તેને અહિંસા તો માની શકાતી નથી. જો આપણે પૂર્ણપણે હિંસાનો ત્યાગ ન કરી શકીએ, તો આપણે અંશે ત્યાગ કરવો જોઈએ. જો તે પણ ન કરી શકીએ તો ઓછામાં ઓછું હિંસાને ધર્મ માનવાનું અને કહેવાનું તો છોડવું જ જોઈએ. શુભરાગ, રાગ હોવાથી હિંસામાં આવે છે અને તેને આપણે ધર્મ માનીએ, એ તો બરાબર નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56