Book Title: Vairagyashatak Vinshatisthanak Pradipika Shildharmdipika Shravakvratdipika
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
| મ નમઃ શ્રી વિનોદ .
પ્રસ્તાવના
| શસ્ત્રવિરતવૃત્ત છે. सम्मईसणनाणसंजमि गणाहीसं विसालासयं । तित्थुद्धारगसुद्धदेसणमहारायप्पवोहप्परं ॥ सिग्गंथविहायगं विमलजोगखेमतल्लक्खयं ॥ वंदे सप्परमोवयारिसुगुरुं तं णेमिनरीसरं ॥१॥
ધર્મવીર પ્રિય બંધુઓ! મોક્ષ માર્ગના સ્વરૂપને જણાવનાર દરેક ગ્રંથાની શરૂઆતમાં પ્રસ્તાવનાની સંકલન જરૂર કરવી જોઈએ. કારણ કે તે ગ્રંથના એક ભાગ તરીકે ગણાય છે. એમ શ્રી અનુગદ્વાર સૂત્રમાં જણાવેલા ઉપક્રમ નિક્ષેપાદિના સ્વરૂપને જાણવાથી નિર્ણય થઈ શકે છે. આ બાબતમાં ન્યાય શાસ્ત્ર પણ ટેકો આપે છે. તે એમ જણાવે છે કે અધિકારી વિગેરે (જે વૈરાગ્ય શતક ગ્રંથના પહેલા શ્લેકના સ્પષ્ટાર્થમાં જણાવેલા) ચાર પદાર્થોને જાણ્યા પછી તત્વ બેધને પામવાની ઈચ્છા વાલા ભવ્ય જીવે એમ નિર્ણય કરે છે કે આ ગ્રંથ ભણવાથી મને વૈરાગ્ય વિગેરે પદાર્થોનું સ્વરૂપ સમજશે. અને હું આ ગ્રંથને ભણી શકીશ. તે પછી અધિકારી જીવન ગ્રંથને ભણે છે, વિચારે છે. એમ અનુબંધ ચતુષ્ટયનું લક્ષણ જણાવે છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે કઈ પણ ગ્રંથના અધ્યયનાદિ (ભણવું વિગેરે) ને કરવા ચાહનારા ભવ્ય છ ગ્રંથને હાથમાં લઈને સૌથી પહેલાં એમ પૂછે છે કે (૧) આ ગ્રંથનું નામ શું? (૨) આ ગ્રંથનું