Book Title: Vitrag Vigyana Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 24
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શિક્ષક- ના, એમ તો ચરણાનુયોગની પેઠે બુદ્ધિગમ્ય કથન હોય છે પણ ચરણાનુયોગમાં બાહ્યકિયાની મુખ્યતા રહે છે અને દ્રવ્યાનુયોગમાં આત્મ-પરિણામોની મુખ્યતાથી કથન હોય છે. દ્રવ્યાનુયોગમાં ન્યાયશાસ્ત્રની પદ્ધતિ મુખ્ય છે. વિદ્યાર્થી- એમાં ન્યાયશાસ્ત્રની પદ્ધતિ મુખ્ય કેમ છે? શિક્ષક- કેમકે એમાં તત્ત્વનિર્ણય કરવાની મુખ્યતા છે. યુક્તિ અને ન્યાય વિના નિર્ણય કેવી રીતે થાય? વિધાર્થી કેટલાક માણસો કહે છે કે અધ્યાત્મ-શાસ્ત્રમાં બાહ્યાચારને હીન બતાવ્યો છે, તે વાંચીને લોકો આચારભ્રષ્ટ થઈ જશે. શું આ વાત સાચી છે? શિક્ષક દ્રવ્યાનુયોગમાં આત્મજ્ઞાન વિનાના કોરા બાહ્યાચારનો નિષેધ કર્યો છે પણ ઠેકાણે ઠેકાણે સ્વચ્છંદી થવાનો એ નિષેધ કર્યો છે. એથી તો લોકો આત્મજ્ઞાની થઈને સાચા વતી બનશે. વિદ્યાર્થી- જો કોઈ અજ્ઞાની ભ્રષ્ટ થઈ જાય તો ? શિક્ષક- જો ગધેડો સાકર ખાવાથી મૃત્યુ પામે તો તેથી સજ્જન તો સાકર ખાવાનું છોડે નહિ, તેવી જ રીતે જો અજ્ઞાની તત્ત્વની વાત સાંભળીને ભ્રષ્ટ થઈ જાય તો તેથી જ્ઞાની તો તત્ત્વનો અભ્યાસ છોડે નહિ. વળી તે તો પહેલાં પણ મિથ્યાષ્ટિ હતો અને હવે પણ મિથ્યાદષ્ટિ જ રહ્યો. એટલું જ નુકસાન થશે કે સુગતિ ન થતાં કુગતિ થશે, રહેશે તો તે સંસારનો સંસારમાં જ. પરંતુ અધ્યાત્મનો ઉપદેશ ન આપવાથી ઘણા જીવોને મોક્ષમાર્ગનો અભાવ થાય છે અને એમાં ઘણા જીવોનું ઘણું બૂરું થાય છે, તેથી અધ્યાત્મના ઉપદેશનો નિષેધ ન કરવો. વિદ્યાર્થી– જેનાથી જોખમની આશંકા હોય, તેવાં શાસ્ત્રો વાંચવાં જ શા માટે? તે ન વાંચીએ તો એવું શું નુકસાન છે? શિક્ષક- મોક્ષમાર્ગનો મૂળ ઉપદેશ તો અધ્યાત્મ શાસ્ત્રોમાં જ છે. તેના નિષેધથી મોક્ષમાર્ગનો નિષેધ થઈ જશે. વિદ્યાર્થી- પણ પહેલાં તો એ ન વાંચવાં ને? શિક્ષક- જૈનધર્મ પ્રમાણે તો એવી પરિપાટી છે કે પહેલાં દ્રવ્યાનુયોગાનુસાર ૨) Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56