________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬. ૫૨સ્ત્રી રમણ- પોતાની ધર્મપત્નીને છોડીને અન્ય સ્ત્રીઓ સાથે રમવાનો ભાવ તે દ્રવ્ય પ૨સ્ત્રીરમણ નામનું વ્યસન છે. તત્ત્વને સમજવાનો પ્રયત્ન ન કરતાં બીજાની પરીક્ષા કરવી તે ભાવ પ૨સ્ત્રીરમણ છે અર્થાત્ સ્વપરિણતિ છોડીને ૫૨પરિણતિમાં અટકવું તે ભાવ ૫૨સ્ત્રી૨મણ છે.
૭. ચોરી કરવી- પ્રમાદથી, દીધા વિના કોઈની વસ્તુ લેવી તે દ્રવ્ય ચોરી છે તથા પ્રીતિભાવ (રાગભાવ) થી ૫૨વસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છા કરવી તે જ ભાવ ચોરી છે.
આ સાતે વ્યસનોને છોડયા વિના આત્માને જાણી શકાતો નથી.
જેને સંસારનાં દુ:ખોની અરુચિ થઈ હોય અને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરીને સાચું સુખ મેળવવું હોય તેણે સર્વ પ્રથમ ઉક્ત સાત વ્યસનોનો ત્યાગ અવશ્ય કરી દેવો જોઈએ. કેમ કે જ્યાં સુધી એક પણ વ્યસન રહે, ત્યાં સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. આત્મરુચિ પૂર્વક આત્મસ્વભાવની વૃદ્ધિમાં આનંદિત થવાથી વ્યસન સહજપણે છૂટી જાય છે, આ સાતેય વ્યસન વર્તમાનમાં પણ પ્રત્યક્ષ દુ:ખદાયક અને જગતનિંઘ છે. વ્યસનનું સેવન કરનાર વ્યસની અને દુરાચારી કહેવાય છે.
પ્રશ્ન
૧. કવિવર પં. બનારસીદાસજીનાં જીવન અને કવન ઉપર પ્રકાશ ફેંકો.
૨. વ્યસન કોને કહે છે? તે કેટલાં છે? નામ સહિત ગણાવો.
૩. દ્રવ્ય જુગાર, ભાવ દિરાપાન, ભાવ પરસ્ત્રીરમણ અને દ્રવ્યશિકારૂપ વ્યસનની સ્પષ્ટતા કરો.
૪. નીચેની પંક્તિઓને સ્પષ્ટપણે સમજાવો :
“દેહકી મગનતાઈ, યહૈ માંસ ભિખવો.”
પ્યાર સોં પરાઈ સોંજ ગહિવેકી ચાહ ચોરી.”
૩૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com