Book Title: Vitrag Vigyana Pathmala 2
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 19
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates તો ચોખ્ખું જ બતાવ્યું છે કે સ્વર્ગમાં સુખ છે કયાં? જ્યાં સંસારમાં સુખ છે જ નહિ તો મળે કયાંથી? માટે જે શુભાશુભ રાગ પ્રગટ દુ:ખ દેનાર છે તેને સુખદાયક માનવા તે જ આસ્રવ તત્ત્વ સંબંધી ભૂલ છે. બંધ તત્ત્વ સંબંધી ભૂલ આ જીવ શુભ કર્મોનાં ફળમાં રાગ કરે છે અને અશુભ કર્મોનાં ફળમાં દ્વેષ કરે છે. પણ શુભ કર્મોનું ફળ ભોગ-સામગ્રીની પ્રાપ્તિ છે અને ભોગ દુઃખમય જ છે, સુખમય નથી. તેથી શુભ અને અશુભ બન્નેય કર્મ વાસ્તવમાં સંસારનું કારણ હોવાથી હાનિકારક છે અને મોક્ષ તો શુભ-અશુભ બંધના નાશથી જ થાય છે એ જાણતો નથી, એ જ એની બંધ તત્ત્વ સંબંધી ભૂલ છે. સંવર તત્ત્વ સંબંધી ભૂલ આત્મજ્ઞાન અને આત્મજ્ઞાન સહિત વૈરાગ્ય તે સંવર છે અને તે જ આત્માને સુખદાયક છે, તેને કષ્ટદાયક માને છે. તાત્પર્ય એ છે કે સમ્યજ્ઞાનની અને વૈરાગ્યની પ્રાપ્તિ કષ્ટદાયક છે એમ માને છે. જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ આનંદમય હોય છે, કષ્ટમય નહિ – એની એને ખબર જ નથી. તેને કષ્ટદાયક માનવાં તે જ સંવર તત્ત્વ સંબંધી ભૂલ છે. નિર્જરા તત્ત્વ સંબંધી ભૂલ આત્મજ્ઞાન પૂર્વક ઈચ્છાઓનો અભાવ તે જ નિર્જરા છે અને તે જ આનંદમય છે. તેને ન જાણતાં અને આત્માની શક્તિને ભૂલીને ઈચ્છાઓની પૂર્તિમાં જ સુખ માને છે અને ઈચ્છાનાં અભાવને સુખ માનતો નથી એ જ એની નિર્જરા તત્ત્વ સંબંધી ભૂલ છે. મોક્ષ તત્વ સંબંધી ભૂલ મોક્ષમાં પૂર્ણ નિરાકુળતારૂપ સાચું સુખ છે, તેને તો જાણતો નથી અને ભોગ સંબંધી સુખને જ સુખ માને છે તથા મોક્ષમાં પણ આ જ જાતના સુખની કલ્પના કરે છે, એ જ એની મોક્ષ તત્ત્વ સંબંધી ભૂલ છે. જ્યાં સુધી આ સાતેય તત્ત્વ સંબંધી ભૂલોને જીવ દૂર ન કરે ત્યાં સુધી તેને સાચું સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ મળી શકતો નથી. ૧૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56