Book Title: Vastu Vigyana sara
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Sangh

View full book text
Previous | Next

Page 5
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રસ્તાવના યથાર્થ વસ્તુવિજ્ઞાનનું રહસ્ય પામ્યા વિના ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, ગમે તેટલાં વ્રત-નિયમ-તપ-ત્યાગ-વૈરાગ્ય-ભક્તિશાસ્ત્રાભ્યાસ કરવામાં આવે તો પણ જીવનો એક પણ ભવ ઘટતો નથી. માટે આ મનુષ્યભવમાં જીવનું મુખ્ય કર્તવ્ય યથાર્થ રીતે વસ્તુવિજ્ઞાન પ્રાપ્ત કરી લેવાનું છે. વીતરાગ સર્વજ્ઞે સ્વયં પ્રત્યક્ષ જાણીને ઉપદેશેલું વસ્તુવિજ્ઞાન વિશાળ છે અને તે અનેક આગમોમાં વિસ્તરેલું છે. તે વિશાળ વસ્તુવિજ્ઞાનનો રહસ્યભૂત સાર આ નાની પુસ્તિકામાં પ્રગટ કરવામાં આવ્યો છે. કારણ કે અનેક આગમોના અભ્યાસીઓ પણ ઘણી વાર તે વસ્તુવિજ્ઞાનનું ખરું રહસ્ય ખેંચી શકતા નથી. નીચેની રહસ્યભૂત હકીકતો આમાં ખાસ સ્પષ્ટ કરવામાં આવી છેઃવિશ્વનો દરેક દરેક પદાર્થ સામાન્ય-વિશેષાત્મક છે. સામાન્ય પોતે જ વિશેષરૂપે ઊખળે છે- પરિણમે છે. વિશેષરૂપે ઊખળવામાં બીજા કોઈ પદાર્થની તેને ખરેખર કિંચિત્માત્ર સહાય નથી. પદાર્થમાત્ર નિરપેક્ષ છે. આમ, સર્વ સ્વતંત્ર હોવા છતાં વિશ્વમાં અંધારું નથી-પ્રકાશ છે, અકસ્માત નથી-ન્યાય છે; તેથી ‘ પુણ્યભાવરૂપ વિશેષમાં પરિણમના૨ જીવદ્રવ્યને અમુક ( અનુકૂળ કહેવાતી ) સામગ્રીનો જ સંયોગ થાય, પાપભાવરૂપ વિશેષમાં પરિણમનાર જીવદ્રવ્યને અમુક (પ્રતિકૂળ કહેવાતી ) સામગ્રીનો જ સંયોગનો અભાવ જ થાય ' ઇત્યાદિ અનેકાનેક પ્રકારનો સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વિશ્વના પદાર્થોમાં પ્રવર્તે છે. નિમિત્તનૈમિત્તિકપણે પ્રવર્તતા પદાર્થોમાં પરતંત્રતા લેશ પણ નથી. સૌ પોતપોતાના વિશેષોરૂપે જ સ્વતંત્રપણે છતાં ન્યાયસંગતપણે ઊખળ્યા કરે છે. આમ હોવાથી જીવદ્રવ્ય દેહાદિકની ક્રિયા તો કરી શકતું જ નથી, પોતાના વિશેષને માત્ર કરી શકે છે. સંકલ્પવિકલ્પરૂપ વિશેષ તે દુઃખપંથ છે, વિપરીત પુરુષાર્થ છે; જગતનું સ્વરૂપ ન્યાયસંગત અને નિયત જાણી, ૫૨માં પોતાનું કાંઈ કર્તૃત્વ નથી એમ નિર્ણય કરી, નિજ દ્રવ્યસામાન્યની શ્રદ્ધારૂપે પરિણમી તેમાં લીન થઈ જવારૂપ વિશેષ તે જ સુખપંથ છે, તે જ પરમ પુરુષાર્થ છે. અજ્ઞાનીઓને ૫૨નો ફેરફાર કરી શકવામાં જ પુરુષાર્થ ભાસે છે, સંકલ્પવિકલ્પોના ઉછાળામાં જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 114